રાશિફળ ૧૭ ડીસેમ્બર ૨૦૨૨, આ રાશીને ફળી જશે આજનો દિવસ, કુલ આવકમાં થશે ધરખમ વધારો

Posted by

મેષ રાશિ

આજે તમારા વ્યવસાયથી સંબંધિત બાબતોમાં વધારે ભાગદોડ કરવી પડશે, ત્યારે જ તમને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. કોઇ વિશેષ વ્યવસ્થા કરવામાં પણ આજે તમારો સમય પસાર થશે. તમારા પડોશીઓના વ્યવહારથી આજે તમને અમુક સબક મળી શકે છે. એટલા માટે સાવધાનીપૂર્વક કામ કરવું જોઈએ. આજે તમારો ભૌતિક તેમજ સાંસારિક દ્રષ્ટિકોણ અમુક વાતોથી બદલી શકે છે. જેના કારણે લોકોને મુશ્કેલી પણ આવી શકે છે, પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી. આર્થીક સ્થિતિ થોડી નબળી રહેશે, પરંતુ આર્થિક સ્થિતિની દિશામાં કરેલા તમારા પ્રયત્નો સફળ રહેશે. જો સંતાનથી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે આજે દૂર થશે.

વૃષભ રાશી

આજના દિવસે તમારા રોકાયેલા કામો પૂર્ણ થશે. તેનાથી તમે ઘણા ખુશ થશો, પરંતુ આ ખુશી તમારા આજુબાજુના લોકો જોઈને તમારાથી ઇર્ષ્યા કરશે. એટલા માટે તમારી નોકરી તેમજ કાર્ય કાળના અમુક સાથી તમને હેરાન કરવાનો પ્રયત્ન કરી શકે છે. એટલા માટે તમારે સાવધાન રહેવું જોઈએ. જીવનસાથી સાથે આજે તમે અમુક પ્રેમ ભરેલી વાતો કરશો. જેના કારણે તમારો સંબંધ વધારે મજબૂત થઈ જશે. તમારા ભાઈની સલાહ તમારા બિઝનેસ માટે લાભદાયક સિદ્ધ થશે. વિદ્યાર્થીઓ એ પોતાના જ્ઞાનની વૃદ્ધિ માટે આજે ગુરુની સલાહ લેવી જોઈએ.

મિથુન રાશિ

આજનો દિવસ તમે સવારથી જ એ વિચારીને શરૂ કરશો કે આજે તમારા બધા કાર્યો પૂર્ણ કરવા છે. એટલા માટે આજે વિશેષ ભાગદોડ કરવી પડશે અને ચિંતા પણ થઈ શકે છે. આજના દિવસે તમારા જૂના રોકાયેલા કામો દૂર થશે. તો તમારો આજનો દિવસ વિશેષ ભાગદોડમાં અને ચિંતામા પસાર થશે. પત્નીના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જોઈએ. અતિથિ અને મહેમાન પણ અમુક દિવસ સુધી તમારા ઘરે રોકાઈ શકે છે. આજના દિવસે તમારા મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે અને રોકાયેલું ધન પરત આવશે.

કર્ક રાશિ

આજનો તમારો દિવસ સુખદાયક જોવા મળી રહ્યો છે અને ભાગ્યમાં વૃદ્ધિ થવાના સંકેત પણ છે. આજે અમુક ઉત્તમ સંપત્તિની પ્રાપ્તિની સાથે જ ખર્ચ થવાની સંભાવના છે. સંતાન પક્ષ તરફથી હર્ષવર્ધક સમાચાર પ્રાપ્ત થશે અને પરિવારમાં આમોદ પ્રમોદનું વાતાવરણ રહેશે. ઘણા ટાઈમથી રોકાયેલું કાર્ય આજે પૂર્ણ થશે. મિત્રોના આગમનથી સાંજનો સમય સારી રીતે પસાર થશે. જો તમે કોઈ યાત્રાનું પ્લાનિંગ બનાવી રહ્યા હોય તો આજે તેને ટાળી દેવું તમારા માટે સારું રહેશે.  અચાનક ધન ખર્ચનો યોગ બની શકે છે.

સિંહ રાશી

આજનો દિવસ તમારા માટે ભાગ્યમાં વૃદ્ધિ કરનાર છે અને તમને બધા પ્રકારની મદદ પ્રાપ્ત થશે. આજના દિવસે વ્યવસાયિક સ્થળ ઉપર પરિવર્તન તમારા માટે સારું રહેશે. વ્યાપારમાં નજીકના સહયોગીના પ્રત્યે સાચી નિષ્ઠા અને સુમધુર વાણી રાખવાથી તમે લોકોના દિલ જીતી શકશો અને તમારા અનુસાર તમને ફળ પ્રાપ્ત થશે. વેપારી લોકોને વધારે પડતી ભાગદોડ કરવી પડશે. તમે કોઈ શુભ કામ માટે પૈસા ખર્ચ કરી શકો છો. ભાઈ-બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ છે અને બધી તરફથી તમને મદદ પ્રાપ્ત થશે. પરિવારના બધા લોકો તમારી સાથે રહેશે અને તમારું સન્માન કરશે. નોકરી તેમજ કાર્ય વ્યવસાયના ક્ષેત્રમાં ચૂપ રહેવું જ આજે લાભકારક રહેશે. બોલાચાલીથી તમારે આજે બચવું જોઈએ. તમારે આજે મન લગાવીને તમારું કામ કરવું જોઈએ. તમારા બધા કાર્યો સમય સાથે પૂર્ણ થશે. બિલ્ડર લોકો માટે આજનો દિવસ સારો રહેશે. નવા ટેન્ડરથી તમને ફાયદો મળશે. વિદ્યાર્થીઓને આજે મિશ્ર પરિણામ મળવાની સંભાવના છે. આરોગ્યની બાબતમાં જોખમ ન લેવું. લોકો સાથે વધારે પડતું હળવા મળવાથી બચવું.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે સુખી અને સમૃદ્ધિદાયક સાબિત થશે અને બધા પ્રકારના શુભ યોગ આજે તમારા દિવસને ખાસ બનાવશે. આજે ગ્રહોની કૃપાથી તમારા સૌંદર્યમાં વૃદ્ધિ થશે. કોઈ નજીકના મિત્રની સલાહ તેમજ સહયોગથી તમારા અધુરા કાર્યો પૂર્ણ થશે. તમારે આજે સમયનો સદુપયોગ કરવો જોઈએ. આજે નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે શુભ છે અને તમને મનથી સંતોષની પ્રાપ્તિ થશે. આજનો દિવસ તમારા કામકાજને સુધારવામાં વિશેષ યોગદાન આપશે. કોઇ વિશેષજ્ઞની સલાહ તમારા માટે આગળ જઈને ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. આજથી તમારા મોજના દિવસો શરુ થઈ રહ્યા છે. આજે કારોબારમાં સારો લાભ મળશે. જીવનસાથી સાથે તાલમેલ બનાવી રાખવો. આજે તમને તમારા ભાઈઓ અને મિત્રો તરફથી કામમાં સફળતા મળશે. તમારા કામના સ્થળે હાલાત સામાન્ય રહેશે.

ધન રાશિ

આજના દિવસે તમારા ગ્રહોના શુભ યોગથી મોટી માત્રામાં ધનની પ્રાપ્તિ થઇ શકે છે અને તેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આજના દિવસે તમારા રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. તમે તમારી બુદ્ધિ ક્ષમતાથી બધી જ મુશ્કેલીઓનું સમાધાન કરશો. એવું કરવાથી તમને સ્થાયી સફળતા મળી જશે. મિત્રો તરફથી દરેક મદદ પ્રાપ્ત થશે. વેપારીઓને વધારે લાભ મળવાની સંભાવના છે. આજે તમે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવાનો પ્લાન બનાવી શકશો. સામાજિક રીતે તમારી લોકપ્રિયતામાં વધારો થશે.

મકર રાશિ

આજનો દિવસ તમારો ઘણો વ્યસ્તતાની સાથે પસાર થશે. સાંજના સમયે તમે તમારા મિત્રોની સાથે આનંદિત રહેશો. મનમાં પ્રસન્નતાની સાથે સુખનો અહેસાસ પણ થશે. વ્યક્તિ વ્યવસાયની તરફ ધ્યાન આપવું એ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. આજે બપોર સુધી તમે તમારા અધુરા કાર્ય પૂર્ણ કરી શકશો. કામમાં હિસાબ રાખવો બધાથી જરૂરી છે, ત્યારે જ તમારી અને તમારા પરિવાર બંનેની પ્રગતિ થશે.

કુંભ રાશિ

આજના દિવસે તમારા રાશિમાં ગ્રહોના શુભ યોગ જોવા મળી રહ્યા છે અને ભાગ્યમાં વૃદ્ધિના સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. ધન, કર્મ અને કીર્તિની વૃદ્ધિ થશે. શત્રુ ચિંતાનો નાશ થશે અને પ્રબળથી પ્રબળ વિરોધીઓના હોવા છતાં તેનો અંત આવશે અને તમારો વિજય થશે. સફળતાની પ્રાપ્તિથી મનમાં હર્ષ થશે અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે. આજના દિવસે તમારા દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. કોઈને ઉધાર આપેલા પૈસા આજે પાછા મળવાની શક્યતા રહેલી છે. જીવનમાં આગળ વધવા માટે તમારે નવી યોજનાઓ બનાવવી પડશે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે સુખ-સમૃદ્ધિ આપનાર અને ભાગ્યમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે. તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. આજના દિવસે કોઈ માંગલિક કાર્યનું આયોજન થઇ શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને નજીકની યાત્રા પણ થઈ શકે છે. રાત્રિનો સમય પરિવારની સાથે પસાર થશે, તો તમને સારું લાગશે. તમારા અટકેલા કામ આજે બનતા દેખાશે. ખર્ચાઓ વધારે થશે. સાવધાની પૂર્વક વિચાર કર્યા પછી તમારે તમારા પૈસા ખર્ચ કરવા. તમારા પર કામનો વધારે પડતો બોજ રહેશે. પિતા તેમજ પિતા સમાન લોકો પાસેથી પ્રોત્સાહન મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *