શું તમને પણ આવવા સંકેતો મળીયા છે, તો સમજી જજો તમારા જલશા કરવા ના દિવસો આવી ગયા છે. જલ્દી કરોડપતિ બની જવાના છો

Posted by

સારું અને ખરાબ, ધન-દોલત, માન-સન્માન બધુ ભગવાનનાં હાથમાં હોય છે. તેમ છતાં પણ વ્યક્તિને એવું ઈચ્છે છે કે તેના સારા દિવસો આવે અને તેનું નસીબ ચમકી ઊઠે. આજે અમે તમને જણાવીશું કે તમારી સાથે થતી અમુક પ્રાકૃતિક રૂપની ઘટનાઓ એવો સંકેત આપી રહી છે કે હવે તમારું નસીબ ચમકી જવાનું છે અને તમારા પણ સારા દિવસો શરૂ થવાના છે.

 

ચામાચીડિયું તમારા ઘરમાં બનાવે માળો

આ સૌથી પ્રબળ સંકેત છે કે હવે તમને ધનવાન બનતા કોઇ રોકી શકશે નહીં. ચીનમાં ચામાચીડિયને ધનનું પ્રતિક માનવામાં આવે છે. અહીંયા ફર્નિચર, પેઇન્ટિંગ અને અન્ય સજાવટની ચીજોમાં ચામાચીડિયા નાં માળા ની ડિઝાઇન જોવા મળે છે. અહીંયા ની માન્યતાઓ અનુસાર ચામાચીડિયા માં ભાગ્યશાળી સ્થાન પારખવાની એક અજીબ ની શક્તિ હોય છે અને તે પોતાનું ઘર આવી જગ્યાએ જ બનાવે છે, જ્યાં પોઝિટિવ એનર્જી રહેલી હોય. એટલા માટે જો ચામાચીડિયું તમારા ઘરમાં આવીને માળો બનાવે છે, તો તમારે ખુશ થઈ જવું જોઈએ.

 

શુભ દિવસે કોઈ આપે પૈસા

જો કોઈ શુભ અવસર પર જેમ કે કોઈ તહેવાર અથવા તમારા જન્મદિવસ અથવા તો અન્ય કોઈ શુભ અવસર પર તમને કોઈ પૈસા આપે તો તે પણ માતા લક્ષ્મીના આગમનનાં સંકેત તરીકે જોવામાં આવે છે. ભલે તે પૈસા તમારે પરત આપવાના હોય તો પણ સારા માનવામાં આવે છે. તે સિવાય ઘરમાં સંબંધીઓમાં કોઈપણ વ્યક્તિ તમને શુકનનાં રૂપમાં પણ પૈસા આપે તો તેને ખુશીથી સ્વીકાર કરી લેવો જોઇએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ.

 

ઘરમાં કરોળિયા બનાવે જાળું

જો તમારા ઘરમાં કરોળિયાનાં જાળા બનેલા હોય તો તે અશુભ નહીં પરંતુ શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારી બધી યોજનાઓ સફળ થવાની છે અને તમે જ્યાં પણ રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો ત્યાંથી તમને લાભ મળવાનો છે. તમને તમારી મહેનતથી વધારે સારું પરિણામ મળશે.

 

બિલાડી તમારા ઘરમાં આવે

જો તમારા ઘરમાં કાળી બિલાડી આવે તો તેને ભગાવી દેવી જોઈએ કારણ કે તેને શુભ માનવામાં આવતી નથી. વળી સફેદ બિલાડી મૃત્યુની સુચક માનવામાં આવે છે. પરંતુ જો તમારા ઘરમાં સુવર્ણ અથવા તો કથ્થાઈ રંગની બિલાડી આવે છે તો તે શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમાં તમારું સૌભાગ્ય છુપાયેલું હોય છે.

 

જો ભુલથી ઊંધા કપડાં પહેરી લો

જો કોઈ દિવસ તમે ભુલથી ઉલ્ટા કપડાં પહેરી લો છો તો સમજી લેવું જોઈએ કે હવે તમારી સાથે ખુબ જ સારું બનવાનું છે, તમને ખુબ જ જલદી કોઈ શુભ સમાચાર મળવાના છે. આવો સંકેત એ લોકો માટે ખાસ છે જેવો ઘણા સમયથી પરેશાન છે અને તેમની સાથે આવું થાય તો સમજી લેવું જોઈએ કે હવે તેમના દિવસો બદલવાના છે. વળી જો તમે જાણી જોઈને ઉલ્ટા કપડાં પહેરો છો તો તેનાથી કોઈ લાભ મળશે નહીં.

 

કુતરા પણ લાવે છે સમૃદ્ધિ

જો કોઈ તમને કુતરો ઉપહારનાં રૂપમાં આપે તો તમારે ખુશી તે પોતાના ઘરમાં સ્વાગત કરવું જોઈએ. તેનો અર્થ છે કે તમારા જીવનમાં ખુબ જ જલ્દી એવો કોઈ મિત્ર આવવાનો છે જે વફાદાર હોવાની સાથે સાથે તમારો વિશ્વાસપાત્ર પણ બનશે અને તમારા મુશ્કેલ કામને સરળ બનાવી દેશે. કાળા કુતરા ધન અને સુરક્ષા લઈને આવે છે, ગોલ્ડન કુતરા સૌભાગ્ય અને સમૃદ્ધિ લઈને આવે છે, તો વળી સફેદ કુતરા પોતાની સાથે પ્રેમ અને રોમાન્સ લઈને આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *