શું તમે જાણો છો પૂજા પછી હાથપર નાડાછડી શા માટે બાંધવામાં આવે છે, જાણી લેશો તો પગ નીચે થી જમીન ખસી જશે

Posted by

કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં અથવા કોઈપણ પુજા કરતાં પહેલાં તિલક કરવામાં આવે છે અને હાથ ઉપર નાડાછડી બાંધવામાં આવે છે, ત્યારબાદ પુજા શરૂ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાડાછડી હાથમાં શા માટે બાંધવામાં આવે છે. મહત્વપુર્ણ છે કે નાડાછડી બાંધવાની પરંપરા ત્યારથી જ ચાલી રહી છે, જ્યારથી મહાન દાનવીરો માં અગ્રણી મહારાજ બલીની અમરતા માટે વામન ભગવાને તેમના કાંડા ઉપર નાડાછડી બાંધી હતી. તેને રક્ષા કવચનાં રૂપમાં પણ શરીર પર બાંધવામાં આવે છે.

 

જણાવવામાં આવે છે કે ઈન્દ્ર જ્યારે વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે ઇન્દ્રાણી શચી એ ઇન્દ્રનાં જમણા ચાંદા ઉપર રક્ષા કવચના રૂપમાં નાડાછડી બાંધી હતી અને ઇન્દ્ર આ યુદ્ધમાં વિજયી બન્યા હતા. ત્યાર બાદથી આ નાડાછડી બાંધવામાં આવે છે. વળી તેના અનુષ્ઠાનની અડચણ દુર થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર એવું જણાવવામાં આવે છે કે નાડાછડી બાંધવાથી ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ અને ત્રણેય દેવીઓ લક્ષ્મી, પાર્વતી તથા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. બ્રહ્મા ની કૃપાથી કીર્તિ, વિષ્ણુની કૃપાથી અનુકંપા સામે રક્ષણ મળે છે અને શિવ દુર્ગુણોનો વિનાશ કરે છે.

 

આ પ્રકારથી જ લક્ષ્મી તરફથી ધન, દુર્ગા પાસેથી શક્તિ તથા સરસ્વતીની કૃપાથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સ્વાસ્થ્ય અનુસાર નાડાછડી બાંધવાથી ઘણાં પ્રકારની બીમારીઓ દુર થાય છે. જેમાં કફ, પિત્ત વગેરે સામેલ છે. શરીરની સંરચનાનું પ્રમુખ નિયંત્રણ હાથનાં કાંડામાં હોય છે. જેથી આ નાડાછડી બાંધવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. એવી પણ માન્યતા છે કે તેને બાંધવાથી બીમારી વધતી નથી. બ્લડપ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને લકવા જેવા રોગથી બચવા માટે નાડાછડી બાંધવી હિતાવહ માનવામાં આવે છે.

 

નાડાછડી ૧૦૦% કાચા દોરા અને સુતરની હોવી જોઈએ. નાડાછડી બાંધવાની પ્રથા ત્યારથી ચાલી આવી રહી છે. જ્યારથી દાનવીર રાજા બલિ માટે વામન ભગવાને તેમના કાંડા ઉપર નાડાછડી બાંધી હતી.

 

નાડાછડી ક્યારે અને કેવી રીતે ધારણ કરવી

પુરુષો અને અવિવાહિત કન્યાઓ માટે જમણા હાથમાં અને વિવાહિત મહિલાઓ માટે ડાબા હાથમાં નાડાછડી બાંધવામાં આવે છે. જે હાથમાં નાડાછડી બાંધવામાં આવે તેની મુઠ્ઠી બંધ હોવી જોઈએ તથા બીજો હાથ માથા પર હોવો જોઈએ. આ પુણ્ય કાર્ય માટે બનીને જવાબદારી સ્વીકાર કરવાનો ભાવ રાખવામાં આવે છે. પુજા કરતાં સમયે નવા વસ્ત્રો ન ધારણ કરેલા હોવા પર નાળાછડી હાથમાં અવશ્ય ધારણ કરવી જોઈએ.

 

તમે ઘણી વખત જોયું હશે કે ઘર અને મંદિરોમાં પુજા બાદ બ્રાહ્મણ આપણા કાંડા ઉપર લાલ રંગની નાડાછડી બાંધે છે અને આપણામાંથી ઘણા બધા લોકો તેને જરૂરિયાતને ઓળખ્યા વગર તેને હાથમાં બંધાવી લઈએ છીએ.

 

હકીકતમાં નાડાછડી કોઈ સામાન્ય દોરો નથી, પરંતુ તે કાચા સુતર માંથી તૈયાર કરવામાં આવે છે અને તે ઘણા રંગ જેમ કે લાલ, કાળો, પીળો અથવા કેસરીયા રંગમાં હોય છે. એવું માનવામાં આવે છે કે હાથમાં નાડાછડી બાંધવાથી મનુષ્યને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ અને ત્રણેય દેવીઓ લક્ષ્મી, પાર્વતી તથા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે હાથમાં નાડાછડી બાંધવાથી મનુષ્ય ખરાબ દ્રષ્ટિથી બચી શકે છે. કારણ કે ભગવાન તેની રક્ષા કરે છે.

 

એવું પણ કહેવામાં આવે છે કે હાથમાં નાડાછડી બાંધવાથી મનુષ્યનાં સ્વાસ્થ્યમાં બરકત આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી હાથમાં બાંધવામાં આવેલી નાડાછડી એક્યુપ્રેશર ની જેમ કામ કરે છે અને વ્યક્તિને રક્તચાપ, હૃદયરોગ, ડાયાબિટીસ અને લકવા જેવી ગંભીર બિમારીઓથી બચાવી રાખે છે તથા તેને બાંધનાર વ્યક્તિ સ્વસ્થ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *