રાશિફળ ૧૨ ડીસેમ્બર ૨૦૨૨, આ રાશિના નવા ભાગ્યનો થશે ઉદય, મુશ્કેલીઓનો આવશે અંત

Posted by

મેષ રાશિ

આજના દિવસ તમારા કામના ક્ષેત્રે કેટલાક પરિવર્તન લઈને આવશે, જેને લીધે તમારા સાથી કર્મચારીઓનો મૂળ ખરાબ થઈ શકે છે, પરંતુ તમે તમારી સારી વાણી અને વ્યવહારને લીધે વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ રહેશો. આજે તમારા પરિવારના કોઈ સભ્યની તબિયત ખરાબ થઈ શકે, જેને લીધે તમારે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેમા ધન ખર્ચ પણ વધારે રહેશે. પ્રેમ જીવનમાં પણ થોડો તણાવ રહી શકે છે. આજનો દિવસ તમે પરોપકારના કામમાં પસાર કરશો. વિદ્યાર્થીઓને પોતાની વાત પોતાના શિક્ષકોને સમજાવવાનો ચાન્સ મળશે.

વૃષભ રાશી

આજનો દિવસ તમે તમારા પરિવારના સભ્યો સાથે હસી ખુસીથી પસાર કરશો. આજે બપોર સુધીમાં તમને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે, જે સમાચાર તમારા સંતાનો અથવા તો તમારા ભાઇ-બહેનના ભવિષ્ય માટેના હોઈ શકે છે, જેનાથી તમારા પૂરા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આજે તમારે તમારા આરોગ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. જો તમારા કોઈ કામ ઘણા દિવસથી અટકાયેલા હોય તો તે આજે પૂરા થઈ શકશે. સસુરાલ પક્ષ તરફથી આજે તમને કોઇ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે, જેને મળીને તમારી જૂની યાદો તાજી થશે. આજે સાંજના સમયે તમે કોઈ માંગલિક કાર્યક્રમમાં જઈ શકો છો.

મિથુન રાશિ

જો તમે તમારી નોકરીમાં પરિવર્તન કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે ખૂબ સારો દિવસ છે, તમને કેટલાક નવા અવસર મળી શકશે. તમારા પિતાજીના આશીર્વાદથી તેમજ ઉચ્ચ અધિકારીઓની મદદથી કોઈ મૂલ્યવાન વસ્તુઓ અથવા સંપત્તિ મેળવવાની તમારી ઈચ્છા પૂરી થશે, જેને લીધે પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે. વિદ્યાર્થીઓ સાહિત્ય તેમજ કલાના ક્ષેત્રે મનપસંદ કારકિર્દી બનાવી શકે છે, જેમાં તેને ભરપૂર સફળતા મળતી દેખાઈ રહી છે. આજે તમારે બિનજરૂરી ખર્ચાથી બચવું પડશે. ખૂબ જ વ્યસ્તતા રહેશે તેમ છતાં તમે તમારા લગ્ન જીવન માટે સમય કાઢી શકો છો.

કર્ક રાશિ

જો આજે તમારે કોઈ મહત્વપૂ્ણ નિર્ણય લેવાનો હોય તો ભાવુકતાથી ન લેવો જોઈએ, નહીંતર એ નિર્ણય તમારા ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે અચાનક તમને મોટા પ્રમાણમાં ધન પ્રાપ્તિ થઇ શકે છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે સાંજના સમયથી રાત સુધી તમે દેવ દર્શન માટે યાત્રા પર જઈ શકો છો. જરૂરિયાતવાળા લોકોની યથાશક્તિ મદદ કરવાથી તમને માનસિક શાંતિ મળશે. તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા પિતાજીને આજે આરોગ્યને લગતી સમસ્યા રહી શકે છે, તેના માટે તમારે ભાગદોડ કરવી પડશે.

સિંહ રાશી

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. આજે તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. ખાવા-પીવા ઉપર નિયંત્રણ રાખવું પડશે. તમારા અટકેલા કામ પૂરાં થશે. વ્યવસાય માટે દિવસ વધારે ફાયદાકારક રહેશે. આજે તમારી મુલાકાત તમારા જૂના મિત્રો સાથે થઈ શકે છે. અને તમે તમારા મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેશે. વ્યવસાયમાં આજે તમને રાષ્ટ્રીય મદદ મળવાના યોગ બની રહ્યા છે. જો તમારા પારિવારિક જીવનમાં કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય તો તેમાંથી છુટકારો મળશે. રચનાત્મક કામમાં તમારું મન લાગશે. પરંતુ પરિસ્થિતિઓને કારણે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો પડશે. તમારા પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમ હોવાથી તમારા પરિવારના સભ્યો ખુશ રહેશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારીમા મન લગાવીને મહેનત કરશે, તો તેમાં તેમને સફળતા મળશે.

તુલા રાશિ

આજે તમારા કામના ક્ષેત્રે આવકના નવા સ્ત્રોત બનશે, તમારી વાણીને લીધે તમને વિશેષ સન્માન મળશે, જેને લીધે તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. આજે વધારે પડતી ભાગદોડ કરવાને લીધે વાતાવરણની વિપરીત અસર તમારા આરોગ્ય ઉપર પડી શકે છે, એટલા માટે તમારે સાવધાન રહેવું પડશે. જે લોકો વિદેશ સાથે વેપાર કરતા હોય તે લોકોને આવકના નવા સ્ત્રોત મળશે. તમે તમારા વ્યવસાય માટે નવી યોજનાઓ બનાવશો.

વૃશ્ચિક રાશિ

આજે તમારા મોસાળ પક્ષ તરફથી તેમને કોઈ ભેટ મળી શકે છે. આજે સાંજના સમયે તમારા કોઈ મિત્ર સાથે મુલાકાત થવાથી તમારા બગડેલા કામ બની જશે. આજે સાંજના સમયે તમે તમારા પરિવારજનોને મળી શકશો. પરંતુ તમારે તમારી વાણીને કાબૂમાં રાખવી પડશે નહીંતર વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સાથે જ તમારા ધન, માન- સન્માન, યશ અને કીર્તિમાં વધારો થશે. તમે તમારા સંતાનોના ભવિષ્ય માટે પૈસા ખર્ચ કરી શકો છો. તમને વિદેશ જવાનો ચાન્સ મળી શકે છે, જે તમારા વેપાર ધંધા માટે ફાયદાકારક રહેશે.

ધન રાશિ

આજે તમે તમારા ઘર પરિવારની વસ્તુઓ ઉપર પૈસા ખર્ચ કરી શકશો, પરંતુ આજે તમારે પૈસાની લેવડ દેવડમા સાવધાની રાખવી પડશે, નહીં તો તમારા પૈસા ફસાઇ શકે છે. આજે તમારે રાજ્ય સંબંધિત કામ માટે કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પડશે. કોર્ટ-કચેરીના કામમાં અંતમાં તમને સફળતા મળશે. તમારા વિરોધીઓ આજે સક્રિય રહેશે પરંતુ ઇચ્છવા છતાં પણ તે તમને નુકસાન નહીં પહોંચાડી શકે. તમારી માતા સાથે થોડી બોલાચાલી થઇ શકે છે પરંતુ પછી તમે તેને મનાવવાના જરૂર પ્રયત્નો કરશો.

મકર રાશિ

આજે રસોઈના કામ કરતી વખતે તમારે સાવધાની રાખવી પડશે, કારણ કે તમને ઈજા થવાની આશંકા રહેલી છે. વ્યવસાયના ક્ષેત્રે આજે તમારા મનપસંદ લાભ આથવાના ભરપૂર યોગ છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે સારી રહેશે. જો પરિવર્તનની કોઈ યોજના બની રહી હોય તો તમને લાભ મળશે, પરંતુ ધ્યાન રાખવું કે આના માટે તમારે કોઇ વડીલની સલાહ જરૂર લેવી. આજે સાંજનો સમયે તમે ધર્મ કર્મના કામમાં પસાર કરશો. સાંજનો સમય નાના બાળકો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા જીવનસાથી માટે કષ્ટદાયક રહેશે. જીવનસાથીને શરીરના કોઈ ભાગમાં દુખાવો થઇ શકે છે, જેનાથી તમારે ભાગદોડ કરવી પડશે તેમજ ખર્ચમાં વધારો થશે. ધીરજથી કામ કરવું અને ભગવાનનું સ્મરણ કરવું. ભગવાનનું સ્મરણ કરવાથી ખૂબ જ જલ્દી બધું સારું થઈ જશે. જો તમે કોઇ મિલકત ખરીદવા અથવા વેચવા માગતા હોય તો તેનું ખરીદ વેચાણ કરતા પહેલા સંપત્તિ સાથે જોડાયેલી બધી બાબતોની માહિતી મેળવી લેવી નહીતર તમને નુકસાન થઈ શકે છે. સસુરાલ પક્ષ તરફથી વાદ વિવાદના યોગ બનતા દેખાઈ રહ્યા છે. તમારા સંતાનો આજે ધર્મ કર્મના કામમાં વ્યસ્ત રહેશે.

મીન રાશિ

તમારા માતા અને પિતાના આશીર્વાદ તમારા માટે ઉપયોગી રહેશે. તમારા અધુરા પડેલા કામને પૂરા કરવા માટેના ચાન્સ મળશે. તમે કોઈ ઘર અથવા તો મકાન ખરીદવા ઈચ્છતા હોય તો પહેલા તમારે તમારા વડિલ વ્યક્તિઓની સલાહ લેવી જોઈએ. તમારા લગ્ન જીવનમાં આનંદ રહેશે. તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે, જેનાથી તમારું મન ખુશ રહેશે. વિદ્યાર્થીઓને માનસિક તણાવમાંથી છુટકારો મળશે. આજે સાંજના સમયે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમે તમારા જૂના મિત્રો સાથે ટૂંકા રૂટની યાત્રા પર જઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *