ભારતમાં બધા હિન્દુ પરિવારના ઘરમાં તમને મંદિર જરૂરથી જોવા મળશે. ભાગ્યે જ એવું કોઈ હિન્દુ ઘર હશે જેની અંદર મંદિર ન હોય. મંદિરમાં બધા લોકો પોતાના દેવી દેવતાઓની ફોટો રાખે છે અને પોતાની માન્યતાઓ અનુસાર તેની પુજા કરે છે. આપણા ઘરમાં ભગવાનનું મંદિર હોવાનો અર્થ છે સકારાત્મક ઊર્જાનો વાસ હોવો. એ જ કારણ છે કે મંદિરને ઘરમાં મુખ્ય સ્થાન આપવામાં આવે છે. પરંતુ આજે અમે તમને અમારા આ લેખના માધ્યમથી અમુક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે મોટાભાગના લોકોને જાણકારી નથી અને મોટાભાગના લોકો તેના લીધે ભુલ કરી બેસે છે, જેનાથી પરિવારને પરેશાની થઈ શકે છે.
આજે અમે તમને જણાવીશું કે મંદિરમાં માચીસ શા માટે રાખવી જોઈએ નહીં. જો તમે પણ ઘરના મંદિરમાં માચીસ રાખો છો અથવા પુજા કર્યા બાદ બળી ગયેલી માચીસની સળી મંદિરમાં રાખો છો તો તમારે આ આર્ટીકલ અવશ્ય વાંચવો જોઈએ.
ઘરના મંદિરમાં માચીસ શા માટે રાખવી જોઈએ નહીં
ઘરના મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો છે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે ઘરના મંદિરમાં પુજા કર્યા બાદ પણ માચીસ મંદિરમાં રાખવી જોઈએ નહીં. તે સિવાય મંદિરમાં સુકાયેલા ફુલ દુર કરી દેવા જોઈએ.
પોતાના પુજાઘરને કરીને હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ. મંદિરમાં વિખરાયેલી માચીસની સળી રાખવી જોઈએ નહીં. દીવો પ્રગટાવ્યા બાદ તેને તુરંત કચરાપેટીમાં ફેંકી દેવી જોઈએ. તેને મંદિરની આસપાસ પણ ફેકવી જોઈએ નહીં. દીવો પ્રગટાવવા માટે તમે માચીસને બદલે લાઇટર નો ઉપયોગ કરી શકો છો. એક વાતનું ધ્યાન રાખો કે માચીસને ક્યારેય પણ ઘરમાં રહેલા મંદિરમાં રાખવી જોઈએ નહીં. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. જો તમે મંદિરમાં માચીસ રાખો છો તો તેને કાગળ અથવા કપડાના ટુકડામાં વીંટાળીને રાખો અથવા તો માચીસને મંદિરની બહાર રાખો.
પુજા ઘરમાં શું રાખવું જોઈએ નહીં
ઘરના પુજા ઘરમાં જુના ફુલોની માળા અને અગરબત્તી રાખવી જોઈએ નહીં. મંદિરને ચોખ્ખું રાખવું જરૂરી છે. આ બધી ચીજો હોવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. પુજા ઘરમાં ક્રોધિત દેવતાઓના ફોટા પણ લગાવવા જોઈએ નહીં. ઘરના મંદિરમાં ક્રોધિત દેવતાઓની તસ્વીર લગાવવી અશુભ માનવામાં આવે છે.