રાશિફળ ૩ ડીસેમ્બર ૨૦૨૨, આ રાશિ માટે હવે શરુ થશે સારો સમય, ચારેબાજુથી મળશે પૈસા પૈસા

Posted by

મેષ રાશી

મેષ રાશિવાળા લોકો માટે આજનો દિવસ ઉત્તમ ફળ દાયક રહેશે. નોકરીમાં તમને મોટો હોદ્દો મળવાની ભરપૂર સંભાવના દેખાઈ રહી છે, પરંતુ તમારું કોઇ કામ પૂરું ન થવાને લીધે તમારા સ્વભાવમાં થોડું ચીડીયાપણું આવી જાય છે. માટે તમારે વધારે પડતો ગુસ્સો ન કરવો અને એનાથી તમારે સાવધાન રહેવું જોઈએ. તમારા મોસાળ પક્ષથી આજે ધનપ્રાપ્તિ માટેના યોગ દેખાઈ રહ્યા છે. સાંજના સમયે તમે કોઈ માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશો, જેનાથી તમને લાભ મળે છે. આજે તમને તમારા બાળકોના ભવિષ્યની ચિંતા થોડી ઓછી રહેશે. તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ બની રહેશે. તમે કોઈ નવું કામ કરવા માગતા હો, તો તેમાં તમારું ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે.

વૃષભ રાશી

આજે તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમ થઈ શકે છે. આજે તમને કોઈ વડીલ વ્યક્તિ પાસેથી ધન પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. જેનાથી તમારી આવકમાં વધારો થશે. તમે નોકરીમાં પરિવર્તન કરવા ઈચ્છતા હોય, તો એ કામમાં આજે તમારું ભાગ્ય તમારો સાથ આપસે. અને તમે ઈચ્છતા હોય એ જગ્યાએ પરિવર્તન થઈ જશે. પારિવારિક  જીવનમાં રસ બની રહેશે, આજે તમારે તમારા જરૂરી ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું પડશે. આજે સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે કોઈ રંગારંગ કાર્યક્રમમાં હાજરી આપીને પસાર કરશો.

મિથુન રાશી

આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયક રહેશે. આજે તમે તમારા સંતાનો દ્વારા કરવામાં આવેલા કામથી તમે ખુશ થઈ જશો. આજે તમારી રહેણી કહેણીના સ્તરમાં  સુધારો આવશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનતી દેખાઈ રહી છે. તમારો ઝુકાવ સુંદર વસ્ત્રો તરફ રહેશે. નોકરી તેમજ વેપાર ધંધામાં તમારા ભાગીદારો તેમજ સહકર્મચારીઓને તમને ભરપૂર સહયોગ મળશે. જેનાથી તમારા અટકેલા કામ પૂરાં થઈ શકશે. આળસને દૂર કરીને તમારે આગળ વધતું રહેવું પડશે તો જ દિવસ દરમિયાન કરવામાં આવેલા કામ તમારા માટે શુભ રહેશે. તમારા બધા કાર્યો સફળ થશે. અને જો તમે નોકરી કરી રહ્યા હોવ તો તમને ઉચ્ચ પદ મળી શકશે.

કર્ક રાશી

આજનો તમારો દિવસ યાત્રા માટે શુભ રહેશે. આજે તમારે વેપાર ધંધાના કામ માટે બહાર જવું પડશે, અને એ યાત્રાથી તમને લાભ મળશે. તમારા સંતાન સુખમાં વધારો થશે. સગા સંબંધી તરફથી તમને વસ્ત્રો અથવા તો બીજી કોઈ વસ્તુની તમને ભેટ મળી શકે છે, તેનાથી તમારું મન ખુશ રહેશે. ઉત્તમ મિત્રોના સહયોગથી આજે તમારા મનમાં નિરાશાની ભાવના પૂરી થઈ જશે. આજનો તમારો સાંજનો સમય વાંચન લેખનમાં પસાર થશે, અને રાતના સમયે તમને સારી ઊંઘ આવશે.

સિંહ રાશી

આજે તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આજે તમારું પેટ ખરાબ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તમારી પાચનક્રિયા અને વાયુ વિકારથી તમને મુશ્કેલી પડી શકે છે, માટે તમારે ખાવાપીવામાં ધ્યાન રાખવું પડશે. ઘરમાં આજે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. અને પરિવારના બધા સભ્યો તેમજ નાના બાળકો પણ ખૂબ જ પ્રસન્ન થશે. તમારા મિત્રોના સહયોગથી આજે વ્યવસાયના નવા સ્ત્રોત બનશે, જેનાથી તમારી આવકમાં વધારો થશે. તમારી આવકમાં વધારો થવાથી અને મોટા પ્રમાણમાં પૈસા તમારા હાથમાં આવવાથી તમારું મનોબળ સાતમા આસમાને પહોંચી જશે.

કન્યા રાશી

આજે તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. તમારા કામના ક્ષેત્રે વધારે મહેનત કરવી પડશે, પરંતુ તમારા બધા કામ પૂરા થતા દેખાશે. તમારી આવકમાં વધારો થશે જેને લીધે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જે લોકો વાંચન લેખનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે આજે તેની આવકમાં ખૂબ જ વધારો જોવા મળશે, પરંતુ તમારે ગુસ્સો કરવાથી બચવું પડશે. ગુસ્સાથી તમારા ઘણા બધા કામ બગડી શકે છે અને તમારે નુકસાની ભોગવવી પડે છે. તમારા સંતાનો તરફથી આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા પરિણામ આજે મળશે. આજે તમને ઉત્તમ સંપત્તિમાંથી કોઈ આવક મળી શકે છે.

તુલા રાશી

આજનો દિવસ તમારા માટે થોડી મુશ્કેલીઓ લઈને આવી શકે છે, અને તમારી ઈચ્છા વિરુદ્ધ થોડા કામ થઈ શકે છે. જેનાથી તમારું મન અશાંત રહેશે, પરંતુ પરિવારનું વાતાવરણ સારું રહેવાથી તમારું મનોબળ વધતું દેખાશે, જેમાં ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપશે. આજે તમારે તમારા બિનજરૂરી ખર્ચાને કાબુમાં રાખવા પડશે, નહીંતર તમારું બજેટ બગડી શકે છે. જો તમે નોકરી કરી રહ્યા હોય તો તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પૂરો સહયોગ મળવાની શક્યતા છે. જેનાથી તમને બધા કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને આજે સાંજના સમયે અભ્યાસમાં રસ વધશે, અને તમારો રાત્રિનો સમય આયોજનમાં પસાર થશે.

વૃષિક રાશી

આજે તમારા નજીકના વ્યક્તિઓનો તમને પૂરેપૂરો સાથ મળશે અને તમારું કોઈ મોટું કામ પણ પૂરું થવાની આશા રહેલી છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. તમારી માતાના આશીર્વાદ આજે તમારા માટે ખૂબ જ મહત્ત્વના રહેશે અને તમને તમારી માતાના આશીર્વાદ ફળશે. આજે તમારા અટકેલા પૈસા કોઈ મહાપુરૂષને લીધે તમને પાછા મળી શકશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધારે સારી બની શકે છે. આજે તમને તમારા સંતાન પક્ષથી સારા સમાચાર મળી શકે છે. અને બૌદ્ધિક ક્ષેત્રે પણ તમને સુખદ પરિણામો મળશે. આજે તમારા પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થતો જોવા મળશે.

ધન રાશી

આજનો તમારો દિવસ ખૂબ જ વ્યસ્તતા સાથે પસાર થશે. તમારા કામના ક્ષેત્રે પણ આજે તમારે ખૂબ ભાગદોડ કરવી પડશે. પરંતુ તેના પરિણામો તમારા માટે સારા ફળ આપશે. તમારા કામના ક્ષેત્રે પણ આજે તમારે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને ખૂબ જ મહેનત કરવી પડશે, ત્યારે જ તમે કામમાં આગળ વધી શકશો. તમારે તમારી વાણીને કાબૂમાં રાખવાની જરૂર છે. તમારી કોઈ સંપત્તિને લઈને આજે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. માટે તમારે સાવધાન રહેવાની જરૂર છે. વધારે સારું રહેશે કે તમે પોતાની જાતને મુશ્કેલીઓથી દૂર રાખો. આજે સાંજથી લઈને મોડી રાત સુધી કોઈ ટૂંકા રૂટની યાત્રાનો યોગ દેખાઈ રહ્યો છે. તમે યાત્રા પર જાવ પરંતુ તમારે તમારા આરોગ્યનું ખુબ જ ધ્યાન રાખવુ પડશે.

મકર રાશી

આજે તમારા ભાગ્યનો ઉદય થશે અને ધર્મ, કર્મ અને કીર્તિમાં વધારો થશે. એ સાથે જ આજે તમારા શત્રુઓનો પણ નાશ થશે. અંતમાં તમે બધી જગ્યાએ વિજય બનશો અને તમને સફળતા મળશે. તમને બધા કામમાં તમારું મનપસંદ પરિણામ મળી શકશે. જો તમે કોઈ કામ લાંબા સમયથી કરવાનું વિચારી રહ્યા હો તો, આજે તેની શરૂઆત માટે ખૂબ જ સારો દિવસ છે, જેમાં તમને પરિવારનો પૂરેપૂરો સાથ મળશે.

કુંભ રાશી

આજે તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો પડશે નહીંતર તમારા બધા કામ બગડી શકે છે. જો તમે ધ્યાનથી કામ કરશો તો કોઈપણ અડચણ વગર તમારા કામ થતા રહેશે. આજે તમારા જીવનસાથી સાથે થોડા વૈચારિક મતભેદ થઈ શકે છે, માટે તમારે સંભાળીને રહેવાની જરૂર છે. તમારા જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખવું. આજે તમે કોઈ ધાર્મિક આયોજનમાં ભાગ લઇ શકો છો. આજનો દિવસ તમારા માટે થોડી ભાગ દોડ વાળો રહેશે.

મીન રાશી

આજે તમે સંપત્તિના સુધારા તેમજ સમારકામમાં ખર્ચ કરશો, જેમાં તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આજે તમારા મિત્રો તેમજ સગા સંબંધીઓનું તમારા પરિવારમાં આગમન થઇ શકે છે. તમારી સંપત્તિમાં આવકના નવા સ્ત્રોતનો વિકાસ થશે. જેને લીધે તમારી આવક પણ વધશે. રાજનીતિમાં વધતા સંપર્કોનો લાભ તમારે ઉઠાવવો જોઇએ. આજનો દિવસ રોકાણ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. માટે આજના દિવસે કરેલું રોકાણ તમને ભવિષ્યમાં ફાયદો અપાવી શકે છે, માટે આજે જરૂરથી કોઈ જગ્યાએ રોકાણ કરવું. ધાર્મિક કામમાં પણ તમારી આસ્થા વધતી દેખાઈ રહી છે. આજે તમારા પ્રેમ જીવનમાં ભરપૂર પ્રેમ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *