દરેક વ્યક્તિ જીવનમાં સફળતાનાં શિખર સુધી પહોંચવાનું વિચારતો હોય છે અને તેના માટે મહેનત પણ કરે છે, પરંતુ નસીબ હંમેશા તેનો સાથ આપતું નથી. વ્યક્તિ ત્યારે નિરાશ થઇ જાય છે, જ્યારે તેની સાથે રહેલો વ્યક્તિ સફળ થાય છે અને તેને પોતાની મહેનતનું ફળ મળતું નથી. જોકે આ બધું ઠીક છે, પરંતુ તમારે નિરાશ થવાની જરૂરિયાત નથી. અમે અહીં તમારા માટે ૩ એવા મંત્ર લઇને આવ્યા છીએ, જે તમને મહેનત કર્યા બાદ સફળ બનાવવામાં મદદ કરશે.
પહેલો મંત્ર
પહેલો મંત્ર તમારે સવારે ઊઠીને તુરંત પથારી પર બોલવાનો રહેશે. તમારે આ મંત્રનો જપ પોતાના હાથને પુસ્તકની જેમ ખોલીને કરવાનો રહેશે. આ મંત્રનો દરરોજ જાપ કરવાથી તમને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે અને જીવનમાં સુખ શાંતિ હંમેશાં જળવાઇ રહેશે
શ્લોક : कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती । करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम ॥
બીજો મંત્ર
જે વ્યક્તિ આ મંત્રનો જાપ દરરોજ કરે છે, તે હંમેશા પ્રસન્ન રહે છે. તેના અટવાયેલા કાર્ય પણ ખુબ જ ઝડપથી પુર્ણ થવા લાગશે. થોડા દિવસો સુધી આ મંત્રનો જાપ કરવાથી તમને બદલાવ અવશ્ય નજર આવશે. જોકે આ મંત્રને યોગ્ય સમયે કરવો જોઈએ. તેને કોઈ પણ સમયે કરી શકાય નહીં. આ મંત્ર નો જાપ સવારે કરવાથી જ તેની અસર થાય છે.
શ્લોક : मंगलम भगवान विष्णु मंगलम गरुणध्वजः | मगलम पुण्डरी काक्षः मंगलाय तनो हरि ||
ત્રીજો મંત્ર
સફળતા મેળવવા માટે દરરોજ સવારે તમારે આ ત્રીજા મંત્રનો જાપ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ સફળતા મેળવવા માટે ગુરુના સાથ ની જરૂરિયાત હોય છે. જ્યારે કોઈ આ વ્યક્તિ મંત્રનો જાપ કરે છે તો તે પોતાના ગુરુઓને નમન કરે છે અને આવનારા દિવસો માટે જીવન નું કાર્ય કરે છે. તેનું નિયમિત જાપ કરવાથી તમને નિશ્ચિત પરિવર્તન જોવા મળશે.
શ્લોક : गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः