શું તમને પણ તમારા નખ પર કોઈ સફેદ નિશાન અથવા અડધા ચંદ્ર દેખાય છે, જાણો નખ ઉપર બનેલા વિવિધ નિશાન વિશે

Posted by

સમુદ્રશાસ્ત્રમાં ફક્ત હાથની રેખાઓ જોઇને નહિ, પરંતુ શરીરનાં અન્ય અંગોની બનાવટ અને તેની ઉપર રહેલ નિશાનને જોઈને પણ ભવિષ્ય જણાવવાની પરંપરા છે. આજે અમે વાત કરીશું નખ વિશે. નખ ઉપર ઉપસ્થિત નિશાન, રેખા અને ચિન્હ જોઈને વ્યક્તિના સ્વાસ્થ્ય, ભવિષ્ય, કારકિર્દી અને રૂપિયા-પૈસા સાથે જોડાયેલી મહત્વની વાતો જણાવી શકાય છે. તો ચાલો અમારા આજના આ લેખમાં તમારા માટે ખાસ શું છે તેના વિશે જણાવીએ.

 

નખ ઉપર સફેદ ભાગ

ઘણા લોકોનાં નખ ઉપર સફેદ નિશાન જોવા મળે છે. આ નિશાન માનસિક દબાણ અને તણાવને દર્શાવે છે. સાથોસાથ આવું નિશાન હાડકા ની કમજોરી પણ દર્શાવે છે. ઘણી વખત આવા નિશાન તણાવ ઘટવાની સાથે ઓછા થઈ જાય છે, તો ક્યારેક ક્યારેક એમ જ જળવાઈ રહે છે.

 

અંગુઠા પર નિશાન નું મહત્વ

સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના અંગુઠાના નખ ઉપર સફેદ નિશાન મળી આવે છે, તે વેપારમાં ખુબ જ પ્રગતિ કરે છે. સાથોસાથ જીવનમાં કોઈ એવો મિત્ર મળવાનો હોય છે, જેને લઇને તમે ગંભીર રહેશો. સાથોસાથ કોઈ વ્યક્તિ તમને ગિફ્ટ આપવા વિશે પણ વિચાર કરી રહેલ છે.

 

તર્જની આંગળી પર નિશાન નું મહત્વ

જે વ્યક્તિની તર્જની આંગળી એટલે કે અંગુઠાની પાસે વાળી આંગળીનાં નખ ઉપર સફેદ નિશાન હોય છે, તો તે લાભપ્રદ માનવામાં આવે છે. તે વ્યક્તિને સમાજમાં ખુબ જ સન્માન મળે છે અને દરેક ક્ષેત્રમાં ધનલાભ થાય છે. સાથોસાથ વેપાર અને નોકરીમાં પણ પ્રભુત્વ વધે છે.

 

મધ્યમાં આંગળી ઉપર નિશાન નું મહત્વ

જે વ્યક્તિની મધ્યમાં એટલે કે વચ્ચેની આંગળીનાં નખ ઉપર સફેદ નિશાન હોય છે, તે ખુબ જ શુભ માનવામાં આવે છે. આવા વ્યક્તિને હરવા ફરવાનો ખુબ શોખ હોય છે અને તે યાત્રા કરીને ધન કમાય છે. જોકે તમારે પોતાના શત્રુઓથી સંભાળીને રહેવું જોઈએ. નોકરી તથા વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો પણ અંત થાય છે.

 

કનિષ્કા આંગળી પર નિશાન નું મહત્વ

જો કનિષ્કા એટલે કે સૌથી નાની આંગળીનાં નખ ઉપર સફેદ નિશાન હોય તો તે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા વ્યક્તિને વેપારમાં ખુબ જ પ્રગતિ મળે છે અને વિજ્ઞાનનાં ક્ષેત્રમાં પણ ખુબ જ સફળતા મળે છે. સાથોસાથ તમારે કોઈ કારણ ને લીધે યાત્રા કરવી પડી શકે છે, જે તમારા માટે લાભદાયક રહેશે…

 

અનામિકા આંગળી પર નિશાનનું મહત્વ

જે વ્યક્તિની અનામિકા આંગળી એટલે કે નાની આંગળીની પાસે વાળી આંગળીનાં નખ ઉપર સફેદ નિશાન હોય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તમને સમાજ અથવા સરકાર દ્વારા સન્માન પ્રાપ્ત થશે. સાથોસાથ યશ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જો કોઈ પૈસાની કમી હોય તો તે પણ દુર થઇ શકે છે..

 

કાળા, પીળા અને ગુલાબી નિશાન નું મહત્વ

સમુદ્રશાસ્ત્ર અનુસાર જેવી રીતે સફેદ નિશાન ઉપર શુભ માનવામાં આવે છે. એવી જ રીતે કાળું નિશાન અશુભ હોય છે. વળી નખ ઉપર પીળું નિશાન બીમારીઓને સુચિત કરે છે. કાળા, પીળા નિશાન અસફળતા અને સ્વાસ્થ્યની કમીને દર્શાવે છે. વળી ગુલાબી નિશાન સફળતા જણાવે છે અને ધાર્મિક યાત્રાના યોગ જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *