રાશિફળ ૪ ડીસેમ્બર ૨૦૨૨, આ રાશીનું ભાગ્ય ચમકશે હીરાની જેમ, સાંજના સમયે મળશે વિશેષ લાભ

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોને કામના ક્ષેત્રે રહેલી બાધાઓથી છુટકારો મળશે. તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાનો ચાન્સ મળશે. ખર્ચોઓમાં ઘટાડો આવશે અને આવકમાં વધારો થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. પ્રેમ જીવનમાં સફળતા મળશે. આર્થિક ચિંતાને લીધે તમારા મનમાં અસંતોષ રહેશે. વિદેશ જવાનું મન થશે. કામના ક્ષેત્રે તમારે સક્રિયતા વધારવી પડશે. જરૂરી કામ માટેની યોજના બની શકે છે.

વૃષભ રાશી

વૃષભ રાશિવાળા લોકોએ બિનજરૂરી ખર્ચાઓથી બચવું. તમારી કીમતી વસ્તુઓ ને સારી રીતે સાચવીને રાખવી. તમારી કિંમતી વસ્તુ ખોવાઈ અથવા તો ચોરી થઇ જવાની સંભાવના છે. વાણી ઉપર સંયમ રાખવો. અધિકારીઓ સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખવું. થાક અને માનસિક પરેશાની રહેશે. કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેને નજર અંદાજ ન કરવી. વેપારી લોકોએ પોતાના વેપારના સ્થાને ક્રોધ ન કરવો. વાદ વિવાદ થવાની આશંકા રહેલી છે. કામમાં મન નહીં લાગવાથી મુશ્કેલી વધી શકે છે. આરોગ્યની બાબતમાં દિવસ સારો રહેશે.

મિથુન રાશિ

આજે તમે તમારી કાર્યક્ષમતાથી ઘણા બધા લોકોને પ્રભાવિત કરશો. દૂર રહેનારા સંબંધીઓ સાથે સંપર્ક વધી શકે છે. આરોગ્યની બાબતે ધ્યાન રાખવું પડશે. સાંજ સુધીમા શરીરમાં થાક અને સુસ્તી રહી શકે છે. ધનલાભ થવા થી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમે કારોબારમાં લાભ અને નોકરીમાં પ્રશંસા મેળવી શકો છો. આજે તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. નોકરીમાં સ્થળ બદલવા ની સંભાવના રહેલી છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવક અને જાવક માં ગતિશીલતા બની રહેશે.

કર્ક રાશિ

આજે તમે કોઇ ધાર્મિક ગતિવિધિમાં હાજરી આપી શકો છો. તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. પ્રેમ સંબંધમાં એકબીજા વચ્ચે તાલમેલ અને સહયોગ બની રહેશે. ટૂંકા રૂટની યાત્રા કરી શકો છો. બાળકોના આરોગ્યને લઇને ચિંતા થઈ શકે છે. પરિવાર સાથે જોડાયેલા કામને આજે પ્રાથમિકતા આપવી. જો કોઈ કાર્ય અટકેલા હોય તો તેને આજે પૂરા કરવા. ઘરની પર્સનલ વાતોને કોઈ સાથે શેર ન કરવી. પોતાના સંતાનો તરફથી અથવા તો સસરાપક્ષ ના લોકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કામના ક્ષેત્ર કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

સિંહ રાશી

કારકિર્દીની બાબતે આજનો દિવસ તમારા માટે કેટલાક સકારાત્મક પરિણામોને લઇને આવશે. તમે જેટલી મહેનત કરશો એટલું વધારે ભાગ્ય તમારો સાથ આપશે. ભાઈ-બહેનો સાથે સહયોગ મળશે. સામાજિક ક્ષેત્રે પ્રભાવ અને પ્રતિષ્ઠા મળશે. તમારી ઓફિસના કામમાં ખર્ચા થવાની ખૂબ જ સંભાવના છે. સંપત્તિને લઈને જો કોઈ વાદવિવાદ ચાલી રહ્યા હોય તો એ દિશામાં કોઈ સારા સમાચાર મળી શકશે. જીવનસાથીના આરોગ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે.

કન્યા રાશિ

આજે ધનલાભ થવાના યોગ છે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળશે. પ્રગતિના માર્ગમાં રહેલી અડચણો દુર થઇ જશે. તમારા દુશ્મનો આજે તમને દેખીતી અથવા તો અણદેખીતી રીતે નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. દુર્ઘટના થવાની આશંકા રહેલી છે. ભરોસાને લાયક મિત્રોનો સાથ મળશે. માનસિક તણાવ રહી શકે છે. તમારા ઘરે કોઈ માંગલિક કામનું આયોજન થઇ શકે છે. મિત્રોની મદદથી કામ થઈ શકે છે. કારકિર્દીના ક્ષેત્રે આવેલી અડચણો પોતાની રીતે જ દૂર થઈ જશે.

