મેષ રાશિ
મેષ રાશિના જાતકો પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશે. માતા સાથે ખૂબ જ સારો સમય પસાર થઇ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં આવી રહેલી સમસ્યાઓનો અંત આવશે. સામાજિક કાર્યમાં ભાગ લેવાથી કીર્તિ અને યશમાં વધારો થશે. વિકાસ માટેના યોગ બની રહ્યા છે. વ્યાપારમાં કોઈ સારી ડીલ મળશે, જેના કારણે ભવિષ્યમાં ફાયદો થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો કાર્યક્ષેત્રમાં નવા પ્રોજક્ટ અને નવી યોજનાઓ પર કાર્ય કરી શકશે. સહયોગીઓ નો સાથ મળશે. કાનૂની બાબતોમાં રાહત મળશે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. હનુમાનજીની કૃપાથી કોઈ પવિત્ર જગ્યા પર યાત્રા કરીને માનસિક શાંતિ મેળવી શકશો. સરકારી નોકરી કરી રહેલા જાતકોને ટ્રાન્સફર ના શુભ સમાચાર મળી શકે છે. તમારા મનોરથ સિદ્ધ થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોનો રચનાત્મક કાર્યોમાં રસ વધશે. જુના કાર્યો પૂરા કરવા માટે સમય મળશે. સ્થાયી સંપત્તિ નો વિકાસ થશે. લવ લાઇફમાં આનંદદાયક સમયે રહેશે. કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ સંબંધિત પ્રેરણાત્મક વિચાર આવશે. વિદેશમાં રહેવા વાળા લોકો તરફથી શુભ સમાચાર મળી શકે છે. નોકરીની શોધ પૂરી થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે. તમે જે કોઈપણ કાર્ય કરશો તેમાં સારું ફળ જોવા મળશે. પરિવારના અધૂરા કાર્ય પૂરા કરી શકશો. સંતાન સાથે સમય પસાર કરીને ખુશ થશો. ઓફિસમાં તમારા વિચારોનો પ્રભાવ રહેશે. ઉપરી અધિકારી ની મદદથી કાર્યોમાં ગતિ આવશે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો રહેશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે આવનારા સમયમાં ધર્મની બાબતોમાં રુચિ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન થઈ શકે છે. સકારાત્મક વાતાવરણ બનશે. હનુમાનજીની કૃપાથી નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે. ગુપ્ત શત્રુઓ ના પ્રયત્નો નિષ્ફળ જશે. વિવાહ યોગ્ય જાતકોને સારા પ્રસ્તાવ મળી શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. વ્યાપાર ક્ષેત્રે વિકાસ થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના વિદ્યાર્થીઓને હનુમાનજી ની મદદથી શિક્ષણ માં આવનારી અડચણો દૂર થશે. તમારી વાણીમાં માધુર્ય આવશે. જુના ઝઘડાઓ નો અંત આવશે. પરિવારના કોઈ સભ્ય તરફથી શુભ સમાચાર મળી શકે છે. મનમાં હળવાશ રહેશે. ભાગ્ય પરનો ભરોસો સાચો સાબિત થશે. આત્મવિશ્વાસ સાથે કાર્ય કરી શકશો. લવ લાઇફમાં નવી ઉર્જાનો સંચાર થશે. સંબંધોમાં મજબૂતી આવશે.