રાશિફળ ૧૦ ડીસેમ્બર ૨૦૨૨, આ રાશીને થઇ જશે લીલા લહેર, હનુમાનજી કરશે કૃપા

Posted by

મેષ રાશિ

આજે તમારે તમારા કામના ક્ષેત્રે કોઈ પાસેથી વધારે આશા રાખવી નહીં. તમારે પોતાની જાતે જ મહેનત કરવી પડશે. તમારા વ્યક્તિત્વમાં કોઈ નવા આકર્ષણનો સંચાર થશે. વ્યવસાયિક બાબતોમાં સારી રીતે સમજી વિચારીને નિર્ણય કરવા પડશે તો જ તમને ફાયદો મળશે. તમારા પારિવારિક સંબંધોમાં નવી તાજગી આવશે, પરિવારમાં કોઈ શુભ કામ થઈ શકે છે. આજે તમે પોતાની રીતે જ કેટલાક કામમાં ભાગ લેશો, જેમાં તમને સફળતા મળશે. ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે. ઘરમાં સાજ-સજાવટ માટે થોડો સામાન ખરીદી શકો છો.

વૃષભ રાશિ

આજે તમારા માતા-પિતાના આશીર્વાદ કાર્યક્ષેત્રમાં તમારું માર્ગદર્શન કરશે જેને લીધે તમારા બધા કામ પૂરા થઈ શકશે. આર્થિક બાબતોમાં આજે ભાગ્ય તમારો સાથ આપશે, તમારા કારોબારનો વિસ્તાર પણ વધશે. પ્રેમ જીવનમાં તમને કોઈ ભેટ મળી શકે છે. સાથે જ તમે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. જો તમારા ઉપર જૂના કર્જ હશે તો તેમાંથી મુક્તિ મળશે, તેમજ તમારા અટકેલા પૈસા પાછા મળશે. આજે તમારા પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમારા ભાઈ બહેનો તમને સ્નેહ આપશે.

મિથુન રાશિ

પ્રેમ જીવનમાં કેટલીક ગેરસમજને લીધે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. અંગત સંબંધોની બાબતોમાં આજે તમારે મતભેદનો સામનો કરવો પડશે. તમારા ખર્ચાને કાબૂમાં રાખવા, નહીતર તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. કોઈપણ પ્રકારની અનૈતિક ગતિવિધિઓથી દૂર રહેવું અને તમારી સામાજિક પ્રતિષ્ઠા ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને તેના લક્ષ્યની પ્રાપ્તિ માટે વધારે મહેનત કરવી પડશે. તમારે તમારી જિંદગીના અનુભવમાંથી શીખ લઈને આગળ વધવું. સંતાનો તરફથી આજે કોઈ સુખદ સમાચાર સાંભળવા મળશે.

કર્ક રાશિ

કામના ક્ષેત્રે તમે યુવાનોને પ્રોત્સાહિત કરવામાં સફળ રહેશે. આજે તમે તમારા બાળકોની કારકિર્દી સાથે જોડાયેલા કોઈ મોટા નિર્ણયો લઇ શકો છો, જેનાથી તમારા બાળકોનું ભવિષ્ય મજબૂત બનશે. તમારે વેપાર સંબંધિત યોજનાઓ બનાવવા માટે કોઈ અનુભવી માણસની સલાહ લેવી પડશે. તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટેના તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં તમને સફળતા મળશે. તમારી આવકમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે મોજ મસ્તી કરતા દેખાશો.

સિંહ રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે જેને લીધે તમે મન ભરીને ખરીદારી કરી શકશો. તમે તમારી પારિવારિક જવાબદારી સારી રીતે પૂરી કરશો. પરિવારના સભ્યો તેમજ બાળકો પણ આજે તમને કોઇ ફરમાઇશ કરી શકે છે. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટેના સારા પ્રસ્તાવ આવશે. તમારા કામના ક્ષેત્રે આજે તમારે ઈમાનદારીથી કામ કરવું પડશે. જો તમે તમારી આળસને દૂર કરશો તો જ તમે સફળતા મેળવી શકશો. જેમાં ભાગ્ય તમારો સાથ આપશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે માધ્યમ રુપે ફળદાયક રહેશે. વિદ્યાર્થીઓને તેના ભવિષ્ય માટેના કોઈ નિર્ણય લેવા માટે તેના ગુરુજનો તેમજ પરિવારજનો સહયોગ મળશે. તમારા વેપાર ધંધામાં ઝડપથી બદલાવ થશે, અને નવા અવસરો તમારી સામે આવશે. કામયાબી મેળવવા માટે તમારે વધારે મહેનત અને બનતા પ્રયત્નો કરવા, તો જ તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકશો. પ્રેમ જીવનમાં તમારે તમારા પ્રેમને અભિવ્યક્ત કરવાની જરૂર છે, જેને લીધે તમારા જીવનસાથી તમારા પર પૂરો વિશ્વાસ કરી શકે. આજે તમારે તમારી વાણીને કાબુમાં રાખવી પડશે, જો કોઈ સાથે વાદવિવાદ થાય તો તમારે બીજાને માફ કરી દેવું જોઈએ.

તુલા રાશિ

આજે તમારે બિનજરૂરી લેવડદેવડથી બચીને રહેવું કારણ કે ભાગ્ય તેમાં તમારો સાથ નહીં આપે. ધીરજ રાખીને તમે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકો છો. તમારે તમારા કામ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે નહીંતર કામના ક્ષેત્રે તમારે ખોટા આરોપો સહન કરવા પડશે. તમે તમારી વ્યાવસાયિક યોજના પૂરી કરી લેશો તો જ તમે તણાવ રહિત અનુભવશો. તમારા જીવનમાં એક નવી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. તમારા દાંપત્ય જીવનમાં મધુરતા બની રહેશે. સંતાનો તરફ તમે થોડા ચિંતિત દેખાશો. વિદ્યાર્થીઓએ લક્ષ્યની પ્રાપ્તિ માટે વધારે મહેનત કરવાની જરૂર છે.

વૃષિક રાશિ

જો આજે તમે કોઇ કામ માટેની યોજના બનાવી રહ્યા હોય તો તેના માટે ખૂબ જ સારો દિવસ છે. તમારા કામના ક્ષેત્રે તમારા સહકર્મચારીઓના સાથને લીધે તમે કોઈ સમસ્યામાંથી બહાર આવી શકશો. તમારા પ્રેમ જીવનમાં ગાઢ પ્રેમને લીધે તમારું મન આજે ખુશ રહેશે. તમે તમારા પ્રિય મિત્રો સાથે આનંદદાયક ક્ષણો પસાર કરવાનું વિચારશો. અંગત બાબતોમાં અને વ્યવસાયિક બાબતોમાં તમારે ઊર્જાવાન બનીને, તમારા સાહસનો પરિચય લોકોને આપવો પડશે. તમારા કામમાં વચ્ચે કેટલાક અસંભવ કામ આવી શકે છે, પરંતુ અસંભવ કામને તમે સંભાવ બનાવી શકશો, જેને લીધે તમને આર્થિક લાભ મળશે. આજે તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું કારણ કે તમને પેટ સાથે જોડાયેલી કોઇ સમસ્યા થઈ શકે છે.

ધન રાશિ

જો તમારા પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો હોય તો આજે તમારે તેનાથી બચીને રહેવું પડશે, અને તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. આજે તમે તમારા જૂના મિત્રોને મળી શકશો જેને લીધે તમારું મન ખુશ રહેશે. આજે અમારા અંગત જીવનમાં તમારે કોઇને વચન આપવું નહીં કારણકે એ વચન પુરુ થવાની સંભાવના દેખાતી નથી. તમારી કારકિર્દીના ક્ષેત્રે કેટલાક બદલાવ આવી શકે છે. આ બદલાવ માટે તમારે કેટલાક નવા લોકોને મળવાનું થશે અને તેના લીધે તમારા કામ સફળ બનશે. તમારા કાર્યક્ષેત્રે સકારાત્મક વાતાવરણ રહેશે. તમારા સહ કર્મચારી તમારો પ્રોજેક્ટ પૂરો કરવામાં તમને મદદ કરશે. આજે તમે તમારા ભાઈની સલાહથી કામ કરશો તેમાં તમને સફળતા મળશે.

મકર રાશિ

આજે તમે તમારા સંતાનોને પ્રગતિ કરતા જોઈ શકશો, જેને લીધે તમારું મન પ્રસન્ન થઈ જશે. તમારા પરિવારમાં અટકેલા કામ તમારા ભાઇ-બહેનના સહયોગને લીધે પૂરા થઈ શકશે. તમારે બહારનું ખાવું નહીં, નહીંતર તમારું આરોગ્ય બગડી શકે છે. તમારા જીવનસાથીની સલાહથી તમારા પારિવારિક વેપારધંધામાં ખૂબ મોટો ફાયદો થશે. જેને લીધે પરિવારમાં સકારાત્મક વાતાવરણ રહેશે, અને તમારું મન ખુશ રહેશે. તમારા સાથીઓને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાના ચાન્સ મળશે. તમારા કામના ક્ષેત્રે મૂંઝવણ વાળી પરિસ્થિતિ આવી શકે છે, તમે તમારી કામ કરવાની જૂની રીતમા સુધારો કરશો.

કુંભ રાશિ

રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને કામમાં સફળતા મળશે. આજે તમારા જીવનસાથીની ભાવનાઓને સમજવાનો ચાન્સ મળશે. તમારે ભૂતકાળ અને ભવિષ્ય માટેની યોજનાઓ સમય પસાર કરવો નહીં, અને વર્તમાનમાં જીવવાના પ્રયત્નો કરવા, અને વર્તમાનનો આનંદ ઉઠાવવો. જો તમે સાવચેત રહીને કામ કરશો તો તમને ઘણા સારા ચાન્સ મળી શકશે જેને લીધે તમારો વેપાર ધંધો ખૂબ આગળ વધશે. આજે તમારે તમારા પરિવારના કોઈ સભ્યને સાથે મતભેદ થઈ શકે છે. એટલા માટે થોડું ધ્યાન રાખવું અને તમારી વાણીને કાબૂમાં રાખવી. આજે સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે કોઈ મંદિરે અથવા તો તીર્થ સ્થાને જઈ શકો છો.

મીન રાશિ

આજે તમને તમારા સંતાનના ભવિષ્યની કોઈ ચિંતા રહેશે. તમારું દાંપત્ય જીવન ખુશખુશાલ રહેશે. જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે કોઈ પ્રયત્નો કરતા હશો તો એ પ્રયત્નોમાં સફળતા મળશે. આજે તમને કોઇ ઓળખિતા માણસની મદદથી વેપાર-ધંધામાં લાભ મળશે. આજે કેટલાક એવા ખર્ચા તમારી સામે આવશે જે ન ઇચ્છવા છતાં પણ તમારે કરવા પડશે. તેમ છતાં તમારે તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ખર્ચા કરવા નહીતર તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *