પુરુષોએ મોડી રાત સુધી ના કરવા જોઈએ આ કામ, નહિતર થઈ શકે છે સમસ્યા

Posted by

હાલના સમયમાં તમામ મહિલા અને પુરુષ સમાન રૂપથી દિવસભર ઓફિસ અથવા બિઝનેસના કામમાં વ્યસ્ત રહેતા હોય છે. ત્યારબાદ સાંજથી લઈને મોડી રાત્રી સુધી કોઇને કોઇ ગતિવિધિમાં જોડાયેલા રહેતા હોય છે. જેના લીધે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જે તેમની પૌરુષ શક્તિ ઉપર પણ ખૂબ જ નકારાત્મક અસર કરે છે. ફક્ત એટલું જ નહીં પરંતુ સેક્સ્યુઅલ હેલ્થ પણ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે અને તે પોતાના પાર્ટનરમાં કોઈ દિલચસ્પી દેખાડતા નથી. તે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનું કારણ બની શકે છે. પરંતુ પુરુષે તેનાથી બચવા માટે નીચે બતાવવામાં આવેલ અમુક ટિપ્સને અપનાવી શકે છે.

મોડી રાત સુધી જાગવું નહિ

પુરુષોએ સૌથી પહેલાં આ વાત પોતાના ધ્યાનમાં બિલકુલ રાખવી જોઈએ કે તેમણે મોડી રાત સુધી જાગવું જોઈએ નહીં. હકીકતમાં મોડી રાત સુધી જાગવાથી શરીરના ઘણા એવા અંગ છે જે કાર્ય કરતા નથી. તે સ્લીપિંગ હોર્મોનમાં અસંતુલન બનાવવાની સાથો સાથ ટેસ્ટોસ્ટેરોન લેવલને પણ ખૂબ જ ઓછું કરી દે છે. તેનો સીધો પ્રભાવ પુરુષોની સેક્સ્યુઅલ લાઇફ પર પડે છે. એટલા માટે મોડી રાત સુધી જાગવાથી બચવું જોઈએ અને સમયસર સુઈ જવું.

સ્ટ્રેસ ન લેવું

સ્ટ્રેસ ન લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી ક્વાલિટી ઓફ લાઇફ ખૂબ જ સારી રહેશે. સ્ટ્રેસ લેવાથી પુરુષોની શારીરિક શક્તિ કમજોર થાય છે તથા સાથોસાથ માનસિક રૂપથી પણ કમજોર બનાવે છે. સ્ટ્રેસ લેવાની અસર ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઉપર પણ પડે છે, જે ઝડપથી ઘટવા લાગે છે. એટલા માટે કોઈ પણ બાબતને લઈને વધારે સ્ટ્રેસ ના લેવો. જ્યારે પણ તમે વધારે સ્ટ્રેસ મહેસુસ કરો તો તમે પોતાના કોઈ મિત્ર અથવા ખાસ વ્યક્તિ સાથે પોતાની સમસ્યા શેયર કરો અને સ્ટ્રેસ લેવાથી બચો.

ખોટી આદતો ના અપનાવો

અહીંયા ખોટી આદતોનો મતલબ છે કે તમે એવું કોઇ કાર્ય ના કરો જેના કારણે પૌરુષ શક્તિ દિનપ્રતિદિન કમજોર થતી જાય. જો તમે નિયમિત રૂપથી કરો છો અથવા અન્ય કોઈ રીતે સેક્સ્યુઅલ એક્ટિવિટી છો, તો પોતાની આ આદતને જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી છોડી દો. તે તમને તમારા પાર્ટનર માટે દિલચસ્પી ઘટાડશે અને સાથો સાથ તમને શારીરિક રૂપથી પણ કમજોર બનાવશે. એટલા માટે જો તમે આ પ્રકારની કોઇપણ સ્થિતિ સાથે જોડાયેલા છો, તો તેને જલદી દૂર કરવાની કોશિશ કરો.

ગંદી ફિલ્મ જોવાથી બચો

આજકાલની યુવા પેઢી ઘણા પ્રકારની ફિલ્મોમાં દિલચસ્પી લેતી હોય છે. જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે નકારાત્મક હોય છે તથા તેની સાથોસાથ તેમને ઘણાં પ્રકાર થી ઉત્તેજીત કરીને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી નુકસાન પહોંચાડે છે. આવી ફિલ્મો જોવાથી ઘણા પુરુષોને સ્વપ્નદોષ થવાની સમસ્યા પણ થવા લાગે છે. આ સમસ્યા જો એક વખત શરૂ થઈ જાય છે, તો તેને રોકવામાં લાંબો સમય તથા લાંબા ઇલાજની જરૂર પડે છે. એટલા માટે આવી કોઇપણ પ્રકારની સંવેદનશીલ સામગ્રી ન જુઓ. તે તમારી સેક્સ્યુઅલ લાઈફને પ્રભાવિત કરે છે.

આલ્કોહોલ અને સ્મોકિંગ છોડી દો

ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું યોગ્ય રીતે વિકસિત ન થવું અને તેમાં અસંતુલન બની રહ્યું મુખ્ય કારણ હોઇ શકે છે. ઘણા પુરુષો અને યુવકો નિયમિત રૂપથી આલ્કોહોલ અને સ્મોકિંગનું સેવન કરતા હોય છે. તે તમારા સ્પર્મ કાઉન્ટને ઘટાડે છે તથા સાથોસાથ સ્પર્મ મોટીલીટીને પણ ઓછી કરી દે છે. તેનો દુષ્પ્રભાવ પુરુષોની પ્રજનન ક્ષમતામાં સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. એટલા માટે સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન જેટલું જલ્દી બની શકે તેટલું છોડી દો

કામોતેજક પદાર્થ ન ખાવો

ઘણા પુરુષો એવા પણ હોય છે જે પોતાના કોઈ પાર્ટનર અથવા ગર્લફ્રેન્ડ સાથે જ્યારે રિલેશનમાં હોય છે. તો તમામ પ્રકારના કામોત્તેજક પદાર્થો પણ ખાતા હોય છે. તે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે અને સાથોસાથ ભવિષ્યમાં તેના કારણે થતા દુષ્પરિણામ પણ ખૂબ જ વધારે હોય છે. એટલા માટે કોઈપણ પ્રકારની મેડીકલ દવાઓ અથવા ઇન્જેક્શનનો પ્રયોગ ના કરો. કારણકે તમે ભવિષ્યમાં પોતાને માટે મુસીબત ઊભી કરી રહ્યા છો તેના કારણે તમે ઘણા પ્રકારની બીમારીઓથી ઘેરાયેલા રહી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *