શનિદેવ એટલે ન્યાયના દેવતા અને આ રહી તેમની પ્રિય રાશિ, રાતોરાત બની શકે છે ધનવાન

Posted by

જ્યોતિષ અને નવ ગ્રહોમાં શનિને એક પ્રમુખ સ્થાન આપવામાં આવેલું છે. તેઓને ન્યાયના દેવતા અને કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ જેમના પર પ્રસન્ન થાય છે તેમને રંક માંથી રાજા બનાવી દે છે. તેનાથી વિરુદ્ધ શનિદેવની ક્રૂર દૃષ્ટિ જેમના પર પડે છે તે વ્યક્તિની મુસીબત વધવા લાગે છે. એવું પણ માનવામાં આવે છે કે તેઓ આપણા જીવનમાં આપણા કર્મો પ્રમાણે ફળ આપે છે.

જણાવી દઈએ કે ગરીબોની સેવા કરવા વાળા લોકો પર અને કર્મનિષ્ઠ લોકો પર શનિદેવની હંમેશા શુભ દ્રષ્ટિ રહે છે. શનિદેવની અશુભ દ્રષ્ટિથી બચવા માટે લોકો ઘણા ઉપાય કરે છે. શનિદેવને લઈને ઘણી ખોટી ધારણાઓ પણ લોકોમાં ફેલાયેલી છે. શનિદેવ એટલા ખરાબ પણ નથી જેટલા પ્રસારિત કરવામાં આવે છે. સાચું તો એ છે કે શનિદેવ ન્યાયાધીશ છે અને જેવા આપણે કર્મ કરીએ છીએ તે મૂજબ ફળ આપે છે. સારા કર્મ કરવા વાળા લોકોએ શનિદેવના નામથી ચિંતિત અથવા ભયભીત થવાની જરૂર નથી. માટે જો તમે શનિદેવ ને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો તમારે હંમેશા સારા કર્મો કરવા જોઈએ.

શનિદેવ ખૂબ જ ધીરે ધીરે ચાલતા ગ્રહ છે. શનિનું ગોચર, શનિની સાડાસાતી અને શનિની મહાદશા જીવનમાં ઘણા પરિવર્તન લાવે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. અત્યારે શનિ મકર રાશિમાં છે અને વર્ષ ૨૦૨૧ દરમિયાન તેઓ મકર રાશિમાં જ રહેશે. જણાવી દઈએ કે ૧૨ રાશિઓ માંથી ૩ રાશિઓ પર શનિદેવ હમેશાં મહેરબાન રહે છે. આ રાશિઓ શનિદેવની કૃપાને પાત્ર હોય છે. સંયોગની વાત એ છે કે આ ત્રણમાંથી બે રાશિઓ પર અત્યારે શનિની સાડાસાતી ચાલી રહી છે અને એક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. તો ચાલો જાણીએ એ રાશિઓ વિશે.

તુલા રાશિ

તુલા રાશી એ ભાગ્યશાળી રાશિ છે જેના સ્વામી શુક્ર છે અને શનિદેવ રાશિમાં ઉચ્ચ હોય છે. તુલા રાશિના લોકો પર હંમેશા શનિની શુભ દૃષ્ટિ બની રહે છે. તુલા રાશિના લોકો વિનમ્ર સ્વભાવના હોય છે. તેઓ વિવાદથી દૂર રહે છે અને જીવનમાં બેલેન્સ બનાવીને ચાલે છે. તુલા રાશિના લોકો મહેનતુ અને પ્રામાણિક હોય છે. એવું કહેવામાં આવે છે કે જો આ રાશિના લોકો મહેનત કરે અને ગરીબોની સહાય કરે તો તેમને સફળતા જરૂરથી મળે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો પર પણ શનિદેવ મહેરબાન હોય છે. શનિદેવ કુંભ રાશિના સ્વામી છે. આ રાશિના લોકોને શની હંમેશા મહેનતનું ફળ આપે છે. તેઓના થોડા પ્રયત્નથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. એવું કહેવામાં આવે છે કે કુંભ રાશિના જાતકો ખૂબ જ સીધા અને શાંત સ્વભાવના હોય છે. તેઓ ક્યારેય કોઈને દગો આપતા નથી. ન્યાયપ્રિય શનિ દેવતા આ કારણથી જ આ રાશિના લોકો પર શુભ દૃષ્ટિ રાખે છે. કુંભ રાશિના લોકોને ખૂબ જ માનવીય અને પરોપકારી હોય છે. આ લોકો સમાજની ભલાઈ માટે કંઈપણ કરી શકે છે. એટલા માટે શનિદેવને આ રાશિ પસંદ હોય છે.

મકર રાશિ

મકર રાશિ શનિદેવની પોતાની રાશિ છે. આ રાશિના લોકો પર શનિદેવની સારી નજર હોય છે. શનિદેવ આ રાશિના લોકોને હંમેશાં સારા કાર્યનું ફળ આપે છે. તેઓના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહે છે. મકર રાશિના લોકો ગંભીર અને સહનશીલ હોય છે. આ લોકો મનથી વિપરીત કંઇ પણ કરતા નથી. જો શનિ દેવ શુભ સ્થિતિમાં હોય તો મકર રાશિ વાળા લોકો માટે અત્યંત ઉત્કૃષ્ટ સમય રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *