સોમવારે શિવલિંગની પુજાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભક્ત પોતાની શ્રદ્ધાથી શિવલિંગ પર દુધ, મધ, ફુલ જેવી ઘણી વસ્તુઓ ચડાવે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારી રાશિ અનુસાર શિવજીને અમુક વસ્તુઓ ચડાવો તો તમને વધારે ફાયદો થશે. તો ચાલો જાણીએ કે તમારી રાશિના જાતકોએ શિવજીને શું ચઢાવવું જોઈએ.
મેષ અને વૃશ્ચિક
આ રાશિનાં જાતકોએ શિવલિંગ પર મસુરની દાળ અને લાલ ફુલ ચઢાવવા જોઈએ. આમ કરવાથી તમને અત્યંત લાભ થશે. તમારી દરેક પરેશાની દુર થશે અને ભાગ્ય તમારો સાથ આપશે. તમે ભોગનાં રૂપમાં શિવજીને ગોળ પણ અર્પિત કરી શકો છો.
વૃષભ અને તુલા
આ રાશિના જાતકોએ શિવજીને સફેદ ફુલ તથા રૂ થી બનાવેલ હાર ચઢાવો. આ સાથે જ તેમની પાસે થોડું અત્તર પણ છાંટી દો. ભોગનાં રૂપમાં તેમને માવાનો પ્રસાદ ચઢાવવો ઉત્તમ રહેશે. આ ઉપાયોથી તમારા જીવનના કષ્ટ જલ્દીથી જલ્દી દુર થઇ જશે.
મિથુન અને કન્યા
આ રાશિના લોકો શિવલિંગ પર બીલીપત્ર અને હવા મગ ચડાવી શકે છે. ભોગનાં રૂપમાં કોઈ લીલુ ફળ ભેટ કરવું ઉત્તમ રહેશે. આ ઉપાય તમારા ખરાબ ભાગ્યને દુર કરી સૌભાગ્ય લાવશે. તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
આ રાશિના લોકો સફેદ ફુલ અને દુધથી શિવજીનો અભિષેક કરી શકે છે. જયારે ભોગમાં તમે ચોખા કે તેની બનેલી કોઈ વસ્તુ શિવજીને અર્પિત શકો છો. તેનાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દુર ભાગી જશે.
સિંહ રાશિ
આ રાશિવાળા લોકો શિવજીને બાજરા કે ઘઉં અર્પિત કરી શકે છે. જ્યારે પ્રસાદ માટે ગોળનો ઉપયોગ કરો. તેનાથી તમારા જીવનમાં આનંદ આવશે. દુઃખ દુર થશે.
ધન અને મીન
આ રાશિવાળાએ શિવજીને દાળ કે ચણા અર્પિત કરવા જોઈએ. આ સિવાય તમે ચોખા, ગોળ પણ ચઢાવી શકો છો. જ્યારે બેસનનાં લાડુને ભોગ માં ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે અને મનચાહી ઈચ્છા પુર્ણ કરે છે.
મકર અને કુંભ
આ રાશિના જાતક કાળી અડદ કે કાળા તલ જેવી વસ્તુઓ શિવજીને અર્પણ કરી શકે છે. ભોગમાં તમે શિવજીની નજીક ૧૦ બદામ રાખી દો. તેનાથી તે પ્રસન્ન થશે અને તમારું નસીબ ચમકાવી દેશે.