રાશિફળ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩, આ રાશિ માટે શરુ થશે નફાનો સમય, વેપાર ધંધામાં રહેશે બરકત

Posted by

મેષ રાશિ

આજે આર્થિક સ્થિતિ વધારે સારી રહેશે. પાછલા કેટલાક સમયથી કરવામાં આવેલા કામમાં યોગ્ય ફળ મળશે. તમે તમારા નિયમો અને આદર્શો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરો, જેને લીધે સમાજમાં તમારું યોગ્ય માન-સન્માન બની રહેશે. કોઈ ગૂંચવાયેલી બાબતનો ઉકેલ લાવવા માટે તમારે ખૂબ જ ધીરજ રાખવાની જરૂર છે. બીજાની બાબતમાં દખલગીરી કરવી નહીં, નહીંતર તમે પોતે કોઇ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કોઈ સમસ્યાને લઈને ભાઈઓ સાથે મતભેદ જેવી સ્થિતિ બની શકે છે. વેપાર ધંધામાં થોડી ગૂંચવણ ઊભી થશે. પરંતુ તમે તમારી સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટેનો રસ્તો શોધી લેશો. તમારી આર્થિક સ્થિતિને કોઈ મોટો ભય નહીં રહે. નોકરીમાં તમે તમારા લક્ષ્યને સમયસર પૂરું કરવામાં અસમર્થ રહેશો. કોર્ટ કેસની બાબતમાં થોડી અડચણો આવી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સામંજસ્ય બની રહેશે. પ્રેમ તેમજ રોમાન્સમાં નવી સંભાવનાઓ બની શકે છે.

વૃષભ રાશિ

આજનો દિવસ ખૂબ જ ઉત્તમ રીતે પસાર થશે. તમારા નવા વિચારો તેમજ જાગૃતતા તમારા આત્મવિશ્વાસ અને આત્મબળને પ્રબળ બનાવશે. મહિલાઓએ ખાસ રીતે પોતાની જાત તરફ સજાગ રહેવું, તો જ સફળતા મળશે. બદલાયેલી પરિસ્થિતિ સાથે તાલમેલ બનાવી રાખવામાં થોડી મુશ્કેલી રહેશે. લેવડદેવડ સાથે જોડાયેલી બાબતમાં ચિંતા રહી શકે છે. કેટલીક નવી ચુનોતીઓ તમારી સામે આવશે, તમે તેનો ઉકેલ લાવવામાં સમર્થ રહેશો. વ્યવસાય સાથે જોડાયેલી ગતિવિધિઓને ગુપ્ત રાખવી. ટેક્ષ સાથે જોડાયેલા બધા કાગળ પુરા રાખવા જરૂરી છે. આ સમયે મુશ્કેલમાં મુશ્કેલ કામ પૂરું કરવામાં પણ સફળતા મળશે. ઓફિસમાં સહયોગીઓ સાથે કોઈ કામને લઈને બોલાચાલી થઈ શકે છે. વ્યસ્તતાને લીધે ઘર-પરિવારને વધારે સમય નહીં આપી શકો. જીવનસાથી અને પરિવારના લોકોનો પુરો સહયોગ મળશે.

મિથુન રાશિ

આજે ધાર્મિક તેમજ આધ્યાત્મિક કામમાં તમારો ઝુકાવ વધશે, જેનાથી તમને શાંતિ અને નવી ઊર્જા મળશે. કામનું દબાણ હોવા છતાં પણ તમે કાર્યશીલ અનુભવશો. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. બિનજરૂરી બોલાચાલી અને વાદ-વિવાદથી દૂર રહેવું, નહિતર મુશ્કેલી આવી શકે છે. કોઈપણ કામમાં અસફળતા મળવાથી નિરાશ થવાની સ્થિતિ રહેશે. ધીરજ અને સંયમ રાખીને આગળ વધવાનો સમય છે. તમારા દૂરના લોકો સાથેના સંપર્કોને આજે વધારે મજબૂત બનાવશો. તેમાં તમને સફળતા મળશે. આ સમય ખૂબ જ વધારે પ્રયત્નો અને પરિશ્રમ વાળો છે. આ સમયે કરવામાં આવેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં તમને યોગ્ય પરિણામ મળશે. પરિવારિક વ્યવસ્થા યોગ્ય બની રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને પ્રેમ તમારા મનોબળને બનાવી રાખશે.

કર્ક રાશિ

નવા કામ તરફ તમારી વ્યસ્તતા રહેશે, તેમજ લક્ષ્ય મેળવવા માટે તમે સક્ષમ રહેશે. કોઈ માંગલિક સમાચાર મળવાથી તમારું મન ખુશ રહેશે. અટકેલા અને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. પરિવારના લોકો સાથે ખરીદારીમાં સારો સમય પસાર થશે. તમારા અભિમાનને લીધે મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે. કોર્ટ કેસ સાથે જોડાયેલી બાબતોને અત્યારે સ્થગિત રહેવા દેવી કારણ કે ગૂંચવણો વધવાની શક્યતા છે. બિનજરૂરી ખર્ચથી પરેશાન રહેશો. વિદેશ સાથે જોડાયેલા વેપારમાં ખૂબ જ વધારે સફળતા મળવાની સંભાવના છે. આ સમયે અટકેલા કામમા ગતી આવશે. અત્યારે કોઈ નવી યોજના બનાવવી નહીં. રાજકીય કામમાં અડચણો આવી શકે છે. માટે તમારી ફાઇલો અને કાગળિયાઓ પુરા રાખવા. પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઈને કલેશની સ્થિતિ બની રહેશે. વધારે સારું રહેશે કે તમારે ઘરની વાતો બહાર ન નીકળવા દેવી. પ્રેમ તેમજ રોમાન્સમાં નવી સંભાવનાઓ બની શકે છે.

સિંહ રાશિ

છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તમારી સખત મહેનતનું આજે ઉચિત પરિણામ મળવાનું છે. ઘણા સમયથી ચાલી આવી રહેલી સમસ્યાઓ એક પછી એક ઉકેલાતી જશે. તમને તમારી છાપ વધારે સારી બનાવવાનો ચાન્સ પણ મળશે. ગેરકાનુની કામમાં રસ ન લેવો, નહીંતર તમારા માન-સન્માનને નુકસાન પહોંચી શકે છે. કેટલીક ઘરેલુ બાબતોમાં વાદ વિવાદ થઈ શકે છે. આ સમયે કોઇ મોટો નિર્ણય ન લેવો. યુવાનોએ તેના ભવિષ્ય અને કારકિર્દી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી. વ્યવસાયમાં અટકેલા કામ આગળ વધારવા માટે સમય અનુકૂળ છે. પરંતુ રિસ્ક હોય એવા કામમાં રસ ન લેવો. નોકરીમાં સ્ટાફ સાથે સામંજસ્ય વધારવામાં મુશ્કેલીઓ આવશે. યુવાનોએ તેની કારકિર્દી તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે. પારિવારિક બાબતોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવો, જેનાથી ઘરની વ્યવસ્થા ઉચિત બની રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નજીકતા વધશે.

કન્યા રાશિ

સમય અનુકૂળ છે. તમારી આશાઓ પુરી થશે. સામાજિક કામમાં તમારું ખાસ યોગદાન રહેશે. જોખમ વાળા કામમાં તમારો ખાસ રસ રહેશે, અને તમે આનંદ અનુભવી શકશો. વાતચીતના માધ્યમથી કેટલાક મહત્વના કામ પૂરા થઈ શકે છે. આ સમયે દેખાદેખીથી બિનજરૂરી કામમાં ખર્ચાઓ રહેશે. કોઈ અશુભ સમાચાર મળવાની આશંકા રહેલી છે. વાતચીત કરતાં સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરવો. બાળકોની બાબતમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે અને નોકરી મળવાની પણ સંભાવના છે. સરકારી કામમાં સફળતા મળશે. આ સમયે તમારે ચાપલૂસી વાળો સ્વભાવ ધરાવતા લોકોથી દૂર રહેવું. પાછલા કેટલાક ખરાબ અનુભવો પરથી શીખીને તમે તમારા આજના દિવસને વધારે સારો બનાવી શકશો. ઘરના કોઇ સભ્યના લગ્ન જીવનમાં કડવાહટ આવી શકે છે, જેને લીધે ઘરનું વાતાવરણ ચિંતાજનક રહેશે. વ્યર્થના પ્રેમ સંબંધોમાં પોતાનો સમય બગાડવો નહીં.

તુલા રાશિ

વિદ્યાર્થીઓને તેની મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી પ્રસન્નતા રહેશે. ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ કોઈ મધ્યસ્થી વ્યક્તિની મદદથી આવી શકે છે. ઘરની કેટલીક મહત્વની બાબતોમાં તમારો નિર્ણય સ્વીકારવામાં આવશે. ઘરમાં મહેમાનોની સતત આવન-જાવનને લીધે તમે તમારા લક્ષ્યને મેળવવામાં મુશ્કેલી અનુભવશો. જેને લીધે તમારે ખૂબ જ વધારે નુકસાન સહન કરવું પડશે. આ સમયે જમીનના ખરીદ વેચાણ સાથે જોડાયેલા કામ અટકી શકે છે. વ્યવસાયિક ગતિવિધિઓ અડચણ વગર ચાલતી રહેશે. કોઈ સંસ્થા અથવા તો સંમેલનમાં તમારું સન્માન કરવામાં આવશે. જોખમ વાળા કામથી દૂર રહેવું, કોઇ વિભાગીય ઇન્કવાયરી થવાની આશંકા છે. ઓફિસમાં કોઈ પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડશે. ઘર અને વ્યવસાયમાં યોગ્ય સામંજસ્ય બનાવીને રાખશો તો શાંતિવાળું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.

વૃષીક રાશિ

આજનો દિવસ સુખ શાંતિથી પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે. તથા તેના માર્ગદર્શનથી કોઈ મુશ્કેલીઓનો ઉકેલ આવી શકશે. મિલકતો સાથે જોડાયેલા કોઈ કામ અટકેલા હશે તો તે પૂરા થઈ શકશે. કોઈ નજીકના સંબંધીની ઘરે જવાનું આમંત્રણ મળશે. બપોર પછીના સમયે અચાનક કોઈ મુસીબત તમારી સામે આવી શકે છે. બિનજરૂરી કામમાં સમય પસાર થશે. મનમાં અલગ અલગ પ્રકારની શંકાઓ આવશે. દેખાદેખીને લીધે કર્જ લેવાના પ્રયત્નો ન કરવા. યુવાનોને કારકિર્દી સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. કાર્ય કુશળતામાં વધારો થશે. મિલકત સાથે જોડાયેલા વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ ડીલ થવાની સંભાવના છે. કોઈ સંમેલનમાં જવા માટે યાત્રા કરવી પડશે. ઘરનું વાતાવરણ સુખદ તેમજ શાંતિપૂર્ણ બની રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં તમને દગો તેમજ નિરાશા પણ મળી શકે છે.

ધન રાશિ

તમારો ઉદાહરણ અને મિલનસાર સ્વભાવ તમારી છાપને વધારે સારી બનાવશે. ભવિષ્ય સાથે જોડાયેલી યોજનાઓને લઈને કેટલીક લાભદાયક નીતિઓ બનશે. કામકાજની વ્યસ્તતા સિવાય પરિવાર તથા મિત્રો વચ્ચે મોજ-મસ્તી તથા મનોરંજનમાં સમય પસાર થશે. અજાણ્યા લોકો સાથે મુલાકાત કરતા સમયે પોતાના માન-સન્માનનું ધ્યાન રાખવું, બિનજરૂરી કોઈ દગો મળી શકે છે, અને બીજી ઘણા બધા પ્રકારની સમસ્યાઓ સામે આવશે. તમે એ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળ રહેશો. વેપારમાં પૈસાનું રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. વ્યસ્તતા હોવા છતાં પણ તમે કોઈ નવા કામમાં દિલચશ્પી લેશો, અને ખૂબ જ વધારે પ્રમાણમાં સફળતા મળી શકશે. કાનૂની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. સરકારી કામ કરતા લોકો ઉપર કોઈ મહત્વની જવાબદારી આવી શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. કોઈ સંબંધીને ત્યાં તમને આમંત્રણ અને સત્કાર મળી શકે છે. લગ્ન ન થયેલા હોય એ લોકોને લગ્ન માટેનો સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે.

મકર રાશિ

આજનો દિવસ ઉત્તમ રીતે પસાર થશે. કોઈપણ કામને સમજી-વિચારીને કરવાથી ખૂબ જ સારી સફળતા મળશે. યુવાનો તેનું કામ કઢાવવા માટેના બનતા પ્રયત્નો કરશે. ધાર્મિક કામમાં વ્યસ્તતા રહેશે. આ સમયે જૂની નકારાત્મક વાતોને તમારા વર્તમાન ઉપર હાવી ન થવા દેવી. જેને લીધે તમારા વર્તમાનમાં પણ તણાવ આવી શકે છે. બાળકોની ગતિવિધિઓ અને મિત્રો પર નજર રાખવાની જરૂર છે. બીજાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તમારા પોતાના કામ અધુરા રહી શકે છે. યુવાનોને રોજગાર માટેના અવસર મળશે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાથી નોકરી મળવાની સંભાવના છે. અધિકારીઓ સાથે સારો તાલમેલ બનાવીને રાખવો. ખૂબ જ સમજી-વિચારીને કોઈ પણ નિર્ણય લેવો નહીતર એ ચાન્સ તમારા હાથમાંથી નીકળી શકે છે. ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે. મહેમાનોના આવn-જાવનથી તમને સુખ અને ખુશી મળશે.

કુંભ રાશિ

આ સમય માન-પ્રતિષ્ઠા આપનાર છે. તમારા વિરોધીઓ તમારા વ્યક્તિત્વ આગળ હારી જશે. રાજનૈતિક તેમજ સરકારી બાબતોમાં સફળતા મળશે. યુવાનો પોતાની કારકિર્દીને લઈને સજાગ રહેશે અને સફળતા મેળવશે. ઘરમાં કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. પારિવારિક બાબતોમાં તેમને નિરાશા મળી શકે છે. શાંતિ અને ધીરજ બનાવી રાખવી, એ તમારા માટે સારું રહેશે. તમે પોતે જ તમારા કામમાં અડચણ ઊભી કરશો. આ સમયે ભાગ્યના ભરોસે ન બેસી રહેવું, યોગ્ય મહેનત કરવી પણ જરૂરી છે. સરકારી કામ આગળ વધશે. નવી નવી યોજનાઓનો અમલ કરવો લાભદાયક રહેશે. આ સમયે કમિશન તેમજ કપડા સાથે જોડાયેલા વ્યવસાયમાં લાભ દાયક સ્થિતિઓ બની રહેશે. ઓફિસમાં કોઈ જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે, અને આ જ કારણને લીધે સહયોગી સાથેના તમારા સંબંધો સારા બનશે. પતિ-પત્ની વચ્ચે યોગ્ય સામંજસ્ય બની રહેશે. તેમજ ઘરની વ્યવસ્થા પણ ઉત્તમ રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં નિરાશાની સ્થિતિ બની શકે છે.

મીન રાશિ

આજે તમારા માટે પ્રગતિનો કોઈ રસ્તો ખુલવાનો છે. માટે તમારે તમારા કામને પુરી ગંભીરતાથી ઉકેલવા પડશે. તમે સકારાત્મક તેમજ અનુભવી લોકોના વિચારોમાંથી પ્રેરણા લઈને તમારી જીવનશૈલીને વધારે સારી બનાવવા માટેના પ્રયત્નો કરશો. સ્ત્રીઓ તેના સન્માનને લઈને ખાસ રીતે સજાગ રહેશે. નકારાત્મક વિચારધારા ધરાવતા લોકોથી દૂર રહેવું. જો વાહન સાથે જોડાયેલી ખરીદારીની યોજના બની રહી હોય તો અત્યારે તેને સ્થગિત રાખવી ઉચિત રહેશે. વેપારમાં કોઈ નવી ડીલ અથવા તો કરાર થવાની સંભાવના છે. આ સમયે કોઈ નવું કામ શરૂ થવાની યોજના બની શકે છે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ તમને કોઈ ખાસ નિર્ણય લેવામાં મદદ કરશે. ઘર પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓ તથા વિચારોનું સન્માન કરશે. પ્રેમ સંબંધ વધારે સારા બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *