હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે જે ઘરની અંદર તુલસીનો છોડ હોય છે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર થઈ જાય છે અને ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર જળવાઈ રહે છે. તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખુબ જ મહત્વ બતાવવામાં આવેલ છે. આ પવિત્ર છોડ હોવાથી ખુબ જ શુભ માનવામાં આવે છે. તે સિવાય તુલસીનાં છોડ નો ઉપયોગ ઘણાં ઔષધિય ફાયદા માં પણ કરવામાં આવે છે.
તુલસીનાં છોડનાં એક નહીં પરંતુ ઘણા ફાયદા હોય છે. આ છોડ અઢળક સકારાત્મક ઊર્જા આપે છે. તુલસી ના છોડનાં ફાયદા જાણીને હવે મોટાભાગના ઘરમાં આ છોડ જોવા મળી રહેલ છે. તુલસીનાં છોડનાં પાન તોડીને દવાના રૂપમાં તેનો ઉપયોગ કરી શકાય છે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ લગાવેલો છે, તો અમુક જરૂરી વાતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. જો તમે તુલસીના છોડનો અનાદર કરશો, તો તેના લીધે તમારા જીવનમાં ઘણી બધી પરેશાનીઓ વધી શકે છે.
તુલસીનો છોડ ઘરમાં હોય તો આ જરૂરી વાતોનું રાખો ધ્યાન
જો તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવેલો હોય તો તમારે દરરોજ સવારે તેમાં જળ અર્પિત કરવું જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ.
તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે રવિવાર, અમાસ, એકાદશી ના દિવસે ભુલથી પણ તુલસીના પાન તોડવા નહીં અને તેને જ અર્પિત કરવું નહીં. આ દિવસોમાં તુલસીથી ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે અને જળ ચઢાવવાથી વ્રત તુટી જાય છે. તમારે સાંજના સમયે તુલસીના પાન તોડવા નહીં, કારણ કે આવું અશુભ માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે તુલસીના છોડની ઉંમર સામાન્ય રીતે ૨ થી ૪ વર્ષની હોય છે. જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને આમતેમ ફેંકવો નહીં, પરંતુ સુકાયેલા તુલસીના છોડને તમારે કોઇ નદીમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. જો તમે તુલસીનો સુકાઈ ગયેલો છોડ ઘરમાં રાખો છો, તો તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે.
જો તમે ભગવાન વિષ્ણુજી, કૃષ્ણજી અને મહાબલિ હનુમાનજીની પુજા કરો છો તો આ દરમિયાન તેમને તુલસીના પાન જરૂરથી અર્પિત કરવા જોઈએ. જો તમે આવું કરો છો તો ભગવાન પ્રસન્ન થઈને તેમને ખુબ જ જલ્દી શુભ ફળ આપશે.
તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તુલસીના પાનને ક્યારેય પણ નખથી તોડવા નહીં, પરંતુ આંગળીથી હળવા હાથે તોડવા. જેથી જ તુલસીના છોડને નુકસાન ન પહોંચે.
તમારે તે વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે ગ્રહણ દરમ્યાન તુલસીનાં પાન ભુલથી પણ તોડવા જોઈએ નહીં અને ગ્રહણ દરમ્યાન તુલસીના છોડને સ્પર્શ કરવો નહીં. કારણકે તે અશુભ માનવામાં આવે છે. ગ્રહણનાં સમય દરમ્યાન ભોજન અને પાણીમાં તુલસીના પાન જો ઉમેરવા હોય તો તેના માટે તમારે પહેલાથી જ પાન તોડીને રાખી લેવા જોઈએ. પરંતુ ભુલથી પણ ગ્રહણ દરમિયાન તુલસીનાં પાન તોડવા નહીં.