વૃષિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા લોકોએ તેના વેપાર ધંધામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરના કામમાં તમે વધારે પડતા વ્યસ્ત રહેશો. માતા-પિતા સાથે કોઈ શુભ કામમાં ભાગ લેવાનો ચાન્સ મળશે. તમારો વેપાર-ધંધો સારો ચાલશે પરંતુ આ સમયગાળામાં તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા નહીં. કેટલાક લોકો તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરશે, માટે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ. સમાજમાં નવા નવા લોકો સાથે ઓળખાણ થઈ શકે છે, જેનો આગળ જતાં તમને લાભ મળશે.
ધન રાશિ
ધન રાશિ વાળા લોકોનો આવનારો સમય મિશ્ર રહેવાનો છે. તમે તમારા બધા જરૂરી કામ પૂરા કરીને તમારા પરિવાર સાથે વધારેમાં વધારે સમય પસાર કરી શકશો. તમારી વિચારધારા સકારાત્મક રહશે. અચાનક કોઈ બાબતને લઈને તમે ભાવુક થઇ શકો છો, માટે ભાવનાઓમાં વહીને કોઈ પણ નિર્ણય લેવો નહીં. બિન જરૂરી ખર્ચાઓને કાબૂમાં રાખશો તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારી પારિવારિક સંપત્તિ મળવાની પ્રબળ સંભાવના બની રહી છે. જેમાં તમને તમારી માતાનો વિશેષ સહયોગ મળી રહેશે.
મકર રાશિ
મકર રાશિના લોકોને કોઈ વાત વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા ભાગ્યનો સાથ ન મળવાને લીધે તમારે વધારે મહેનત કરવી પડશે. કેટલાક અટકી પડેલા કામ પૂરા થઈ શકે છે. જો તમે કોઈને પૈસા ઉધાર આપેલાં હશે તો તે તમને પાછા મળશે. તમારું પારિવારિક જીવન પ્રેમથી ભરેલું રહેશે. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે.
વૃષભ રાશિ
આવનારો સમય તમારા માટે મિશ્ર ફળ આપનારો રહેશે. તમે ખૂબ જ વ્યસ્ત રહેશો, તેમજ તમારે ભાગદોડ પણ કરવી પડશે. તમારી નિર્ણય લેવાની શક્તિથી તમને લાભ મળી શકશે. વેપાર-ધંધામાં તમારા કોઈ કામ અટકેલા હશે તો તે પૂરા થઈ શકશે. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા ઇચ્છતા હોય તો તેના માટે આવનારો સમય અનુકૂળ છે. તેમજ તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે, અને આગળ જતાં તમે એનો લાભ ઉઠાવી શકશો.
મિથુન રાશિ
જો તમે કોઇ શારીરિક રોગથી પીડાઇ રહ્યા હોય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી. રાજનીતિ સાથે જોડાયેલા લોકોના પ્રશંસકોની સંખ્યામાં વધારો થઈ શકશે. પરંતુ સામાજિક ક્રિયાઓ માટે પૈસા ખર્ચ થઈ શકે છે. સંતાન પક્ષથી આજે તમને સુખદ સમાચાર સાંભળવા મળશે. આવનારા સમયમાં ગાવા વગાડવામાં અને સંગીતમાં તમને રસ રહેશે.
કર્ક રાશિ
તમારા માતા પિતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારા ભાઈ બહેનોના સહયોગથી તમારી. તમારા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. તમારી શાન અને મોભા માટે પૈસા ખર્ચો થશે, એ જોઈને તમારા દુશ્મનો પરેશાન રહેશે. તમારા સંતાનોનું ભવિષ્ય મજબૂત થવાથી, તમારો તેના પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ વધારે મજબૂત બની જશે, જેનાથી તમને એના ભવિષ્યની ચિંતા નહીં રહે.
સિંહ રાશિ
જો તમને કોઈ આંખ સાથે જોડાયેલી મુશ્કેલી હોય, તો તેમાં સુધારો લાવવાની જરૂરિયાત છે. નહીંતર આગળ જતા એ મુશ્કેલી તમને વધારે પરેશાન કરી શકશે. જો તમારે કોઈ કર્જ લેવો પડે તો તમારે તેનાથી બચવું પડશે નહીતર તમને નુકસાન થવાની સંભાવના છે. તમારા પરિવારમાં થોડો તણાવ રહેશે, પરંતુ ધીમે-ધીમે તમે તમારી બધી સમસ્યાઓને હલ કરી શકશો. જેનાથી તમે ખુશ રહેશો. જો તમને કોઈ મુશ્કેલી હોય તો તેમાં આવનારા સમયમાં સુધારો થઇ શકે છે.