રાશિફળ ૨૩ નવેમ્બર ૨૦૨૨, કઈ રાશિની આજે શું થશે હાલત, કોણ રહેશે ટોંચ પર, વાંચો અહીં

Posted by

મેષ રાશિ

પોતાની જાત ને વધારે પડતી આશાવાદી બનાવવા માટે પ્રેરિત કરવી જોઈએ. એનાથી માત્ર તમારો આત્મવિશ્વાસ જ નહિ વધે, પરંતુ તમે વ્યવહારું બનશો. ડર, ઈર્ષા અને નફરત જેવા નકારાત્મક ભાવોનો પણ અભાવ જોવા મળશે. જો તમને એવું લાગે કે તમારી પાસે પૂરતા પૈસા નથી, તો આજે તમારા ઘરના કોઈ વડીલ પાસેથી પૈસા લેવાની સલાહ આપવામાં આવે છે. ઘરે મહેમાનોના આવવાથી દિવસ સારો રહેશે. કોઈ નાની-મોટી વાતને લીધે તમારા પ્રિય વ્યક્તિ સાથે તમારે બોલા ચાલી શકે છે. તમારી વધારે પડતી મહેનતના લીધે તમને પ્રમોશન મળી શકે છે. આર્થિક લાભ વિશે ન વિચારવું કારણ કે આગળ જઈને તમને આના ખૂબ જ લાભ મળી શકશે.

વૃષભ રાશી

બહારનો ખુલ્લો ખોરાક ખાતા સમયે તમારે સાવધાની રાખવાની જરૂર છે. બિનજરૂરી તણાવ લેવો નહીં, કારણ કે એ તમને માનસિક પરેશાની આપી શકે છે. તમારા કોઈ જૂના મિત્ર આજે તમને તમારા ધંધામાં નફો કમાવવા બાબતે સલાહ આપી શકશે. જો આ સલાહને તમે અમલમાં મૂકશો તો તમને જરૂરથી પૈસાનો ફાયદો થઈ શકશે. તમારા સામાજિક જીવનને અવગણશો નહીં. તમારી વ્યસ્ત દિનચર્યામાં થી થોડો સમય કાઢીને તમારા પરિવાર સાથે કોઈ આયોજનમાં હાજરી આપી શકો છો. આનાથી ફક્ત તમારો તણાવ જ દૂર નહીં થાય પરંતુ તમારો ખચકાટ પણ દૂર થશે. આજે પ્રેમની બાબતમાં ખૂબ જ વિવાદ વાળો દિવસ રહેશે. કોઈપણ નાના અથવા મધ્યમ ગાળાના કોર્સમાં એડમિશન લઈ તમારી તકનીકી ક્ષમતાઓમાં સુધારો લાવવો.

મિથુન રાશિ

આજે તમારામાં ચુસ્તી સ્ફૂર્તિ જોવા મળી શકે છે. તમારૂ આરોગ્ય આજે પૂરી રીતે તમારો સાથ આપશે. ઘરેણામાં રોકાણ ફાયદાકારક રહેશે, અને સમૃદ્ધિ લઈને આવશે. જીવનસાથી અને બાળકો તરફથી વધારે પડતો સ્નેહ અને સહયોગ મળી શકશે. તમે જ્યાં છો ત્યાં જ રહેશો, એ સિવાય તમારો પ્રેમ તમને એક નવી અને અલગ દુનિયામાં લઈ જશે, સાથે જ આજે તમે એક રોમેન્ટિક પ્રવાસ પણ કરી શકશો. તમારા કામના સ્થળે કોઈ સાથે પ્રેમ ન કરવો કારણ કે તેનાથી તમારી બદનામી થઈ શકે છે. જો તમે કોઈને પ્રેમ કરવા ઈચ્છો છો તો ઓફિસથી દૂરી બનાવીને જ એની સાથે વાત કરવી. જીવનનો આનંદ મેળવવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો પડશે.

કર્ક રાશિ

આજે તમે તમારા ફ્રી સમયનો આનંદ માણી શકશો. આર્થિક જીવનમાં આજે ખુશહાલી રહેશે.  એ સાથે કર્જ માંથી પણ તમે મુક્ત થઇ શકશો. તમારા જીવનસાથીની સિદ્ધિઓની પ્રશંસા કરવી, અને તેની સફળતા અને સારા નસીબ માટેની ઉજવણી કરવી. ઉદાર બનો અને ઈમાનદારીથી બીજાનાં વખાણ કરવા. ઘરમાં મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ તમારા જીવનસાથીને નાની નાની વાતમાં સંભળાવવું નહીં. તમારા વડીલો તમારી વાતનો વિરોધ કરે તો તમારે મગજ શાંત રાખવાની જરૂર રહેશે. આજે તમે બધા કામ છોડીને એ કામ કરવાનું પસંદ કરશો કે જે તમે બાળપણના દિવસોમાં કરતા હતા.

સિંહ રાશિ

જો તમે છેલ્લા કેટલાક સમયથી ઝુંઝલાહતટ મહેસુસ કરી રહ્યા હોય, તો તમારે યાદ રાખવું પડશે કે સાચા કામ અને વિચાર આજે તમારા માટે ઘણા સમયથી રાહ જોવાઇ રહી હોય એવી રાહત લઈને આવશે. બોલતા સમયે અને પૈસાની લેવડ દેવડ કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. તમારી નવી યોજનાઓ માટે તમારા માતા પિતાને વિશ્વાસમાં લેવા, એ માટે  આ સારો સમય છે. આજે તમારે તમારા જીવનની મુશ્કેલીઓને તમારા જીવનસાથી સાથે શેર કરવા માગતા હોય પરંતુ એ પોતાની મુશ્કેલીઓ વિશે વાતો કરીને તમને વધારે પરેશાન કરી દેશે. આજે તમે જ કઈ પણ કરશો એમાં તમે હંમેશા પ્રભાવશાળી સ્થિતિમાં રહેશો.

કન્યા રાશિ

બહાર ફરવા જવું, પાર્ટી અને મોજ મસ્તી તમને સારા મૂડમાં લાવી શકે છે. આજ કોઈની મદદ વગર જ તમે પૈસા કમાવવા સક્ષમ   બંનશો. સાંજનો હસી ખુશીથી ભરેલો સમય તમારા બાળકો સાથે પસાર કરી શકશો. અચાનક જ મળેલા કોઈ સારા સમાચાર ઊંઘમાં તમને મીઠા સપનાઓ આપશે. દિવસની શરૂઆતથી અંત સુધી તમે તમારી જાતને ઊર્જાથી ભરેલા માનશો. આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, કારણ કે એવું લાગી રહ્યું છે કે વસ્તુઓ તમારા પક્ષમાં રહેશે અને તમે બધા કામમાં આગળ જ રહેશો. આજના દિવસે તમે લગ્ન જીવનનો સાચો સ્વાદ ચાખી શકશો.

તુલા રાશિ

મજબૂતી અને નીડરતાના ગુણ તમારી માનસિક ક્ષમતામાં વધારો કરશે. કોઈ પણ પ્રકારના સંજોગો ઉપર કાબૂ રાખવા માટે તમારે આ ઝડપને જ પકડી રાખવી. ઘરમાં કોઈ પ્રસંગ હોવાને લીધે આજે તમારે વધુ પડતા પૈસાનો ખર્ચ થઈ શકે છે. જેને લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. કોઈ દૂરના સગા તરફથી મળેલી સારી ખબર તમારા આખા પરિવાર માટે ખુશીઓ લાવશે. તમારી આંખો એટલી ચમક વાળી છે કે એ તમારા પ્રિય માણસની અંધારી રાત ને પણ રોશન કરી શકે છે. નવા ગ્રાહકો સાથે વાત કરવા માટે ખુબજ સારો દિવસ છે. કામના સ્થળે કોઈ કામ અટકવાને લીધે આજે સાંજનો તમારો કીમતી સમય ખરાબ થઈ શકે છે. તમે લગ્ન જીવન સાથે જોડાયેલા જોકસ સોશીયલ મીડીયા પર વાંચીને ખડખડાટ હસી શકો છો. પરંતુ આજે તમારા લગ્ન જીવન સાથે જોડાયેલી ઘણી બધી  વસ્તુઓ તમારી સામે આવવાથી તમે ભાવુક થાય વગર રહી નહિ શકો.

વૃશ્ચિક રાશિ

ઉંચ્ચ શક્તિના સ્તરનો ઉપયોગ સારા કામ કરવા માટે કરવો જોઈએ. આખો દિવસ ભલે તમે પૈસા માટે પ્રયત્નો કરતા રહો પરંતુ સાંજના સમયે તમને પૈસાનો લાભ મળી શકશે. તમારા પરિવારના લોકો નાની વાતમાં રાઈ નો પહાડ બનાવી દેશે. તમારી શક્તિનું સ્તર ઊંચું રહેશે, કારણ કે તમારા પ્રિય માણસ તમારી ઘણી બધી ખુશીઓનું કારણ બની શકશે. વેપાર ધંધામાં તમારા ભાગીદારો તરફથી સહયોગ મળશે, અને તમે સાથે મળીને અટકી પડેલા કામ પૂરા કરી શકશો. તમારે તમારા માટે પણ સમય કાઢવો પડશે જેથી તમે તમારા દિવસ ને સારો બનાવી શકો. તમારા લગ્ન જીવનના બીજા દિવસો કરતાં આ દિવસ કંઇક અલગ રહેવાનો છે.

ધન રાશિ

જો તમારો પ્લાન બહાર ફરવાનો છે તો તમારો સમય હસી ખુશી અને શાંતિ વાળો રહેશે. ખાસ લોકો એવી કોઈ યોજનામાં પૈસા લગાવવા માટે તૈયાર થશે. જેમાં સંભાવના દેખાય અને ખાસ હોય. આજે તમારે તમારી રોજની એક સરખી દિનચર્યા માથી થોડો સમય કાઢીને મિત્રો સાથે બહાર ફરવા જવાની જરૂર છે. તમારા પ્રેમના સંબંધોમાં એક જાદૂઈ અહેસાસ છવાઈ રહ્યો છે. એનો આનંદ મહેસુસ કરો. સહકર્મચારીઓ અને વડીલોથી મળેલો સહયોગ તમારી ખુશીમાં વધારો કરશે. આ રાશિના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પોતાના કીમતી સમયનો દુરુપયોગ કરી શકે છે. આજે તમને ખબર પડશે કે જીવનસાથીનો સાથ કેટલો અહેમ છે.

મકર રાશિ

તમારા પતિ અથવા પત્નીનું આરોગ્ય તમારા તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. જે લોકો શેર બજારમાં પૈસા લગાડતા હોય એ લોકોના પૈસા આજે ડૂબી શકે છે. સમય રહેતા સાવધાન બની જાવ તો તમારા માટે સારું રહેશે. થોડા સમયથી ઘરના જે કામ તમે ટાળી રહ્યા હોવ તેના માટે તમે થોડો સમય કાઢી શકો છો. તમારા પ્રિય વ્યક્તિ સાથેના તમારા સંબંધમાં આજે થોડી પરેશાની આવી શકે છે. પ્રખ્યાત લોકો સાથે વ્યવહાર વધવાથી તમને નવી યોજનાઓ અને નવા વિચારો સુજી શકે છે. આજે તમારે મહત્વપૂર્ણ બાબતોમાં ધ્યાન આપવાની જરૂર છે. શક્ય છે કે લગ્નજીવનમાં સ્થિરતાથી કંટાળ્યા પછી તમારા જીવન સાથી તમારા ઉપર ગુસ્સે થઈ શકે.

કુંભ રાશિ

લાંબા સમયગાળા પછી તમે તમારા આરોગ્ય અને શક્તિમાં જે વધારો કર્યો છે, તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. વ્યસ્ત દિનચર્યા હોવા છતાં પણ તમને થાક લાગસે નહીં. જે લોકો દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે એ લોકોને આર્થિક લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે. મિત્રોને તમારા ઉદાર સ્વભાવનો ફાયદો ન ઉઠાવવા દેવો. ફૂલ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરો. જે લોકો વિદેશી વેપાર સાથે જોડાયેલા છે એ લોકોને આજે પોતાના પોતાનું ધારેલું પરિણામ મળે તેવી પુરેપુરી આશા છે. આ સાથે જ નોકરીમાં જોડાયેલા કુંભ રાશિના જાતકો આજે પોતાની પ્રતિભાનો પૂરેપૂરો ઉપયોગ પોતાના કામના સ્થળ પર કરી શકે છે. આજે તમારી પાસે ઘણો ફ્રી સમય હશે, જે સમયનો તમે ધ્યાન અને યોગ કરવામાં ઉપયોગ કરી શકો છો. તમને આજે માનસિક શાંતિ મળશે.

મીન રાશિ

ખુલ્લી પડી રહેલી ખાદ્ય ચીજો ખાવી નહીં, નહીં તો તમારૂ આરોગ્ય બગડી શકે છે. જે વેપારી લોકો કામ માટે ઘરથી બહાર જઇ રહ્યા હોય, એ લોકોએ પોતાના પૈસાને સારી રીતે સાચવીને રાખવા. પૈસા ચોરી થવાની પુરેપુરી સંભાવના છે. તમારા અડિયલ વલણથી ઘરના સભ્યોના હૃદયને ઠેસ પહોંચી શકે છે. ત્યાં સુધી કે તમે તમારા  નજીકના મિત્રોને પણ નુકસાન પહોંચાડી શકો છો. તમારા પ્રિય વ્યક્તિ આજે રોમેન્ટિક મૂડમાં હશે. તમને અહેસાસ થશે કે તમારા પરિવારના સહયોગ થી જ તમે કામના ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કરી શક્યા છો. આજના દિવસે તમે કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો,  પરંતુ સાંજના સમયે તમારા મનપસંદ કામ કરવા માટે પણ તમારી પાસે પુરતો સમય રહેશે. તમારી આજુબાજુના કેટલાક લોકો કઈક એવું કરી શકે છે જેનાથી તમારા જીવનસાથી તમારી બાજુ ફરીથી આકર્ષિત થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *