તમારે સાંજે આ 5 કામ ન કરવા જોઈએ, કારણ કે તેનાથી તમારા તમારા સ્વાસ્થ્ય ને નુકસાન થઈ શકે છે.

Posted by

શાસ્ત્રોમાં શ્રેષ્ઠ અને ખુશહાલ જીવન માટે ઘણા ઉપાય અને નિયમ બતાવવામાંઆવેલા છે. તેમાં ખાણી-પીણી, રહેણી-કરણી, વ્યવહારથી લઈને સ્ત્રી-પુરુષનાંસંબંધોની વાત કરવામાં આવી છે. શાસ્ત્રો કહે છે કે વ્યક્તિ દ્વારા કરવામાંઆવતા કામનો પ્રભાવ તેમના જીવન પર પડે છે. પોતાના કર્મોના પ્રભાવથી વ્યક્તિસ્વસ્થ અને બીમાર થાય છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ તેની દિનચર્યા થીપ્રભાવિત થાય છે. એટલા માટે દરેક કામ માટે શાસ્ત્રોમાં સમય નક્કી કરવામાંઆવેલ છે. તે ક્રમમાં જણાવવામાં આવ્યું છે કે ૪ કામ એવા છે જેને સૂર્યાસ્તબાદ એટલે કે સાંજના સમયે કરવા જોઇએ નહીં.

મનુ સંહિતામાં જણાવ્યું છે કેचत्वारिखलु  कार्याणिसंध्याकालेविवर्जयेत्।आहारंमैथुनंनिद्रांस्वाध्यायन्चचतुर्थकम्।।એટલે કે ચાર કામ એવા છે જે સાંજના સમયે કરવા જોઈએ નહીં. જેમાં પહેલું કામછે ભોજન એટલે કે સૂર્યાસ્તનાં સમયે ભોજન કરવું જોઇએ નહીં. કહેવામાં આવે છેકે તેનાથી આગલા જન્મમાં પશુ યોનિમાં જન્મ મળે છે.

સાંજનાં સમયે બીમાર અને બાળકો સિવાય કોઈપણ સ્વસ્થ વ્યક્તિએ સૂવું જોઈએનહીં. સાંજના સમયે સુવાથી વ્યક્તિ બીમાર રહે છે અને દેવી લક્ષ્મી પણ નારાજથઈ જાય છે.

સૂર્યાસ્ત દિવસ અને રાતના સંધિકાળનો સમય હોય છે. તે ધ્યાન અને સાધનાનોસમય હોય છે. આ સમયમાં કામ ભાવને નિયંત્રિત રાખવી જોઈએ અને સ્ત્રી-પુરુષપ્રસંગ થી બચવું જોઈએ. આ સમયે ગર્ભધારણથી ઉત્પન્ન સંતાન સંસ્કારી હોતું નથીઅને પરિવારની મર્યાદાને નુકસાન પહોંચાડે છે.

સંધ્યાનાં સમયે વેદ અને શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ નહીં. તે સમયેફક્ત ધ્યાન અને સાધના જ લાભપ્રદ હોય છે. સાંજનાં સમયે કોઈપણ વ્યક્તિને પૈસાઉધાર આપવા જોઈએ નહીં. કહેવામાં આવે છે કે તે સમયે ધન આપવાથી લક્ષ્મીઘરમાંથી ચાલી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *