રાશિફળ ૨૪ નવેમ્બર ૨૦૨૨, આ રાશિના જાતકોને સંપર્ક સૂત્રનો મળશે લાભ, વધશે આવક

Posted by

મેષ રાશિ

પ્રેમ જીવન અને લગ્ન જીવનમાં વધારે સુધારા થવાની શક્યતા છે.  તમારા ભૌતિક આરામ અને વિલસિતામાં વધારો થશે. તમારા વ્યવસાયિક ભાગીદારો સાથે સમજણ ફેર થઈ શકે છે. શુભ સમાચાર લેખા જોખા કામમાં વધારે પડતું ધ્યાન આપવું. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે દુરીઓ વધી શકે છે. બાળકો સાથે જોડાયેલી મુશ્કેલીઓથી તમારામાંથી કોઈને તણાવ આવી શકે છે.

વૃષભ રાશિ

આજે તમારે તમારી બુદ્ધિથી કામ કરી લેવું. કોઈ સાથે વાદ વિવાદ થવાની આશંકા રહેલી છે, તમારી વાણીને કાબૂમાં રાખવી. શારીરિક તેમજ માનસિક લાભ માટે ધ્યાન અને યોગ કરવા જરૂરી છે. તમારે તમારા કામથી કામ રાખવું જોઈએ, વધારે પડતું સામાજિક અને વધારે પડતું વ્યવહારિક હોવાનું તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. નોકરી અને વેપાર ધંધામાં દિવસ સામાન્ય રહેશે. વેપારમાં વધારો થવાની સંભાવના રહેલી છે, પરંતુ આર્થિક બાબતોમાં તણાવ રહેશે.

મિથુન રાશિ

આજે તમારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો થશે. આરોગ્યને લગતી કોઈ સમસ્યા થઈ શકે છે. કામની બાબતમાં તમારા ધીરજ ન ખોવી. કામ કરવાના ક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ રહેશે. તમે સામાન્ય કામ કરવામાં આળસ મહેસુસ કરશો. તમારા ખર્ચાઓ વધશે. લાંબા સમયથી અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોને કામની બાબતમાં સારા પરિણામો મળશે, અને તમારા કામની પ્રશંસા પણ થશે. તમારા વ્યક્તિત્વ અને રંગ રૂપને વધારે સારા બનાવવાના પ્રયત્નો તમારા માટે લાભદાયક રહેશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ વધારે સારો રહેવાનો છે. તમારા પ્રિય વ્યક્તિ તમને તેના દિલની વાત કરી શકે છે. જીવનસાથીની સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે. પરિવારમાં શુભ પ્રસંગ માટેના અવસરો આવશે.

સિંહ રાશી

થકાવટથી કેટલાક લોકોને આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ થઇ શકે છે. તમારા કામના સ્થળે કોઈપણ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. વિદ્યાર્થીઓ આખો દિવસ ખૂબ જ આળસ મહેસૂસ કરી શકે છે. પરિવારજનોના સાથથી જ કામ થઈ શકશે. તમને સલાહ આપવામાં આવે છે કે ગુસ્સા અને અહમને તમારા માથા ઉપર ન ચડવા દેવા. ઘરેલુ બાબતોમાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓએ ખૂબ વધારે મહેનત કરવી પડશે. ઓછા સમયમાં તમારા કામને પૂરું કરી શકશો.

કન્યા રાશિ

કામના સ્થળ પર તમારી પ્રશંસા થશે. રચનાત્મક કાર્યોમાં તમારો રસ વધશે. તમારું આરોગ્ય બગડી શકે છે. ખાવાપીવામાં તમારે વધારે ધ્યાન આપવું. યાત્રા-પ્રવાસમાં અસુવિધા થઈ શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે અને તમારી મુશ્કેલીઓનો ઉકેલ નીકળી શકશે. કામની બાબતમાં તમારી સાથે કામ કરતા લોકો કરતા તમારી ઝડપ વધારે હોઈ શકે. અને તેનાથી તમારું કામ બગડી શકે છે. ઘણા દિવસો પછી તમને સારો સમય પસાર કરવા માટેનો ચાન્સ મળશે.

તુલા રાશિ

તમારો આજનો દિવસ શાનદાર રહેશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે. મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકશો. વાણીની મધુરતાથી તમે બીજા લોકો ઉપર તમારી સારી છાપ છોડી શકો છો. જે કોઈ પણ ઉપર તમે શંકા કરી રહ્યા હો એ ખોટું છે. અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઈ જરૂરી કામમાં થોડીક મહેનત કરવાથી જ સફળતા મળી શકશે. સંબંધીઓનું આવવું એ શુભ સમાચાર આપશે.

વૃષીક રાશિ

આજે તમારું પારિવારિક જીવન સારું રહેશે. કોઈ ઓળખીતા માણસનો સહયોગ તમારી મુશ્કેલીઓ દૂર કરી શકશે. પ્રેમ જીવન માટે દિવસ સારો રહેશે. તમે તમારા કોઈ મિત્ર માટે પ્રેમનો ભાવ મહેસૂસ કરી શકો છો. પિતાના આરોગ્યની ચિંતા રહેશે. જુના રોગોથી ચિંતિત રહેશો. કામની બાબતમાં આજે તમારે પરસેવો પાડવો પડશે. વાતચીત કરતાં સમયે કોઇ ભ્રમ ન થાય એ વાતનું ધ્યાન રાખવું. તમને પૈસા કમાવવાના ઘણા ચાન્સ મળશે.

ધન રાશિ

આજનો દિવસ તમારી અને કલ્પનાશક્તિને ઊંચાઈ આપી રહ્યો છે. તમને સલાહ આપવામાં આવે છે કે તમારે તમારા જીવન સાથીની સલાહ લેવી જોઈએ, જે લાંબા સમયે તમને મદદગાર બની રહેશે. તમારું આરોગ્ય સામાન્ય રહેશે. વાંચવા લખવામાં વિધાર્થીઓને રસ રહેશે. ઘરેલુ ઉપયોગ માટેની વસ્તુઓ ખરીદી શકો છો. જીવન જીવવાની રીતમાં બદલાવ આવી શકે છે. ચિંતાઓ છોડી દેવી, વિશ્વાસ રાખવો અને આગળ વધવું. વિરોધીઓ અને ઈર્ષા કરવાવાળા લોકો પણ આજે તમારી પ્રશંસા કરી શકે છે.

મકર રાશિ

આજે તમે કોઇ જરૂરી કામ પૂરા કરવામાં સફળ થશો. તમારા વેપારને નવી ગતિ આપવા માટે આજે તમે કોઈ નવી યોજનાઓ બનાવી શકશો. તમારી બેદરકારીથી કામના ક્ષેત્રમાં મુશ્કેલી આવી શકે છે. આર્થિક મુશ્કેલી આવી શકે છે. આવા સમયમાં ઈશ્વરની આરાધના તેમજ આધ્યાત્મિકતા તમારા મનને શાંતિ આપી શકે છે. તમે તમારા આજુબાજુના લોકો સાથે ઊદાર રહેશો. મહેનતના બળ ઉપર તમને સફળતા મળશે.

કુંભ રાશિ

તમારુ આરોગ્ય સામાન્ય રહેશે અને તમારા વિરોધીઓ પણ આજે શાંત રહેશે. તમે કોઈ એવી પરિસ્થિતિમાં મુકાઇ શકો છો કે જેમાં તમારે બીજા તરફથી કામ કરવું પડશે. પારિવારિક જીવનમાં કોઈ કારણ વગર તણાવ રહી શકે છે. તમારા સંપર્ક ક્ષેત્રમાં વિસ્તાર થશે. નોકરીમાં બદલાવ આવશે. વિચારોના ઘોડા પરથી ઉતરીને તમે ધીરજથી કામ કરશો તો તમારો દિવસ અનુકૂળ રહેશે. તમારે કોઈની સાર સંભાળ રાખવી પડી શકે છે. પ્રભાવશાળી માણસોથી લાભ મળશે.

મીન રાશિ

ઘણા દિવસોથી મનમાં રહેલી મનની વાત આજે તમે તમારા જીવનસાથીને કહી શકશો. ઓફિસમાં કામ થોડું વધારે રહેશે. ટેકનીકલ ખામીને લીધે તમારા કામ લંબાઈ શકે છે. વ્યસ્તતાને લીધે તમારા અંગત જીવનમાં ઉથલપાથલ થઇ શકે છે. કામકાજ તરફ ધ્યાન આપવાનો સમય છે, અને તમારા ભવિષ્યને સુધારવા માટે તમારે જે નિર્ણય પણ લેવા પડશે, તેનાથી તમે સારા છો એ સાબિત થશે. તળેલી વસ્તુઓ ખાવાથી તમારે બચવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *