રાશિફળ ૨૧ ડીસેમ્બર ૨૦૨૨, આ રાશીને મળશે ખોબે ખોબે ધન, દિવસ રહેશે મસ્ત

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે સફળતા અપાવનાર રહેશે. તમને એક પછી એક બધા કામમાં સફળતા મળતી જશે, જેનાથી તમારી હિંમત સાતમા આસમાન પર પહોંચશે, પરંતુ સાંજના સમયે આરોગ્ય થોડું નબળું રહી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે નવા પુસ્તકો ખરીદવા પડશે. દિવસનો થોડો સમય તમે તમારા વડીલોની સેવામાં પસાર કરશો.

વૃષભ રાશી

આજના દિવસે તમારે તમારા અધૂરા કામને પૂરા કરવા જ પડશે, કારણ કે તમારી પાસે બીજો કોઈ રસ્તો નહીં હોય. આજે આળસનો ત્યાગ કરવો પડશે. તમારા સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથી સાથે કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હોય તો તે પૂરો થશે, જેને લીધે પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ સાંજના સમયે તમારા શત્રુઓ બળવાન દેખાશે, એટલા માટે સાવધાની રાખવી.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે ભાગદોડ વાળો રહેશે. સંતાનોના ભવિષ્ય માટે તમે વિશેષ રીતે ભાગદોડ કરશો. જે લોકો વિદેશ સાથે વેપાર ધંધો કરતા હોય, એ લોકોએ આજે વિદેશ યાત્રા કરવી પડશે. તમે તમારા માટે સમય કાઢવાના પ્રયત્નો કરશો, પરંતુ એ શક્ય નથી. આજે તમે જીવનસાથીને શણગારની કોઈ વસ્તુ ભેટ આપી શકો છો. આજે તમને માતા-પિતાના આશીર્વાદ મળશે.

કર્ક રાશિ

આજનો દિવસ કાનુની કામમાં પસાર થશે. જો કોઈ કાનૂની બાબતો ચાલી રહી હોય તો આજે ફરીથી તે સતર્ક થશે, જે તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારા ધન કોષમાં ધનની અછત રહેશે. વેપાર કરતા લોકો માટે આજે ધનની અછત રહી શકે છે. નોકરી અને વ્યવસાય કરતાં લોકોને પ્રગતિ મળશે. વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે.

સિંહ રાશિ

આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે હરવા ફરવાનો પ્લાન બનાવી શકશો, જેના લીધે પરિવારના સભ્યો ખુશ દેખાશે, પરંતુ તેને લીધે વધારે પડતો ધનખર્ચ રહેશે. તમારા માન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સસુરાલ પક્ષથી સંબંધો મજબૂત બનશે. આજે જીવનસાથી તમારા નિર્ણયમાં તમારો પૂરો સાથ આપશે. બહારનું ખાવાપીવાની પરેજી રાખવી.

કન્યા રાશિ

આજે તમે નવો જરૂરી સામાન ઘરે લાવી શકો છો, જેની તમે ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આજે તમે તમારી આર્થિક સ્થિતિ ઉપર નજર નાખશો તો તમને તમારા ભવિષ્યની ચિંતા થશે. સંતાનો પાસેથી શુભ સમાચાર સાંભળવા મળશે. આજે તમારા ભાઈની સલાહથી બિઝનેસમાં ફાયદો રહેશે. તમે તમારા જીવનસાથીના આરોગ્યને લઇને ચિંતિત રહેશો.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે, પરંતુ આજે તમારે બીજા કોઈની બાબતમાં દખલઅંદાજી ન કરવી, નહિતર એ બાબત તમારા પર આવી શકે છે, જે તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે તમારા માતા સાથે કોઈ વિવાદ થઈ શકે છે, પરંતુ ધીરજ રાખવી. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામ મળશે. સાંજના સમયે તમે તમારા આજુબાજુના લોકો સાથે માંગલિક કાર્યક્રમમાં વ્યસ્ત રહેશો.

વૃશ્ચિક રાશિ

સામાજિક તેમજ રાજનૈતિક ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે, કારણ કે એ લોકોને નવા નવા ચાન્સ મળશે. તમારા પારિવારિક વેપાર-ધંધા માટે તમારે કોઈની સલાહની જરૂર  પડશે, પરંતુ સલાહ એવા માણસની લેવી કે જે અનુભવી હોય. તમારા સંતાનોને શારીરિક કષ્ટ થઇ શકે છે, જે તમારી પરેશાની બની શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ સંપત્તિ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય, તો તે આજે પૂરો થશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયક રહેશે. આજે તમે કંઇ પણ કરીને તમારી આર્થિક સ્થિતિમાં વધારો કરશો, જેનાથી તમે અને તમારા પરિવારના સભ્યો ખુશ દેખાશો. નાના બાળકો આજે તમને ફરમાઇશ કરી શકે છે. પુત્ર અથવા પુત્રીના લગ્ન સાથે જોડાયેલી બાબતો આજે ફરીથી આગળ વધી શકે છે. આજે જીવનસાથી તમારી સાથે ક્યાંક ફરવા જવાની વાત કરી શકે છે. પ્રેમ જીવન સુદ્રઢ રહેશે. અભ્યાસમાં મિત્રોનો સહયોગ મળશે.

મકર રાશિ

આજે તમે તમારા ઘરમાં દૈનિક જરૂરિયાતો માટે ખરીદી કરી શકો છો, જેને લીધે તમારા ખિસ્સા પર ભારણ રહેશે. રોજગારના ક્ષેત્રમાં પ્રયત્ન કરતા લોકોના સફળતા મળશે. કોઈ જગ્યાએ તમારા પૈસા અટકેલા હશે તો તે આજે પાછા મળશે, જેને લીધે તમારું મન ખુશ રહેશે. સસુરાલ પક્ષના સંબંધોમાં આજે તિરાડ પડી શકે છે, એટલા માટે વાણીને કાબૂમાં રાખવી.

કુંભ રાશિ

આજે તમે તમારા સંતાનો માટે ભેટ લાવશો, જેને લીધે તમારું માન સન્માન વધશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં શત્રુઓથી સાવધાન રહવું, કારણ કે એ લોકો તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરશે. આજે જૂના મિત્રો સાથે મુલાકાત થશે, જેની સાથે વાતચીત કરીને તમને ખુશી મળશે. વ્યવસાય માટે જીવનસાથીની સલાહની જરૂર છે. આજે તમને તમારા માતા પિતાની સેવા કરવાનો ચાન્સ મળશે.

મીન રાશિ

જો તમે ભાગીદારીમાં વેપાર કરવાનું વિચારી રહ્યા હોય તો આજનો દિવસ ઉત્તમ છે. સંતાનોના ભવિષ્યની ચિંતા આજે દૂર થશે. સંતાનોને ધર્મ કર્મના કામમાં જોડાયેલા જોઈને તમારું મન ખુશ રહેશે. આજે તમે કોઈ મિત્રને મદદ કરી શકશો. આજે તમને તમારા ભાઈ-બહેનોના સાથની જરૂર છે. જીવનસાથી સાથે તમારી માતાના વૈચારિક મતભેદ થઈ શકે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી સાંજ સુધીમાં બધું બરાબર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *