દરેક માણસની ઈચ્છા હોય છે કે તેનું સપનાનું ઘર હોય. ઘણા માણસને કોઈ સુંદર બાગ-બગીચાઓની વચ્ચે તેમનું ઘર પસંદ હોય છે, તો ઘણાને શહેરમાં ફ્લેટમાં પોતાનું ઘર પસંદ હોય છે. તો તમારા સપનાનું ઘર કેવું અને ક્યાં છે, તેનું રહસ્ય તમારા હાથની રેખાઓમાં છુપાયું છે. હસ્તરેખા શાસ્ત્રમાં તેની વાત થયેલી છે અને તેના માટે તમારે કોઇ જ્યોતિષશાસ્ત્ર પાસે જવાની જરૂર નથી. આર્ટીકલમાં બતાવેલ ટિપ્સને જાણીને તમે તમારા સપનાનાં ઘર વિશે જાણી શકો છો.
આવી રેખા હોય તો તમારું ઘર નદીના કિનારે હશે
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને મસ્તિષ્ક રેખા અથવા તેની શાખા ચંદ્રમા ઉપર જતી હોય અથવા ભાગ્ય રેખા પર ચંદ્રમા સાથે નીકળતી હોય તો આવા લોકોનું ઘર કોઈ નદીના કિનારે હોય છે. જો ભાગ્યરેખા મોટી હોય તો આવા જાતકોનું ઘર કોઈ મોટા વૃક્ષ પાસે હોય છે.
આ રેખા હોય તો મકાન હોય છે સાંકડી ગલીમાં
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિની જીવન રેખા અને મસ્તિષ્ક રેખાની જોડ લાંબી હોય અથવા જીવનરેખા અનેક જગ્યાઓથી તૂટેલી હોય અથવા તો મસ્તિષ્ક રેખા દોષપૂર્ણ હોય તો આવા જાતકોનું ઘર સાંકડી ગલીમાં હોય છે અને આવા જાતકોને પોતાનું ઘર બનાવવા માટે ખૂબ જ સાહસ પણ કરવું પડ્યું હોય છે.
આવી રેખા હોય તો આલિશાન હોય છે ઘર
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિની આંગળીઓ નાની અને પાતળી હોય જીવન રેખા ગોળ આકાર હોય અથવા મસ્તિષ્ક રેખા કોઈપણ જગ્યાએથી તૂટેલી ના હોય તો આ લોકોને મકાન ખૂબ જલદીથી બની જાય છે. હસ્તરેખા શાસ્ત્ર કહે છે કે આ લોકોનું મકાન ખૂબ જ આલીશાન હોય છે તેની સાથે તમામ સુખ-સુવિધાઓ પૂર્ણ હોય છે.
આ રેખા હોય તો સમજી લેવું બનશો મોટા ઘરના માલિક
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કોઈ પણ માણસની જીવન રેખાઓ ગોળાકાર હોય અને તેની ઉપર ત્રિભુજ પણ હોય. તેની સાથે મસ્તિષ્ક રેખા શાખા પર નીકળતી હોય, તેવા જાતકો મોટા મકાનના માલિક બને છે. જો કોઈ વ્યક્તિને મસ્તિષ્ક રેખા મંગળ કે ચંદ્ર પર જતી હોય તો એવા લોકો પોતાના પૈતૃક ઘરમાં જ નિવાસ કરે છે.