આજનું રાશિફળ ૭ ડિસેમ્બર :જો આજનો દિવસ આ રાશી માટે ભાગ્યશાળી છે, ગણેશજીની કૃપાથી તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળી શકે છે.

Posted by

મેષ રાશિ

આજે પૈસા ના પ્રવાહને લઈને ચિંતા રહેશે. સાંસારિક સુખમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેશે. વ્યવસાયિક અને ખાસ કરીને નાના વેપારીઓને આજે પોતાના કર્મચારીઓને લઈને અમુક પરેશાની નો સામનો કરવો પડી શકે છે. આજે તમે પરિવારજનોની નાની ભુલને માફ કરશો, જેનાથી મન પ્રસન્ન રહેશે. તમે પોતાના સાથેની સહાનુભુતિ મેળવવામાં સફળ રહેશો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પરિવારજનોને સુખદ સરપ્રાઈઝ આપી શકો છો.

 

વૃષભ રાશિ

આજે તમે પોતાના સાહસના બળ ઉપર સંપત્તિ અને સફળતા પ્રાપ્ત કરશો. આજે જીવન સાથેની સાથે સારો તાલમેલ જળવાઈ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં આજે તમને થોડો થાક મહેસુસ થશે. પરંતુ થોડા સમય બાદ આરામ કરવાથી બધું સારું થઈ જશે. યોગ્ય રહેશે કે આજે તમે ઓફિસમાં કોઈ કામ કરવામાં ઉતાવળ ન કરો. જુના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. આજે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશનની સાથે કોઈ સારા સમાચાર મળી શકે છે.

 

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકો ને પરીક્ષા અથવા પ્રતિયોગિતામાં નિયમિત અધ્યયનમાં સારી સફળતા મળશે. નવા લોકો સાથે મુલાકાત ભવિષ્ય માટે લાભદાયક રહેશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા કોઈ મિત્ર તમને મળવા પોતાના પરિવારની સાથે તમારા ઘરે આવશે. કોઈપણ કોન્ટ્રાક્ટ સાઇન કરતા પહેલા યોગ્ય રીતે વિચાર કરી લેવો. ઓફિસના કોઈ કામમાં આવી રહેલી અડચણ આજે ખતમ થઈ શકે છે.

 

કર્ક રાશિ

આજે કોઈપણ નવું કામ કરતા પહેલા પોતાના વડીલોની સલાહ જરૂર લેવી. વિદ્યાર્થીઓને આજે કોઈ નવી ચીજ શીખવા મળશે. બીજા લોકોની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. નવા મિત્રો સાથે મુલાકાત તમને ફાયદો અપાવશે. પારિવારિક વાતાવરણ સારું જાળવી રાખવા માટે ચિંતન કરવું પડશે. દાંપત્યજીવનમાં સારો તાલમેળ જળવાઈ રહેવાની સંભાવના છે. દરરોજની ગતિવિધિઓ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો અને સકારાત્મક વાતચીત સ્થાપિત કરવા માટે પગલા ઉઠાવો.

 

સિંહ રાશિ

બીજાની નકલ અને બુરાઈ કરવાથી બચવું જોઈએ. દરરોજની અપેક્ષામાં આજે વેપારીઓને મોટો ફાયદો થવાના યોગ છે. વ્યવસાયમાં આવી રહેલી અડચણ આજે દુર થશે. આજે તમને કોઈ મામલામાં મોટો નિર્ણય લેવો પડી શકે છે. આજે કોઈ રાજકીય નેતા સાથે મુલાકાત થઈ શકે છે. એટલા માટે માનસિક રૂપથી તૈયાર રહો. વર્તમાન સમયમાં ઘણા કાર્યોની રૂપરેખા બનશે. તમારે પોતાના શબ્દોની પસંદગી પ્રત્યે અતિ સાવધાન રહેવું જોઈએ. કારણ કે તેનાથી સંબંધો બગડી શકે છે.

 

કન્યા રાશિ

આજે તમારે દરેક કાર્ય સમજી વિચારીને કરવું. તમને પોતાના મિત્રોનો સહયોગ સમય સમય પર મળતો રહેશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારી તથા બોસ કાર્ય પ્રત્યે ઈમાનદારી અને નિષ્ઠાની પ્રશંસા કરશે. વેપારને ઊંચાઈઓ સુધી લઈ જવા માટે પ્લાનિંગ કરવાનો યોગ્ય સમય છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. વ્યવસાયમાં નાની ભુલથી નુકસાન થઈ શકે છે. તમને વિદેશી સંપર્કોથી આર્થિક લાભ મળી શકે છે. નકામી ભાગદોડ કરવાથી બચવું.

 

તુલા રાશિ

જુના કામ પુર્ણ કરવા અને નવા કામને આગળ વધારવા માટે સમય સારો છે. યુવાનો માટે અહંકાર વિવાદનું કારણ બની શકે છે, એટલા માટે આવી સ્થિતિ ઊભી થાય તો શાંત રહેવું જોઈએ. સ્વાસ્થ્યમાં નાની મોટી બીમારીને લઈને એલર્ટ રહેવાની આવશ્યકતા છે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. વેપારમાં પણ સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યની બાબતમાં તમે તંદુરસ્ત રહેશો. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે ખર્ચ વધારે રહેશે.

 

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા જીવનમાં નવો રોમાન્સ અને તાજગી લઈને આવશે અને તમને ખુશમિજાજ રાખશે. આજના દિવસે વેપારમાં પ્રમોશનના દ્વાર ખુલશે. સાથોસાથ નવી નોકરી ની તલાશ કરી રહેલા લોકોને સંપર્કથી લાભ થશે. વળી નોકરી સાથે જોડાયેલા લોકોને ઉચ્ચપદ પ્રાપ્ત થવાની સંભાવના છે. વ્યવસાયક રૂપથી દિવસ શુભ છે. વેપારીઓ પોતાના ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત કરી શકે છે. તમે પરિવારજનોની અપેક્ષા ઉપર ખરા ઉતરશો.

 

ધન રાશિ

સામાજિક કાર્યમાં તમે પોતાને યોગદાન આપશો. આજે સામાજિક સ્તર ઉપર તમે સંયમિત રહીને વાતચીત કરશો, એટલા માટે લોકો તમારા પ્રત્યે આકર્ષિત થઈ શકે છે. કોઈ પારિવારિક સદસ્યનું સ્વાસ્થ્ય તમારી ચિંતા નું મુખ્ય કારણ બની શકે છે. જીવનસાથીની સાથે સારો સમય પસાર કરી શકો છો. સમયનો સદ ઉપયોગ કરો. આળસમાં પોતાનો સમય નષ્ટ કરવો નહીં. ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહી શકો છો. જો તમે સરકારી અધિકારી છો તો તમારી બદલી થવાના યોગ બની રહ્યા છે.

 

મકર રાશિ

મિત્રો સાથે મુલાકાત થવાથી આનંદ થશે. તેમની સાથે પર્યટન ઉપર જવાનું આયોજન પણ થઈ શકે છે. પારિવારિક જીવનમાં તમને સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સુખદ રહેશે. શિક્ષા ના ક્ષેત્રમાં ઇચ્છિત ફળ પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો સાથે તમારી મુલાકાત ક્યારેક ક્યારેક થતી હતી તેમની સાથે વાતચીત અને સંપર્ક કરવાનો અવસર મળશે. તમારી મહેનત પણ રંગ લાવશે. ઘરમાં સુખ સુવિધાઓ સાથે જોડાયેલ નવો સામાન ખરીદવાની પણ સંભાવના છે.

 

કુંભ રાશિ

સંગીત અને કળા પ્રત્યે તમારી રુચિ વધી શકે છે. મનમાં અરુચિ ઉત્પન્ન થશે. દુરની યાત્રા કરવાથી બચવું. તેનાથી નુકસાની થઈ શકે છે. પિતાની સાથે કોઈ વાતને લઈને મતભેદ થયેલો હોય તો આજે તે દુર થઈ શકે છે. પિતૃક વેપારથી તમને લાભ મળવાની સંભાવના છે. પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પ્રયત્ન કરશો તો સફળતા મળવાની પુરી ગેરંટી છે. સંબંધીઓ સાથે મુલાકાત કરવા માટે સમય સારો છે. અવિવાહિત લોકો માટે વિવાહનો સારો પ્રસ્તાવ આવી શકે છે.

 

મીન રાશિ

આજે નોકરી કરવા માંગતા લોકોને સફળતા મેળવવા માટે વધારે પ્રયાસ કરવા પડશે. પોતાનો સમય સકારાત્મક ચીજોમાં પસાર કરો. સફળતા અવશ્ય મળશે. આજે કાર્યક્ષેત્રમાં આવશ્યકતાથી વધારે કાર્ય કરવા પડી શકે છે. અમુક લોકો એ કામની બાબતમાં લાંબા અંતરની યાત્રા કરવી પડી શકે છે. તમને મનોરંજનના અવસર પ્રાપ્ત થશે. વેપારની બાબતમાં તમે અન્ય લોકોથી પાછળ રહી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *