મેષ રાશિ
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળી શકશે, જેથી તમે રાહતનો શ્વાસ લેશો. આધ્યાત્મિક તેમજ ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. ફોન અથવા તો ઈ-મેલ દ્વારા લાભદાયક સૂચના મળી શકે છે. બપોર પછીના સમયે કોઇપણ નિર્ણય સમજી વિચારીને લેવો નહીંતર તમે કોઈ મુસીબતમાં ફસાઈ શકો છો. સમય ચુનોતી વાળો રહેશે, પરંતુ તમે ખૂબ સારી રીતે તેમનો સામનો કરવામાં સક્ષમ રહેશો. સપનાની દુનિયામાંથી બહાર નીકળો અને હકીકતનો સામનો કરો. આ સમયે વેપાર-ધંધામાં રોકાણ કરવું લાભદાયક રહેશે. વધારે કામ રહેવાને લીધે વ્યસ્તતા રહેશે, તેમજ આર્થિક સ્થિતિ સારી બની રહેશે. કોઈ મહત્ત્વના કામને શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળ ઉપર જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. કોઈ સમારોહમાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળશે.
વૃષભ રાશિ
વર્તમાન કાર્યપ્રણાલી માટે કરવામાં આવેલો બદલાવ સકારાત્મક રહેશે. અટકેલા અને ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. સામાજિક તેમજ ધાર્મિક કામમાં વ્યસ્તતા રહેશે, આ કામમાં સમય આપવાથી તમને ખુશી મળશે. બિનજરૂરી વાદ-વિવાદ અને તર્ક વિતર્કથી દૂર રહેવું. કોઈ ખાસ કામ કરવા માટે ખૂબ જ વધારે મહેનત અને પ્રયત્નો કરવા પડશે. વ્યવસાયિક કાર્ય પ્રણાલીમાં બદલાવ લાવવો ફાયદાકારક રહેશે. રોકાણ માટેના કામ ખૂબ જ સારી રીતે પૂરા થઈ શકશે. સ્ટાફ તેમજ કર્મચારીઓ પોતાના ઉત્તરદાયિત્વને સારી રીતે પૂરા કરશે. રિસ્ક હોય એવા કામમાં રોકાણ ન કરવું. પરિવારના લોકો સાથે મોજ મસ્તી તેમજ મનોરંજનમાં સમય પસાર થશે. પ્રેમ પ્રસંગને કારણે પરિવારના સભ્યોની નારાજગી સહન કરવી પડશે.
મિથુન રાશિ
તમારી બુદ્ધિમત્તા અને કાબિલિયતની લોકો પ્રશંસા કરશે. કેટલીક નવી જવાબદારીઓ સામે આવશે. પરિસ્થિતિ સાથે સારો તાલમેલ બનાવી રાખીને તમારી જવાબદારીઓને સારી રીતે પૂરી કરવી. સંબંધોમાં નવી તાજગી અનુભવશો. તમારી વાણી તેમજ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે, નહિતર તેને લીધે ઘરના વડીલોની નારાજગી સહન કરવી પડશે. ઘરના કોઇ સભ્ય કોઈ મુશ્કેલીમાં હોવાથી તેની ચિંતા રહેશે, તેની નકારાત્મક અસર તમારા કામ પર પડશે. વધારે કામકાજ રહેવાને લીધે તમે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય સમય નહીં આપી શકો. પરંતુ આર્થિક સ્થિતિ સારી રહેશે. યુવાનોને આ સમયે રોજગાર મળવાના ઉચિત યોગ બનેલા છે. ટેક્ષ અને વીમા વગેરે જેવી ગતિવિધિઓ સાથે જોડાયેલી ફાઈલો પુરી રાખવી. તમારા જીવનસાથી સાથે કોઈ નાનો એવો તણાવ થઈ શકે છે, તેને સમય રહેતા ઉકેલવાના પ્રયત્નો કરવા. યુવાનોને પ્રેમ સંબંધ સ્થાપિત થશે.
કર્ક રાશિ
કોઈ નજીકના મિત્ર અથવા સંબંધિત સાથે જોડાયેલી શુભ સૂચના મળી શકે છે. કામને ખૂબ જ ઝડપથી પૂરા કરવા માટે તમારામાં ઉર્જા રહેશે. ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓને કાર્યનું રૂપ આપવા માટે આ સમય યોગ્ય છે. ઘણી બધી બાબતોમાં તમારે દીલને બદલે મગજથી કામ લેવાની જરૂર છે. આ સમયે વાહન ધીમે ચલાવવું જોઇએ. ઘરના કામમાં વ્યસ્ત હોવાને લીધે તમે તમારા વ્યક્તિગત કામને સમય નહીં આપી શકો, જેને લીધે તમારું મન ઉદાસ રહેશે. વ્યવસાય માટેના નવા અવસર મળશે. માટે તમારી ક્ષમતાઓનો ભરપુર ઉપયોગ કરવો. કામકાજને લઈને જો કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ આવી શકશે. તમારી સ્પષ્ટવાદીતાને લીધે કેટલાક લોકો તમારી વિરુદ્ધમાં થઈ શકે છે. પારિવારિક શાંતિ બની રહેશે. પરિવારના લોકોના સહયોગથી તમને આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે.
સિંહ રાશિ
ઘર-પરિવારની જવાબદારીઓ ખુબ સારી રીતે પૂરી કરશો. તમારે તમારો આત્મવિશ્વાસ વધારવા માટે સકારાત્મક ગતિવિધિઓમાં ધ્યાન ન આપવું. વિદ્યાર્થીઓએ બિનજરૂરી કામ પરથી પોતાનું ધ્યાન હટાવીને અભ્યાસમાં પોતાના લક્ષ્યને મેળવવાના પ્રયત્નો કરવા. તમારા ગુસ્સા અને વાણીને કાબુમાં રાખવા પડશે. કારણ કે તેને લીધે સરળ માં સરળ કામમાં પણ અડચણો આવી શકે છે. ભૌતિક સુવિધાઓ મેળવવા માટે તમે બિનજરૂરી ખર્ચ કરતા રહેશો, જેને લીધે તમારું બજેટ બગડી શકે છે. ભાગીદારી વાળા વ્યવસાયમાં વાદ વિવાદની સ્થિતિ બની રહે છે, એટલા માટે ખૂબ જ ધીરજ અને સંયમ રાખીને વાતચીત કરવાની જરૂર છે. મિલકત ખરીદ વેચાણ સાથે જોડાયેલા વ્યવસાયમાં સફળતા મળશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થવાથી પ્રગતિના માર્ગે ખુલશે. પારિવારિક બાબતોને લઈને ઘરનું વાતાવરણ તણાવ વાળું રહેશે. આ સમયે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે તેમજ આપસી સામંજસ્યથી સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા.
કન્યા રાશિ
આજે કોઈ ખાસ કામમાં સફળતા મળવાથી શાંતિ રહેશે. તમે કોઈ મહત્વની જવાબદારીને સારી રીતે પુરી કરી શકશો. વિદ્યાર્થીઓને તેમજ યુવાનોને પોતાના અભ્યાસ અને કારકિર્દી પ્રત્યે ખૂબ જ વધારે લગાવ રહેશે. બીજાની જવાબદારી તમારે એટલી જ લેવી જેટલી તમે પૂરી કરી શકતા હોય. બીજા પર વધારે વિશ્વાસ ન કરવો કારણ કે એ લોકો તમારી યોગ્યતાનો લાભ ઉઠાવી શકે છે. આ સમયે વ્યવસાયમાં પરિસ્થિતિ ખૂબ જ સારી રહેશે. તમે તમારું લક્ષ્ય મેળવવામાં સફળ બનશો. તમારે તમારી યોજનાઓ અને ગતિવિધિઓ બીજાને ન જણાવવી. નોકરી કરતા લોકોને વધારે કામ રહેવાને લીધે આજે ઘરે જઈને પણ કામ કરવું પડશે. નજીકના મિત્રો સાથે મુલાકાત થશે. એકબીજા વચ્ચે તાલમેલ હોવાથી બધાને ખુશી અને શાંતિ મળશે. સંબંધોમાં કોઈ પણ પ્રકારની કડવાહટ આવવાની આશંકા છે.
તુલા રાશિ
કામમાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે અને તમારા લક્ષ્યને મેળવવા માટે તમે સતત પ્રયત્નશીલ રહેશે. કોઈ વરિષ્ઠ અધિકારી અથવા તો કોઈ મોટા માણસને મળવાથી તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે. આત્મવિશ્વાસને બળ મળશે. કોઈને આપેલા વચન તમે ખૂબ જ સારી રીતે નિભાવી શકશો. વ્યવસાયમાં નાની-નાની બાબતો પર ધ્યાન આપવું અને કામને ગંભીરતાથી લેવું વધારે ઉપલબ્ધિઓ ઉત્પન્ન કરશે. આ સમયે કારોબાર સાથે જોડાયેલા મહત્વના નિર્ણય ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજનો ઉકેલ આવશે. પ્રેમ સંબંધ હોય એવા લોકોને લગ્ન માટે પરિવારના સાથ મળી શકે છે.
વૃષીક રાશિ
જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવવાના પ્રયત્નો કરશો, અને તેમાં ખૂબ જ સારી સફળતા મેળવશો. વ્યસ્ત હોવા છતાં પણ તમે તમારા વ્યક્તિગત તેમજ રુચિ સાથે જોડાયેલા કામ માટે સમય કાઢી શકશો. વિદ્યાર્થીઓ તેમજ યુવાનો પોતાના અભ્યાસ અને કારકિર્દીને લઈને ગંભીર રહેશે. સફળતા મેળવવા માટે તમારે તમારા સ્વભાવમાં લચીલા પણું લાવવું જરૂરી છે. આ સમયે કોઈપણ નિર્ણય ઠંડા મગજથી લેવો અને ધીરજથી કામ કરવું. અપ્રિય સમાચાર મળવાથી તમારું મન દુખી રહેશે. કામના ક્ષેત્રે અચાનક અડચણો આવી શકે છે. કોઈપણ નિર્ણય લેતી વખતે કોઈ અનુભવી માણસની સલાહ લેવી જરૂરી છે. રોકાણ સાથે જોડાયેલી બાબતોમાં સંતુલન બનાવી રાખવું જરૂરી છે. ઘર પરિવારનું વાતાવરણ શાંત અને સૌહાર્દપૂર્ણ રહેશે. આપસી સંબંધોમાં સામંજસ્ય રહેશે. પ્રેમ પ્રસંગો બહાર આવવાનો ભય બની રહેલો છે.
ધન રાશિ
આ સમયે કોઇપણ નિર્ણય લેવામાં બીજાની સલાહની અપેક્ષા કરતા તમારા મનની ઈચ્છાને પ્રાથમિકતા આપવી, તો તમને યોગ્ય સમાધાન મળી શકશે. વિદ્યાર્થીઓને તેના અભ્યાસ સાથે જોડાયેલા યોગ્ય પરિણામ મળી શકે છે. ભાવનાઓમાં વહીને કોઈપણ નિર્ણય ન લેવો. આ સમયે આવક વધવાની સાથે-સાથે ખર્ચા પણ વધારે રહેશે. બિનજરૂરી કોઈ સાથે વાત વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. વધારે સારું રહેશે કે બીજાની બાબતમાં દખલગીરી ન કરવી. વેપારની બાબતે તમારું પ્રદર્શન સારું રહેશે. સહ કર્મચારીઓ અને સ્ટાફનો પૂરો સહયોગ બની રહેશે. કોઈ ઓર્ડર પૂરો કરવામાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પરંતુ છેલ્લે સફળતા મળશે. ફોન દ્વારા કોઈ મહત્વની સૂચના મળશે. ઘરેલુ જવાબદારી પણ તમે સારી રીતે પૂરી કરી શકશો. મિત્રોનો ભરપૂર સહયોગ મળશે. પ્રેમી- પ્રેમિકા એ એકબીજાને ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.
મકર રાશિ
ફસાયેલા અથવા ઉધાર આપેલા પૈસા વસૂલ કરવા માટે યોગ્ય સમય છે. વાહન અથવા તો જમીન સાથે જોડાયેલી ખરીદારી સંભવ છે. ભવિષ્ય સાથે જોડાયેલી મહત્વપૂર્ણ યોજનાઓ બનશે, જે તમારા માટે લાભદાયક સાબિત થશે. કોઈ સાથે અચાનક થયેલી મુલાકાત સારા સંબંધમાં બદલી શકે છે. ઝઘડા તેમજ વાદ-વિવાદની સ્થિતિથી દૂર રહેવું. અચાનક ખર્ચાઓ આવવાથી ચિંતા રહેશે. તમારી કોઈ પ્રિય વસ્તુ ગુમ થઈ જવાનો અથવા તો ચોરી થઈ જવાનો ભય છે. યુવાનોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે જ વધારે મહેનત કરવી પડશે. તમારા હાથમાંથી કોઈ મોટો ઓર્ડર અથવા તો ડીલ જતા રહેશે, એટલા માટે બેદરકારી રાખવી નહીં. આયાત અને નિકાસ સાથે જોડાયેલી બાબતોમાં ખાસ સફળતા મળશે. રોકાણ અથવા તો કોઈ સોદા માટે ઉતાવળથી લેવામાં આવેલા નિર્ણય પણ સકારાત્મક રહેશે. પરિવારના લોકો સાથે ખુશી તેમજ ઉલ્લાસ ભરેલો સમય પસાર થશે. વિપરીત લિંગના લોકો સાથે વ્યવહાર કરતા સમયે સાવધાની રાખવી, નહીંતર બદનામી અથવા તો અપયશનો સામનો કરવો પડશે.
કુંભ રાશિ
આજનો દિવસ તમારા માટે સફળતા દાયક રહેશે. ધાર્મિક તેમજ માંગલિક આયોજનમાં તમે વ્યસ્ત રહી શકો છો. કોઈ ખાસ સંસ્થા દ્વારા તમને જવાબદારી તથા કામનું ભારણ સોપવામાં આવશે. પુરા જોશ અને ઉત્સાહથી તમે તમારા કામ પૂરા કરશો. આ સમય આત્મમંથન અને આત્મવિશ્વાસ પણ કરવાનો છે. તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે, એટલા માટે કોઈ ઉપર વિશ્વાસ કરતા પહેલા તેની નિયત સારી રીતે સમજી લેવી. યુવાનો પોતાના લક્ષ્ય અને કામ પરથી ભટકી શકે છે. આવકના નવા સ્ત્રોત વધશે. કોઈપણ કામમાં સફળતા મળશે. પોતાની યોજનાઓને ગુપ્ત રાખવી જરૂરી છે. ભવિષ્યને વધારે સારું બનાવવા માટે વર્તમાનની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો ખુશનુમા રહેશે. યુવાનોને રોમાન્સ તેમજ ડેટિંગના ચાન્સ મળશે.
મીન રાશિ
છેલ્લા કેટલાક સમયથી ચાલી આવી રહેલી ચિંતા અને તણાવ ઓછો થશે. તમે તમારી ક્ષમતા અને બુદ્ધિમત્તાનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરશો. આ સમયે પ્રગતિ મેળવવા માટે થોડું સ્વાર્થી બનવું જરૂરી છે. પરિવારમાં કોઈ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ શકે છે. વધારે સારું રહેશે કે બિનજરૂરી વાદવિવાદમાં ન પડવું. સંતાન પક્ષને લઈને થોડી ચિંતા રહેશે. કોઈ જાણકારની સલાહ લેવી ખૂબ જરૂરી છે. ગુસ્સા અને વાણીને કાબુમાં રાખવા. આ સમય વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ખૂબ જ અનુકૂળ છે. આર્થિક રૂપે તમે વધારે સક્ષમ અને સુદ્રઢ સ્થિતિમાં રહેશો. કર્મચારીઓ તેમજ સ્ટાફના કામ તરફ પૂરી રીતે સમર્પિત રહેશો. આ સમયે નવી પાર્ટી સાથે સંપર્ક સ્થાપિત કરતા પહેલા સારી રીતે વિચારી લેવું. પારિવારિક વાતાવરણ સુખદ અને અનુશાસિત રહેશે. પ્રેમ-પ્રસંગ અથવા તો એવી કોઈ વાત સામે આવી શકે છે જેને તમે ગુપ્ત રાખવા ઈચ્છતા હોય.