મેષ રાશિ
આજે તમારે કામનું ભારણ વધારે રહેશે. તમારા કામના ક્ષેત્રે લોકો તમારી સલાહ માનશે. તમારી ભાવનાઓને કાબૂમાં રાખશો તો ફાયદો થશે. આર્થિક ક્ષેત્રે સ્થિરતા રહેશે. પરિવારમાં સુખદ વાતાવરણ બની રહેશે. તમારા આરોગ્યનું ધ્યાન રાખવું કારણ કે તમને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે તમારા જીવનસાથી તમારી ખૂબ પ્રશંસા કરશે. સાંજે મહેમાનો ઘરે આવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.
વૃષભ રાશી
સમયસર નિર્ણય ન લેવાને લીધે હાથમાં આવેલો ચાન્સ તમે ગુમાવી શકો છો. બીજાને તમારી વાતોથી પ્રભાવિત કરવામાં સફળ રહેશો. ઓફિસમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે તમારા સંબંધો મજબૂત બનશે. આજે તમે પોતાની જાતને ઉર્જાવાન અનુભવશો. બધા કામમાં જીવનસાથીનો સહયોગ મળશે. જે લોકો રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેના સન્માનમાં વધારો થશે. વાતચીત કરવામાં સંભાળીને શબ્દોનો ઉપયોગ કરવો. તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.
મિથુન રાશિ
આજે અચાનક ધનલાભ થવાથી તમે પ્રસન્ન રહેશો. વિદ્યાર્થીઓને તેની ઇચ્છા મુજબનું પરિણામ મળી શકશે. આજે તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાની જરૂર છે. આજે તમે બીજા પર તમારો પ્રભાવ બનાવવામાં સફળ રહેશો. આજે તમારે બિનજરૂરી ખર્ચા કરવા નહીં અને કોઈના દબાવમાં આવવું નહીં. કોઈના દબાવમાં આવવાથી તમે તમારી ક્ષમતા વિરુદ્ધ કાર્ય કરશો જે તમારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિ લઈને આવશે. તમને સલાહ આપવામાં આવે છે કે તમારે તમારી વાણીને કાબૂમાં રાખવી પડશે.
કર્ક રાશિ
લગ્ન જીવન માટે આજનો દિવસ ખૂબ જ નબળો રહેશે. જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે માટે સાવધાની રાખવી. કામકાજમાં મન લાગવાથી નોકરી અને વેપાર ધંધામાં આગળ વધી શકશો. આસપાસના કેટલાક લોકો તમારા ભરોસે હશે. પરિવાર સાથે તમારી આત્મીયતા વધશે. વેપારની બાબતમાં દિવસ ફાયદાકારક રહેશે. વેપારમાં અચાનક ધન લાભના અવસર મળશે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. સાંજના સમયે બાળકો સાથે સારો સમય પસાર કરી શકશો.
સિંહ રાશી
આજે તમારી કિસ્મત તમને અનુકૂળ રહેશે. તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ ખુબ જ આળસ રહેશે. વેપાર-ધંધામાં આવનારી મુશ્કેલીઓથી સાવધાન રહેવું. આજે તમે રોમેન્ટિક વિચારોમાં ખોવાયેલા રહેશો. પરિવારના લોકોની મદદ મળી શકે છે. તમારા નજીકના સંબંધો તમારા માટે ખાસ રહેશે. કામની બાબતમાં અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે. તમારા સહકર્મચારીઓ તમને પૂરેપૂરો સહયોગ આપશે. તમારી કાર્યક્ષમતામાં વધારો થશે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકોને તેના કામના ક્ષેત્રે સુખદ અનુભવો થશે. આજે તમે ધાર્મિક કામમાં રસ લેશો. આજે તમે વધારે પડતી બાબતોને સરળતાથી ઉકેલી શકશો. કોઈ મોટા અને મહત્ત્વના વ્યક્તિ સાથે મુલાકાતનો ચાન્સ તમને મળશે. બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું. તમારો આત્મવિશ્વાસ બની રહેશે. તમારા લગ્નજીવનમાં ખુશીઓ રહેશે. જો તમે કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા હસો તો આજે તમને પર્ફોમન્સ કરવાનો ચાન્સ મળશે. તમે તમારા જીવનસાથીની પ્રગતિથી ખુશ થશો.
તુલા રાશિ
પ્રેમ જીવન પસાર કરતા લોકોને સારા પરિણામો મળશે. તમારા કામના ક્ષેત્રે ઉપરી અધિકારીઓનો દબાવ રહેશે, સાથે આવકમાં વધારો થવાથી તમને ગુસ્સો નહીં આવે. આજે તમારા જીવનસાથી તમારૂ વધારે ધ્યાન રાખશે. પરિવારનું વાતાવરણ તમને મજબુતી આપશે. પૈસાની બાબતમાં થોડા વિચાર કરવાથી ફાયદો રહેશે. અટકેલા પૈસા મળવાના યોગ છે. તમારી આવક, ખર્ચા અને પૈસાની બાબતમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.
વૃષીક રાશિ
આજે તમારા કામની પ્રશંસા થઇ શકે છે. તમે તમારા બધા કર્તવ્ય સારી રીતે પુરા કરશો. જે લોકોને તમે ઓળખતા હશો તેના દ્વારા તમારી આવકના સ્ત્રોત વધશે. આળસનો ત્યાગ કરીને આજે તમારે શારીરિક રીતે સક્રિય રહેવું પડશે. આજે તમે તમારા જીવનસાથીના આરોગ્ય માટે ચિંતિત રહી શકો છો. તમે પોતાની જાતે જ અને શાંત મનથી જે કામ કરશો તેમાં તમને સફળતા જરૂર મળશે.
ધન રાશિ
ધન રાશિના લોકોને લગ્ન જીવનમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. આજના દિવસે તમારે સતર્ક રહેવું અને સાવધાન રહેવું. તમે ઘરમાં રહો કે બહાર રહો તમારે તમારા આરોગ્યનું વધારે ધ્યાન રાખવું પડશે. આજે તમારે કોઈ પ્રકારની યાત્રા કરવી નહીં. વર્તમાન સમયમાં નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. કોઈ નવી નોકરી પણ મળી શકે છે. તમને તમારી બુદ્ધિથી બિઝનેસ, નોકરી અથવા પ્રોફેશનમાં ફાયદો મળી શકે છે. તમારા પરિવારના કોઈ વડીલ માણસ ખાસ કરીને તમારા પિતાનું આરોગ્ય બગડી શકે છે.
મકર રાશિ
આજે તમારા આરામ અને ભૌતિક સુખમાં વધારો થશે. આજે તમને કોઇ ખુશ ખબર મળી શકે છે. જીવનસાથી પ્રત્યે પ્રેમ વધશે. ગ્રહો અને નક્ષત્રો અનુકુળ રહેવાથી દિવસ સુખમય પસાર થશે. આજે તમારે કોઈ નવી યોજના બનાવી અને તેના ઉપર કામ શરૂ કરવું. તમે નબળાઈ અનુભવશો અને બીમાર છો તેવું અનુભવશો. તમારા ભાગીદારો સાથેના તમારા સંબંધોમાં સુધારો થશે. નોકરી બદલવાનો વિચાર મનમાંથી કાઢી નાખવો. નોકરી કરતા લોકોને કેટલાક નવા અને સારા ચાન્સ મળી શકે છે.
કુંભ રાશિ
આજે કામકાજ વધારે રહી શકે છે. તમારે તમારી આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન આપવું પડશે. બિનજરૂરી ચિંતા કરવી નહીં. તમારા કામ ધંધા ઉપર થોડી ઉલટી અસર થઈ શકે છે. રોકાણમાં નુકસાન થવાથી ચિંતા રહેશે. કામની બાબતમાં પરેશાની રહી શકે છે. તમારી ઓફિસમાં કોઈ સાથે ઝઘડો થઈ શકે છે, એટલા માટે સાવધાની રાખવી. તમારી મહેનતથી તમને સફળતા મળશે. કોઈ મોટો ફાયદો પણ થઈ શકે છે. તમારા ગૂંચવાયેલા કાર્યો આગળ વધારીને પૂરા કરવા માટે પરિસ્થિતિ તમારી તરફ રહેશે.
મીન રાશિ
આજે તમારા વડીલો તમારા કામની પ્રશંસા કરશે. નોકરીમાં તમારા પ્રયત્નોનું ફળ મળશે. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું. ધ્યાન અને યોગમાં મન લગાવવું. આજે તમે લીધેલો કોઈ સફળ નિર્ણય તમારી કાલ માટે ફાયદાકારક રહેશે. તમારે લોકપ્રિયતા અને પ્રસિદ્ધિમાં વધારો થવાની સંભાવના છે. જીવનસાથી અને સંતાનો તમને મદદ કરી શકે છે. કોઈ મહત્વપૂર્ણ બાબત માટે વિચાર થઇ શકે છે. ઓફિસમાં તમે તમારા નિયમિત કાર્યો કરતાં કંઈક અલગ કરવાના પ્રયત્નો કરશો તો તમને સફળતા મળશે.