તુલા રાશિ

આજે મિત્રો સાથે યાત્રાનો યોગ છે. તમારા પાર્ટનર સાથે સંબંધો સોહાર્દ પૂર્ણ બનશે. બાળકો તરફથી ખુશીઓ મળશે. આજે તમે ધર્મ કર્મના કામ કરી શકો છો. કોઈ જગ્યાએથી તમને એવો લાભ મળી શકે છે જેને મેળવીને તમે ખુશ થઈ જશો. પાર્ટનર સાથે સારો તાલમેલ રાખવો પડશે. બંને વચ્ચે કોઈ પણ વાત છુપાયેલી ન હોવી જોઈએ. વેપાર-ધંધા માટે કોઈ નવો નિર્ણય કરી શકો છો. તમારા પરિશ્રમ પ્રમાણે તમને ફળ મળશે તેમ જ મનોવાંછિત સફળતા મળશે.

વૃશ્ચિક રાશી

આજે તમારે પારિવારિક સમસ્યા દૂર થઈ જશે. પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરી શકશો. પરિવારમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તમારા ભાઈ બહેન ને કોઈ મુશ્કેલી રહી શકે છે. તમે તમારા દુશ્મનો ઉપર વિજય મેળવી શકશો. કોઈ જગ્યાએ બહાર જવાનું થઈ શકે છે. આંખોની સંભાળ રાખવાની જરૂર છે, જે લોકો એ હમણાં આ સમયમાં આંખોનું ઓપરેશન કરાવેલું હોય એ લોકો એ વધારે સાવધાની રાખવાની જરૂર છે. આજે વાહન તેમજ બીજી કોઈ વસ્તુ ના ઉપયોગમાં બેદરકારી રાખવી નહીં.

ધન રાશિ

આજે તમારી મહેનતને રંગ લાવવામાં સમય લાગશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ અનુકૂળ નથી. તમારા પ્રિય વ્યક્તિને મનાવવામાં કોઈ પણ કચાસ રાખી નહીં. મારા સંતાનો તમને કોઈ મહત્વની વાત માટે સલાહ આપશે. તમારા પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજ ઊભી કરી શકો છો. ટીમ વર્ક અને જવાબદારીઓથી ભરેલો દિવસ રહેશે, જે તમને શુભ ફળ આપશે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળશે. તમારા કામના ક્ષેત્રે પરિવર્તન થવાની સંભાવના છે.

મકર રાશિ

આજે તમારી કોઈ ખોવાયેલી વસ્તુ પાછી મળવાની શક્યતા છે. ખર્ચમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં તણાવ રહેશે તેમજ જીવનસાથી આરોગ્ય પણ તમને ચિંતિત બનાવી શકે છે. વિદ્યાર્થીઓને તેના અભ્યાસમાં ધ્યાન આપવું મુશ્કેલ બનશે. કોઈપણ વ્યક્તિ સાથે ગુસ્સાથી વાત ન કરવી. આજે તમે તમારા ભાઈ વડીલો તેને નારાજ કરી શકો છો. કામની બાબતમાં તમને સફળતા મળશે. તમારા પ્રેમ જીવનનો પુરો આનંદ લઇ શકો છો. તમારું પ્રેમ જીવન થોડા જ સમયમાં લગ્નમાં બદલાઈ જશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોએ ધૈર્ય અને વિવેક બનાવી રાખવો. તમારૂ ભાગ્ય ચમકશે અને ફરવા જવાનો ચાન્સ મળશે. તમારું મન ખુશ રહેશે અને નવી ઊર્જા સાથે આજનો દિવસ પસાર થશે. તમારા ભૌતિક સુખ અને આરામમાં વધારો થશે. કામના ક્ષેત્રે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. આજે તમને થોડી આળસ રહેશે. પ્રેમની બાબતમાં આજનો દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે. કેટલી આર્થીક અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવર્તનની શંકા રહેલી છે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોએ કોઇપણ વાત તેના માતા પિતાથી છુપાવીને રાખવી નહીં નહીંતર નુકસાન થઈ શકે છે. ભાગીદારો વચ્ચે ગેર સમજણ થઇ શકે છે. તમારે વિનમ્રતા અને સાવધાની રાખવાની જરૂર છે. આજનો દિવસ એક અરાજક દિવસ છે. કામના ક્ષેત્રે સફળતા મળશે. નવી વિચારધારા સાથે તમે તમારા કામ શરૂ કરશો. જેનાથી તમને સારા પરિણામો મળશે. પરિવાર માટે પણ આજનો દિવસ સારો રહેશે. તમારા પિતા સાથે તાલમેલ બગડવા ન દેવું અને તેના આરોગ્યનું પણ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *