શ્રીમદ ભાગવદ ગીતા ખુબ જ પવિત્ર ગ્રંથ છે અને આ ગ્રંથ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ઉપદેશ આપવામાં આવ્યા છે અને આ ઉપદેશ ની મદદથી શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આ સંસારનું સત્ય બતાવવામાં આવ્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુલ ૧૮ અધ્યાય છે અને ૭૨૦ શ્લોક છે. શ્રીમદ ભાગવત ગીતાની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હતી અને આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યો છે.
મહાભારત યુદ્ધ દરમિયાન આપ્યો હતો ઉપદેશ
પોતાના જ ગુરુ અને ભાઈ પર કેવી રીતે શસ્ત્ર ઉઠાવવામાં આવે તે વિચારીને મહાભારત યુદ્ધ દરમિયાન અર્જુન વિમુખ થવા લાગ્યા. અર્જુનને આ દુવિધાથી બહાર કાઢવા માટે ત્યારે શ્રીકૃષ્ણએ તેમને ગીતાનું જ્ઞાન આપ્યું હતું અને અર્જુનને કહ્યું હતું કે મનુષ્યએ નિષ્કામ ભાવથી માત્ર કર્મ કરવા જોઈએ, ફળની ઇચ્છા નહીં. આ યુદ્ધમાં તેઓ તમારા શત્રુનાં રૂપમાં
શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલા ઉપદેશ જ શ્રીમદ ભાગવત ગીતામાં લખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે કોઈ દ્વિધા કે મુશ્કેલીમાં હોવ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાને વાંચી લો. કારણ કે તેમાં લખવામાં આવેલા શ્લોક તમને સાચો માર્ગ બતાવવામાં સહાયક થાય છે. શ્રીમદ ભાગવત ગીતાને વાંચવાથી આપણને જીવનમાં સાચો રસ્તો પસંદ કરવામાં મદદ મળે છે અને આ ગ્રંથ આપણને જીવનમાં ખરાબ પરિસ્થિતિ માંથી કેવી રીતે નીકળવું જોઈએ, તેનું જ્ઞાન પણ આપે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્વ
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્વ ઘણું વધારે બતાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગીતા સાંભળવા માત્રથી જ આપણા જીવનનાં ઘણા બધા દુઃખ દુર થઈ જાય છે અને મોટાભાગનાં પાપ પણ દુર થાય છે. તો આપણે જીવનમાં જ્યારે પણ સમય મળે શ્રીમદ્ ભગવદ્ ગીતા જરૂર વાંચવી કરવી જોઈએ. તેનાથી આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્વ પણ ખબર પડે છે.
દરેક મુશ્કેલી માંથી કાઢે છે
જ્યારે પણ તમે કોઇપણ પ્રકારની પરેશાનીમાં કે દુવિધામાં હોવ તો આ ગ્રંથને વાંચી લો. આ ગ્રંથને વાંચવાથી તમને તમારી પરેશાનીનો ઉકેલ જરૂર મળી જશે. જે રીતે ગીતાનું જ્ઞાન સાંભળ્યા બાદ અર્જુન પોતાની દુવિધાથી નીકળી શક્યા હતા. એવી જ રીતે ગીતા વાંચ્યા બાદ તમે પણ તમારી દરેક દુવિધાથી નીકળવામાં સફળ થશો.
સાચો રસ્તો બતાવે
ઘણીવાર આપણે લોકો સાચો નિર્ણય લેવામાં અસમર્થ હોઈએ છે અને શું સાચું છે અને શું ખોટું તેનો ફરક નથી કરી શકતા. જોકે શ્રીમદ ભાગવત ગીતાને વાંચવાથી તમને સાચો નિર્ણય લેવામાં મદદ મળશે.
ચિંતા દુર થાય
જે લોકો ચિંતા કે તણાવમાં રહે છે, તેમણે શ્રીમદ ભાગવત ગીતા જરૂર વાચવી જોઈએ. તેને વાંચવાથી ચિંતા એકદમ દુર થઈ જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખવામાં આવ્યું છે કે ચિંતા અને તણાવથી જેટલું થઈ શકે એટલું દુર રહેવું જોઈએ.
સફળતા મળે
જીવનમાં સફળતા મેળવવા માટે આપણે લોકો દિવસ-રાત મહેનત કરીએ છીએ. પરંતુ ઘણીવાર સફળતા લોકોને પ્રાપ્ત નથી થતી. ગીતા અનુસાર અસફળ થવા પર આપણે નિરાશ થવું જોઈએ નહીં અને પોતાના મનને સદા શાંત રાખવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખવામાં આવેલા એક શ્લોક અનુસાર અશાંત મનથી કરવામાં આવેલું કામ સફળ નથી થતું. એટલા માટે જે પણ કામને તમે કરો સૌથી પહેલા પોતાના મન પર કાબુ મેળવો અને શાંત મન સાથે કામ કરો. કારણકે ઘણીવાર આપણે લોકો અસફળ થવા પર અશાંત થઈ જઈએ છે અને આ અશાંતિને કારણે આપણે સફળ નથી થઈ શકતા. તે સિવાય ગીતામાં એવું પણ લખવામાં આવ્યું છે કે સફળતા અને અસફળતા જીવનમાં આવતી જતી રહે છે. વ્યક્તિએ પોતાના કર્મો પર વિશ્વાસ રાખવો જોઈએ.
કેવી રીતે ખુશ રહેવું
જીવનમાં ખુશ રહેવું ખુબ જરૂરી હોય છે. ગીતા અનુસાર ખુશ રહેવા માટે પોતાના મનમાં વધારે ઇચ્છાઓ ન રાખો અને જેટલું મળે તેમાં ખુશ રહેતા શીખો. કારણ કે જે લોકો હંમેશા અસંતુષ્ટ રહે છે, તે ક્યારેય ખુશ નથી રહી શકતા.
ગીતામાં લખવામાં આવેલા અમુક પ્રસિદ્ધ શ્લોક
જો તમારી પાસે ગીતાને વાંચવાનો સમય નથી તો તમે નીચે બતાવવામાં આવેલ આ શ્લોકને એક વાર વાંચી લો. કારણ કે નીચે બતાવેલા શ્લોક શ્રીમદ ભાગવત ગીતાનાં સર્વાધિક મહત્વપુર્ણ શ્લોક છે.
नैनं छिद्रन्ति शस्त्राणि नैनं दहति पावक:।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत ॥
આ શ્લોક ગીતાના દ્વિતિય અધ્યાયમાં લખવામાં આવ્યો છે અને આ શ્લોકની સંખ્યા ૨૩ છે. આ શ્લોક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણએ એવું બતાવવાની કોશિશ કરી છે કે આત્માને ન કોઈ શસ્ત્ર કાપી શકે છે અને ન આગ સળગાવી શકે છે, ન પાણી ભીંજાવી શકે છે અને ન હવા એને સુકવી શકે છે. કારણ કે આત્મા અમર છે.
हतो वा प्राप्यसि स्वर्गम्, जित्वा वा भोक्ष्यसे महिम्।
तस्मात् उत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय:॥
શ્રીમદ ભાગવત ગીતામાં લખેલા આ શ્લોકના અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે જો તમે આ યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થઈ જાવ છો તો તેમને સ્વર્ગની પ્રાપ્તિ થશે. વળી જો તમે આ યુદ્ધમાં જીતી જાઓ છો તમે ધરતી પર જ સુખ મેળવશો. આ શ્લોકનાં માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કર્મ વિશે સમજાવવાની કોશિશ કરી છે.
क्रोधाद्भवति संमोह: संमोहात्स्मृतिविभ्रम:।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥
મનુષ્યનો સૌથી મોટો દુશ્મન ક્રોધ હોય છે અને ક્રોધ આવવા પર મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. બુદ્ધિ નષ્ટ થવા પર વ્યક્તિ પોતાનો નાશ કરી દે છે અને સાચા ખોટાનો નિર્ણય નથી લઈ શકતો.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
આ શ્લોકનો અર્થ છે કે મનુષ્ય માત્ર કર્મ જ કરે છે. એટલા માટે હંમેશા સાચા મનથી પોતાનું કર્મ કરો અને ફળ મેળવવા માટે કર્મ ન કરો.
परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे-युगे॥
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખવામાં આવેલ આ શ્લોક ખુબ જ મહત્વપુર્ણ શ્લોક છે. આ શ્લોક દ્વારા શ્રીકૃષ્ણજી એ સમજાવવાની કોશિશ કરી છે કે આ સંસારમાં સજજન લોકો કલ્યાણ માટે અને દુષ્કર્મીનાં વિનાશ માટે તેઓ જન્મ લેશે. ધર્મની સ્થાપના માટે હું (શ્રીકૃષ્ણ) યુગો યુગોથી પ્રત્યેક યુગમાં જન્મ લેતો આવ્યો છું.