શું તમારી અંદર પણ છે આ ૫ આદતો, તો તમારું નામ પણ હનુમાનજી ના સચ્ચા ભક્ત માં સામેલ થાય છે.

Posted by

હનુમાનજીની ગણતરી એવા દેવતાઓમાં થાય છે, જેમને અમર રહેવાનું વરદાન પ્રાપ્ત છે. એ જ કારણ છે કે હનુમાનજી ભક્તોની પ્રાર્થના ખૂબ જલ્દી સાંભળી લેતા હોય છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરી દે છે, એના બધા સંકટ દૂર થઈ જાય છે. તેવામાં દરેક વ્યક્તિ તેમના ફેવરિટ ભક્ત બનવાની કોશિશ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એક સાચો હનુમાન ભક્ત કોણ હોય છે અને તેમાં શું-શું ખૂબી હોય છે. આજે અમે તમને તેના વિશે વિસ્તારથી જણાવીશું. જો તમે પણ આ આદતો અપનાવી લેશો, તો એક સાચા હનુમાન ભક્ત બની જશો. આ પ્રકારના ભક્તોથી હનુમાનજી ખૂબ જ જલદી પ્રસન્ન થાય છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણી લઈએ કે તે આજ તો કઈ કઈ છે.

નિયમિત હનુમાન ચાલીસાના પાઠ

એક સાચો હનુમાન ભક્ત તે બરાબર જાણતો હોય છે કે પ્રત્યેક શનિવાર અને મંગળવારના હનુમાન ચાલીસાના પાઠ વાંચવાનું શું મહત્વ હોય છે. હનુમાન ચાલીસાના પાઠ તમારી વાતને હનુમાનજી સુધી પહોંચાડવા માટેનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે. સાથોસાથ નિયમિત હનુમાન ચાલીસા વાંચવાથી તમારું મન સકારાત્મક રહે છે.

 

સવાર સાંજ પૂજા

જો તમે એક સાચા હનુમાન ભક્ત છો, તો સવારે અને સાંજે દરરોજ હનુમાનજીને હાથ જોડીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. સાથોસાથ તેમની સામે તેલનો દીવો પણ કરવો જોઈએ અથવા અગરબત્તી પ્રગટાવી જોઈએ. એક સાચો હનુમાન ભક્ત હનુમાનજીને યાદ કરવા માટે શનિવારે અથવા મંગળવાર ની રાહ જોતો નથી, પરંતુ દરરોજ સવારે અને સાંજે પોતાની સેવા આપે છે.

 

મહિલાઓનું સન્માન

એક હનુમાન ભક્ત ક્યારેય પણ મહિલાઓની સાથે કોઈ અપમાન કરતો નથી. તેમના પર હિંસા કરવાનું તો વિચારી પણ શકતો નથી. તેઓ હંમેશા પરસ્ત્રીને પોતાની બહેન અથવા માં સમજે છે. તેમની સાથે હંમેશા સારો વ્યવહાર કરે છે. હનુમાનજી સ્વયં માતા સીતાને આદર અને સન્માન આપતા હતા.

 

દાન ધર્મ

એક હનુમાન ભક્ત દાન કરવાથી ક્યારેય પાછળ હટતો નથી. દાનનો મતલબ એવો નથી કે ઘણા બધા પૈસા આપવા. તમે પોતાની આર્થિક સ્થિતિ અનુસાર કંઈ પણ દાન કરી શકો છો. આ દાન મંદિરમાં અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે હોઈ શકે છે. બસ દાન કરતા સમયે તમારું મન ચોખ્ખું હોવું જોઈએ. એવું ન બને કે મન મારીને તમે મજબૂરીમાં દાન-ધર્મ કરો, તેનાથી તમને કોઇ લાભ મળશે નહીં.

 

અન્ય લોકોની સહાયતા

એક હનુમાન ભક્ત અન્ય લોકોની સહાયતા માટે હંમેશા તત્પર રહેશે. ખાસ કરીને જ્યારે મહિલા બાળક અથવા વૃદ્ધ વ્યક્તિને મદદની જરૂરિયાત હોય છે. જરૂરિયાતમંદ લોકોની સહાયતા કરવી એક સાચા હનુમાનભક્તની નિશાની છે.

 

તે સિવાય ઈમાનદાર રહેવું, અન્ય વ્યક્તિને દગો આપવો નહીં અને કોઈ પણ ખોટું કામ કરવું નહીં, જેનાથી અન્ય લોકોને દુઃખ પહોંચે આ પણ હનુમાનભક્ત હોવાના ગુણ છે. એટલા માટે જો તમે હનુમાનજીનાં ફેવરિટ ભક્ત બનવા માંગો છો, તો તમારે આ ગુણો અથવા આદતોને અપનાવવાની કોશિશ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *