શનિવારનો દિવસ ૯ ગ્રહોનાં પરિવારમાં ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવતા શનિદેવને સમર્પિત હોય છે. પીપળાના વૃક્ષમાં શનિદેવનો વાસ માનવામાં આવે છે. આ સંબંધમાં બ્રહ્મ પુરાણમાં એક પ્રસંગ વિશે પણ જણાવવામાં આવે છે. તેના ૧૧૮ માં અધ્યાય અનુસાર શનિદેવ કહે છે કે, “મારા દિવસે એટલે કે શનિવારના દિવસે જે મનુષ્ય નિયમિત રૂપથી પીપળાના વૃક્ષને સ્પર્શ કરશે તેના બધા કાર્ય સિદ્ધ થશે તથા તેને મારાથી કોઈ પીડા થશે નહીં. જે શનિવારના દિવસે સવારે ઊઠીને પીપળાના વૃક્ષને સ્પર્શ કરશે તેને ગ્રહોને લીધે ઉત્પન્ન થતી પીડા થશે નહીં.” શનિવારના દિવસે પીપળાના વૃક્ષ સાથે જ જોડાયેલા ઉપાય કરવાથી આપણી બધી તકલીફો દુર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.
ૐ નમઃ શિવાય મંત્રનો જાપ
શનિવારના દિવસે પીપળાના વૃક્ષને બંને હાથે સ્પર્શ કરીને “ૐ નમઃ શિવાય” મંત્રનો ૧૦૮ વખત જાપ કરવાથી દુઃખ, પરેશાની તથા ગ્રહ દોષનો પ્રભાવ શાંત થઈ જાય છે. પીપળાના વૃક્ષની પુજા કરવાથી ભગવાન શિવજી પણ પ્રસન્ન થાય છે અને શનિદેવ શિવજીને પોતાના ગુરુ માને છે. શિવજીને પ્રસન્ન કરવા પર શનિદેવ પણ તમને ક્યારેક કષ્ટ પહોંચાડતા નથી.
પીપળાના મુળનો ઉપાય
દર શનિવારના દિવસે સાંજના સમયે ચોખ્ખા વસ્ત્ર ધારણ કરીને અને સુર્યાસ્ત થયા બાદ પીપળાના વૃક્ષના મુળની પાસે પાણી અર્પિત કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. આવું કરવાથી તમારી ઉપર શનિની દશા નો પ્રભાવ ઓછો થઈ જાય છે અને અનેક પ્રકારના કષ્ટનું નિવારણ થાય છે. તમારે પીપળાના વૃક્ષની પુજાની સાથો સાથ હનુમાન ચાલીસાનાં પાઠ કરવા જોઈએ અને પીપળાના વૃક્ષની પાંચ વખત પરિક્રમા કરવી જોઈએ.
વ્યવસાયમાં સફળતા અને આર્થિક સમૃદ્ધિ નો ઉપાય
શનિવારના દિવસે પીપળામાં દુધ, ગોળ અને પાણી ઉમેરીને ચડાવો તથા પ્રાર્થના કરો કે, “હે પ્રભુ, તમે ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં પીપળામાં મારો નિવાસ છે. હે ભગવાન, મારા જીવનમાં આ પરેશાની છે. તમે કૃપા કરીને મારી આ પરેશાની (મનમાં જે પણ પરેશાની હોય તેનું નામ લેવું) દુર કરવાની કૃપા કરો. પીપળાનો સ્પર્શ કરો તથા ચારોતરફ પરિક્રમા કરો.
સુર્યાસ્ત બાદ કરો આ ઉપાય
શનિવારના દિવસે સાંજના સમયે સુર્યાસ્ત બાદ કોઈપણ જુના પીપળાના વૃક્ષની પાસે જવું તથા સાથોસાથ પોતાની સાથે લાલ શાહી અથવા કોઈ લાલ પેન, થોડા લાલ કપડા અને નાડાછડી લઈને જવું. તે સિવાય ગાયના ઘીમાં થી બનાવેલ લોટનો દીવો લઈને જવું. સૌથી પહેલાં પીપળાના વૃક્ષ ઉપર લોટનો દીવો પ્રગટાવો. દીવાની સામે ઊભા રહીને હનુમાન ચાલીસા ના પાઠ કરો. હવે તે પીપળાના વૃક્ષના એક મોટા પાન ઉપર લાલ શાહી થી પોતાની મનોકામના લખી દો અને તેની ઉપર ૭ વખત નાડાછડી બાંધી દો. હવે તે નાડાછડીને સાત વખત ફેરવીને પોતાના હાથમાં બાંધી લો. ત્યારબાદ પીપળાના વૃક્ષના મુળની પાસેથી અમુક માટી લઈને લાલ કપડામાં બાંધીને ઘરમાં પોતાના પૈસા રાખવાના સ્થાન ઉપર રાખી દો. તેનાથી તમારી બધી જવાનો કામના ખુબ જ જલ્દી પુરી થઈ જશે.