રાશિફળ ૧૬ ડીસેમ્બર ૨૦૨૨, આ રાશિ માટે બદલાશે ખરાબ સમય, કાર્યનું મળશે અદભુત ફળ

Posted by

મેષ રાશિ

તમે ઈચ્છેલા પરિણામો ન મળવાથી તમારો મૂડ ખરાબ રહી શકે છે. રાત સુધીમાં કોઈ સારા સમાચારથી તમે ખુશ રહેશો. બીજા વિશે ખરાબ ન વિચારવું. તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવું, નહિતર પેટ સાથે જોડાયેલા રોગ થઈ શકે છે. સમય ઓછો છે ને કામ વધારે માટે તમારે તમારા કામમાં મન લગાવવું પડશે તો જ સફળતા મળશે. આજે મિલકતને લાગતાં કામમાં મિશ્ર અસર હોવા છતાં કારકિર્દી અને આર્થિક બાબતે વધારે ફાયદો મળવાની શક્યતા છે.

વૃષભ રાશિ

કોઈ મુશ્કેલ સમસ્યાનું સમાધાન કરવામાં પિતાનો સહયોગ ઉપયોગી સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદનો આજે છેલ્લો દિવસ છે.  મહત્વના કામ પૂરા કરવામાં વ્યસ્ત રહેશો. વિદ્યાર્થીઓ માટે સમય મહેનત કરવાનો છે. આવકમાં તમારા મન મુજબ ફેરફાર થવાની શક્યતા છે. વધારે ઘમંડ કરવાથી તમને નુકશાન થઈ શકે છે. કામના ક્ષેત્રે કેટલીક અણગમતી ઘટનાઓથી તમે ચિંતિત થઇ શકો છો.

મિથુન રાશિ

તમને કોઈ ચામડીનો રોગ થઈ શકે છે. કોઈ મનગમતી અથવા જરૂરી વસ્તુ ન મળવાથી મુંઝવણ રહેશે. તમારી કારકિર્દી માટે ગંભીર નિર્ણય લેવો. આત્મવિશ્વાસમાં અભાવને લીધે ખોટા નિર્ણયો લઈ શકો છો. આધ્યાત્મિક બળથી લાભ થશે. જીવનસાથી તરફથી સાધારણ સહયોગ મળશે. નોકરી દરમિયાન સહજતા અનુભવશો. આવક અથવા ધનપ્રાપ્તિમા ગતિશીલતા રહેશે.

કર્ક રાશિ

વ્યવસાયિક બાબતે તમે કોઈ સકારાત્મક સમાચાર સાંભળી શકશો. તમારા જીવનસાથી તમારી સાથે તેની ભાવનાઓ અને પ્રેમ વ્યક્ત કરશે. ઘણા દિવસોથી ઘરમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. આજે તમારે ધીરજ અને સંયમ બનાવી રાખવાની જરૂર છે. તમે તમારા વેપાર અને વ્યવસાયિક બાબતે ગતિવિધિઓને વધારવા માટે નવી રણનીતિ બનાવી શકશો. મિત્રો અને સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકશો.

સિંહ રાશિ

આજે બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે. પરાક્રમમાં વધારો થશે. તમારા દુશ્મનોની હાર થશે. જો તમે કેટલાક દિવસોથી કોઈ વાતને લઈને ચિંતિત હોય તો તેમાં તમને રાહત મળશે. જીવનસાથી સાથે પસાર કરેલા સમયને યાદ કરીને આનંદ અનુભવશો. આજે ભાગીદારીમાં વેપાર કરવા વાળા લોકો માટે દિવસ અનુકૂળ રહેશે. આજે તમે ખુશ અને આનંદિત રહેશો. મનને ખુશ રાખવાના પ્રયત્નો કરવા.

કન્યા રાશિ

તમારું પારિવારિક જીવન શાંતિ પૂર્ણ રહેશે પરંતુ દંપતી વચ્ચે તણાવ રહી શકે છે. આજે કોઈ સાથે વાત કરતા સમયે વાણીને કાબૂમાં રાખવી. પરિવારના લોકોનું આરોગ્ય સારું રહેશે. આજે ધાર્મિક પ્રવૃત્તિમા વધારો થશે. બાળકોનું ખાસ ધ્યાન રાખવું, બહાર ન નીકળવા દેવા. રોકાણથી લાભ થઈ શકે છે.

તુલા રાશિ

આજે દૂરથી મળતા લાભના સંકેતથી તમને આનંદ મળશે. દિવસના અંત ભાગમાં તમને શાંતિનો અનુભવ થશે. પરિવારના કોઈ ખાસ માણસ વિશે તમને રસપ્રદ વાત ખબર પડશે, જેને લીધે ઘરમાં હસી ખુશીનું વાતાવરણ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. આજે ગુસ્સા પર કાબૂ રાખવાથી સારા પરિણામ મળશે, તમારે ધીરજથી કામ લેવું પડશે. પરિવારમાં સામાન્ય સ્થિતિ બની રહેશે.

વૃષીક રાશિ

તમારું પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે પરંતુ પરિવારના સભ્યો સાથે સંવેદનશીલ બાબતો ઉપર ચર્ચા ન કરવી. આજે તમારા જૂના મિત્રોનો ફોન આવી શકે છે જેને લીધે તમે આગળની રણનીતિ વિશે ચર્ચા કરશો. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાસ વધશે. વિદ્યાર્થીઓનો અભ્યાસમા પૂરું મન લાગશે. તમારી આવક ઓછી થવાને લીધે કેટલાક કામોમાં અડચણ આવી શકે છે.

ધન રાશિ

જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થશે. શારીરિક સુખ વધશે. બૌદ્ધિકતા પ્રખર રહેશે. કેટલાક કામમાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે. તમારા વેપાર ધંધામાં પૈસાની બાબત ગૂંચવાઈ શકે છે. ખાવા પીવાની બાબતે સારો સમય રહેશે પરંતુ ધ્યાન રાખવું કે તમારું આરોગ્ય બગડી ન જાય. કારકિર્દીના ક્ષેત્રે આવેલી અડચણો પોતાની જાતે જ દૂર થઇ શકશે. નોકરીમાં બદલી થવાની સંભાવના છે.

મકર રાશિ

આજે તમે કંઇક ખાસ કરવાથી લોકપ્રિયતા મેળવી શકશો. તમારે તમારા ગુસ્સાના પ્રકોપ અને અપમાન જનક ભાષણ ઉપર કાબૂ રાખવો પડશે. વેપાર-ધંધામાં તમારા ભાગીદારને લઇને તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવશે, એટલા માટે તમારે આવી બાબતોમાં વાતચીત કરીને ઉકેલ લાવવો જોઈએ, એ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા ઇષ્ટ દેવને પ્રણામ કરો, તમારા જીવનમાં ખુશીયો બની રહેશે. તમારા સાથી સાથે નમ્રતાથી વાત કરવાની જરૂર છે. જમીન મિલકતને લગતી કોઈ સમસ્યા હશે તો તેનો ઉકેલ આવી શકશે. પરિવારમાં સ્થિતિ સામાન્ય રહેશે.

કુંભ રાશિ

મોટાભાઈના સહયોગને લીધે આજે કોઈ સમસ્યાનું સમાધાન મેળવવામાં તમે સફળ રહેશો. લગ્ન જીવનમાં આપસી સહયોગને લીધે સારુ રહેશે. તમારા દુશ્મનો કંઈક એવું કરશે કે તમે ચિંતિત થઈ જશો. તમારે સતર્ક રહેવું અને દુશ્મનોના છળકપટને અવગણવું નહીં, તેની ગતિવિધિ ઉપર નજર રાખવી. અધિકારી વર્ગ માટે સમય સારો રહેશે. તમારી કારકિર્દીમાં સુધારો લાવવા માટે તમારા પ્રયત્નોમાં ઝડપ વધારવી પડશે.

મીન રાશિ

વ્યવસાયિક બાબતે તમારે કેટલીક ગૂંચવણો રહેશે. કામમાં માતા-પિતાનો સહયોગ મળશે. આજે ઘરે બાળકો સાથે કોઇ રમત રમશો. ઘરેલુ મહિલાઓ ઘરની સાફ-સફાઈમાં વ્યસ્ત રહેશે. તમારૂ આરોગ્ય સારું રહેશે પરંતુ તમારે ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડશે. પૈસાની આવક માટેના પ્રબળ અવસર દેખાઈ રહ્યા છે. વધારે કામ રહેવાથી તમારા જરૂરી કામ પૂરું નહીં થઈ શકે. પ્રગતિના રસ્તા ઉપર તમે આગળ રહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *