તમે જાણો છો કે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. આ દિવસે ભોલેનાથ નું પુજન કરવામાં આવે છે. વળી આજે અમે તમને જણાવી દઈએ કે તેમના સૌથી પ્રભાવશાળી મહામૃત્યુંજય મંત્ર વિશે તથા સાથોસાથ તમને લઘુ મૃત્યુંજય મંત્ર વિશે પણ જણાવીશું. આજે અમે તમને લઘુ મૃત્યુંજય મંત્ર નાં જાપ કરવાની વિધિ શું છે અને તેનાથી શું લાભ થાય છે, તેના વિશે વિસ્તારપુર્વક જણાવીશું.
કહેવામાં આવે છે કે આ મંત્રનો જાપ વિશેષ પરિસ્થિતિઓમાં કરવો જોઈએ. હકીકતમાં અકાળ મૃત્યુ, રોગ, ધન હાનિ, ગૃહક્લેશ, ગ્રહ પીડા, પ્રોપર્ટી વિવાદ, સમસ્ત પાપોમાંથી મુક્તિ વગેરે જેવી સ્થિતિઓમાં આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેના પરથી તમને ચમત્કારિક લાભ જોવા મળે છે. કહેવામાં આવે છે કે આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટે લઘુ મૃત્યુંજય મંત્ર નાં જાપ કરવા ખુબ જ લાભદાયક સાબિત થાય છે.
લઘુ મૃત્યુંજય મંત્ર – ૐ જુસ મામ્ પાલય પાલય સ: જૂ ૐ
ભોલેનાથના આ મંત્રનો જાપ તમારે સવારે ઊઠતાની સાથે જ કરવો જોઈએ. તેનાથી તમને પોતાના જીવનમાં સુખદ અનુભવ જોવા મળશે. આ મંત્ર તમને પોતાના જીવનમાં રહેલી દરેક પરેશાની અને દુઃખમાંથી મુક્તિ અપાવી શકે છે. મહાદેવનો આ મંત્ર ખુબ જ ચમત્કારીક જણાવવામાં આવે છે. તેના દરરોજ જાપ કરવાથી મનુષ્ય કોઈ પણ મોટી પરેશાની માંથી મુક્તિ મેળવી શકે છે.
લઘુ મૃત્યુંજય મંત્રનો પ્રભાવ
લઘુ મૃત્યુંજય મંત્ર શોક, મૃત્યુનો ભય, અનિશ્ચિતતા, રોગ, દોષનાં પ્રભાવને ઓછો કરવો, પાપ નો સર્વનાશ કરવામાં અત્યંત લાભકારી છે. લઘુ મૃત્યુંજય મંત્રનો જાપ કરવો હંમેશા મંગળકારી માનવામાં આવે છે, પરંતુ મોટાભાગે એવું જોવામાં આવે છે કે પરિવારમાં કોઈ અસાધ્ય રોગ થવા પર અથવા કોઈ મોટી બીમારી માંથી બચવાની ખુબ જ ઓછી સંભાવના હોય છે, ત્યારે લોકો આ મંત્રનો જાપ અનુષ્ઠાન કરાવે છે. લઘુ મૃત્યુંજય મંત્રનો જાપ અનુષ્ઠાન કરાવ્યા છતાં પણ રોગી જીવિત બચતો નથી, તો લોકો નિરાશ થઈને પસ્તાવો કરવા લાગે છે કે નકામો આટલો ખર્ચ કર્યો.
પરંતુ તમને એક વાત અહીં જણાવી દઈએ કે આ મંત્રોનો મુળ અર્થ જ એ છે કે મહાદેવ દર્દીને સ્વસ્થ કરી દે અથવા તો તેને જીવન મરણના બંધનમાંથી મુક્ત કરી દે. જેથી ઈચ્છા અનુસાર ફળ ન મળે તો પસ્તાવો કરવો જોઈએ નહીં. અંતમાં વધુ એક વાત જણાવી દઈએ કે લઘુ મહામૃત્યુંજય મંત્રનું અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહીં અને લઘુ મૃત્યુંજય મંત્રનો જાપ કર્યા બાદ ૨૧ વખત ગાયત્રી મંત્રનો જાપ કરો, જેથી લઘુ મૃત્યુંજય મંત્ર નું શુદ્ધ ઉચ્ચારણ હોવા છતાં પણ અનિષ્ટ થવાનો ભય ન રહે. જગતનાં સ્વામી ભોલેનાથજી અને માતા પાર્વતી તમારી બધી મનોકામના પુરી કરે.