જ્યોતિષશાસ્ત્રમાં દરેક સમસ્યાનું સમાધાન બતાવેલ છે, પછી તે સ્વાસ્થ્ય, સંબંધો, કારકિર્દી, સાથે જોડાયેલ હોય કે આર્થિક સ્થિતિ સાથે જોડાયેલ હોય. જ્યોતિષનાં આ ઉપાય તે સમસ્યાઓને દુર કરવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. આ ઉપાય દરેક રાશિ માટે અલગ-અલગ હોય છે. આજે અમે તમને પૈસાની તંગી દુર કરવા માટેના ઉપાય વિશે જણાવીશું. તેના માટે વ્યક્તિએ ફક્ત સરળ કામ કરવાનું હોય છે. તેને પોતાની રાશિ અનુસાર બતાવવામાં આવેલી ચીજોને હંમેશા પોતાની પાસે રાખવાની હોય છે. તેનાથી ક્યારેય પણ પૈસાની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સાથો સાથ હંમેશા તમારી પાસે અઢળક ધન દોલત પણ રહેશે.
રાશિ અનુસાર સાથે રાખો આ ચીજો
પૈસાની તંગી દુર કરવા વાળી આ ચીજોને આ જાતકોએ પોતાની પાસે એટલે કે પોતાના પુજા ઘર અથવા ઓફિસમાં રાખવાની હોય છે. ધ્યાન રાખો કે આ ચીજોને સ્થાપિત કરતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરી લો. સાથો સાથ હંમેશા તેને ચોખ્ખી રાખવી. સાથોસાથ તેને રાખવાની જગ્યા વારંવાર ન બદલવી અને એકથી બે વર્ષ બાદ તેને બદલી દેવી.
- મેષ : મેષ રાશિના જાતકો એ ત્રાંબાના સુર્યદેવ રાખવા ખુબ જ લાભદાયક હોય છે. આ રાશિના જાતકોએ પોતાના પુજા ઘર અથવા ઓફિસ માં તાંબાનાં સુર્યદેવ રાખવા જોઈએ.
- વૃષભ : વૃષભ રાશિના જાતકોએ સફેદ રંગનો શંખ રાખવો જોઈએ.
- મિથુન : મિથુન રાશિના જાતકોએ લીલા રંગના ગણેશજી રાખવા જોઈએ, જેનાથી તેમને અઢળક પૈસા મળશે.
- કર્ક : કર્ક રાશિના જાતકો એ સફેદ રંગના ક્રિસ્ટલનો બોલ રાખવો લાભદાયક સાબિત થાય છે.
- સિંહ : સિંહ રાશિના જાતકોએ લાલ કપડામાં બાંધીને રાખવા જોઈએ. તેનાથી ધનલાભ મળે છે.
- કન્યા : કન્યા રાશિના લોકોએ પોતાના ઇષ્ટદેવની કાંસા ની મુર્તિ રાખવી જોઈએ.
- તુલા : તુલા રાશિના જાતકોએ પોતાની સાથે શ્રીયંત્ર અવશ્ય રાખવું જોઈએ.
- વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના જાતકો માટે તાંબાનો લોટો અથવા કળશ રાખવો લાભદાયક સાબિત થાય છે. તે નાના અથવા મોટા કોઈપણ આકારનો રાખી શકાય છે.
- ધન : ધન રાશિના જાતકોએ પિત્તળના એક બે સિક્કા પોતાની સાથે રાખવા જોઈએ.
- મકર : મકર રાશિના જાતકોએ ઘોડાના પગ ની નાળ રાખવી જોઈએ.
- કુંભ : કુંભ રાશિના જાતકોએ દરરોજ સુગંધિત ધુપબત્તી અથવા લાકડામાંથી બનેલી અગરબત્તી પ્રગટાવી જોઈએ.
- મીન : મીન રાશિના લોકો એક કાચના નાના પાત્રમાં ગંગાજળ ભરીને રાખવું જોઇએ. તેનાથી ધનલાભ થાય છે.