શું તમારી ઊંઘ પણ અડધી રાતે ખુલી જાય છે? તો ભગવાન તમને આપી રહ્યા છે આ સંકેતશું તમારી ઊંઘ પણ અડધી રાતે ખુલી જાય છે? તો ભગવાન તમને આપી રહ્યા છે આ સંકેત

Posted by

દરેક લોકોને પોતાની રાતની ઊંઘ ખુબ જ પસંદ હોય છે. અમુક લોકો તો એવા પણ હોય છે, જેમને અચાનક રાત્રે ઊંઘ ઊડી જતી હોય છે અથવા તો થોડો સમય સુધી ઊંઘ આવતી નથી. જો તમે પણ અમુક કારણોને લીધે પોતાની ઉંઘ પુરી કરી શકતા નથી તો અમારી પાસે તમારા માટે આરામથી સુઈ જવા માટેના ઉપાય રહેલા છે. આ પ્રકારની પરેશાનીઓ આપણા આચરણ સાથે જોડાયેલી હોય છે. કોઈપણ સમયે તે તમને સંકેત આપે છે કે તમે માનસિક તણાવમાં છો. તેના સારા અને ખરાબ બંને સંકેત હોઈ શકે છે. આજના આર્ટિકલમાં અમે તમને તે સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણવા તમારા માટે ખુબ જ આવશ્યક છે.

 

રાત્રે ૯ થી ૧૧ ની વચ્ચે ઊંઘ ન આવવી

આ બધું શરૂ થાય છે આપણા સુવાના સમયને લઈને. આપણો સુવાનો સમય આપણી માનસિક પરેશાનીને દર્શાવે છે. રાત્રે ૯ થી ૧૧ ની વચ્ચે નો સમય માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. જો તમને રાત્રે ૯ થી ૧૧ વાગ્યાની વચ્ચે ઊંઘ ન આવતી હોય તો તમે માનસિક તણાવમાં છો. તમે પોતાની ચિંતાઓને પોતાના શરીર ઉપર હવે થવા દો છો. આ ચીજ માંથી છુટકારો મેળવવા માટે તમારે મેડીટેશન શરૂ કરવું જોઈએ.

 

રાત્રે ૧૧ થી ૧ ની વચ્ચે ઊંઘ ઊડી જવી

જો તમારી ઊંઘ રાત્રે ૧૧ થી ૧ વાગ્યાની વચ્ચે ઊંઘ ઊડી જતી હોય તો તે સીધો ઇશારો કરે છે કે તમારી ઈમોશનલ સ્થિતિ પર. તમારે આ આદતમાંથી બચવા માટે પવિત્ર મંત્રોનો જાપ શરૂ કરવો જોઈએ અથવા તો અન્ય લોકોને માફ કરવા જેવી આદત પાડવી જોઈએ અને પોતાની ભુલો સ્વીકાર કરવાની રહેશે.

 

રાત્રે ૧ થી ૩ વાગ્યાની વચ્ચે ઊંઘ ઊડી જવી

જો રાત્રે ૧ થી ૩ વાગ્યાની વચ્ચે તમારી ઊંઘ ઊડી જતી હોય અથવા તો આ સમયે તમને ઊંઘ ન આવતી હોય તો તમારું લીવર કમજોર હોવાના સંકેત છે. આ સમય દરમ્યાન તમારી ઊંઘ ઉડાવી તમારા ગુસ્સાવાળા સ્વભાવ તરફ ઇશારો કરે છે. તેનાથી બચવા માટે ઠંડું પાણી પીવો અને ધ્યાન કરવાની જરૂરિયાત છે. પછી તમને જોવા મળશે કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પરત ફરવા લાગશે.

 

રાત્રે ૩ થી પ વાગ્યાની વચ્ચે ઊંઘ ઊડી જવી

જો તમારી ઊંઘ રાત્રે ૩ થી પ વાગ્યાની વચ્ચે અવારનવાર ઉડી જાય છે, તો તે સંકેત છે જેના અનુસાર એક નેગેટિવ એનર્જી તમારો સંપર્ક કરવા માંગે છે. આ એનર્જી તમને હંમેશા જાગૃત રહેવાનો સંકેત આપે છે. હકીકતમાં આ સમય દરમિયાન ઊંઘ ઊડી જવી તમારા દુઃખી મન તરફ ઇશારો કરે છે અને ફેફસા સાથે જોડાયેલી સમસ્યા પણ દર્શાવે છે. અમારી પાસે તમારી આ ચિંતાનું પણ સમાધાન છે. તમારે બ્રીધિંગ એક્સરસાઈઝ શરૂ કરી દેવી જોઈએ તે તમારા ફેફસા અને મનને શાંતિ આપશે.

 

સવારે ૫ થી ૭ વાગ્યાની વચ્ચે ઊંઘ ઉડાવી

જો તમારી ઊંઘ દરરોજ પ થી ૭ વાગ્યાની વચ્ચે ઊડી જતી હોય તો આ આદત દર્શાવે છે કે તમે ઇમોશનલી ખુબ જ કમજોર છો. આવું એટલા માટે કારણ કે આ સમયે તમારી એનર્જીનો ફ્લો ખુબ જ વધારે હોય છે. આ સમયે તમે સૌથી વધારે એક્ટિવ હોવ છો, પરંતુ જો આ સમસ્યાનો ઈલાજ પણ રહેલ છે. તેમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તમારી મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *