નવા વર્ષને લઇને લોકો તૈયારીઓમાં જોડાઈ ગયા છે. નવુ વર્ષ અમુક રાશિના જાતકોના જીવનમાં આનંદ લઇને આવશે. નવા વર્ષે જો તમે પણ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જાણો આ ઉપાય.
ઘરમાંથી આજે જ બહાર કાઢી નાખો આ વસ્તુઓ
જ્યોતિષ શાસ્ત્રમાં માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાંક ઉપાય જણાવવામાં આવ્યાં છે. માન્યતા છે કે માં લક્ષ્મીનો વાસ એવી જગ્યાએ થાય છે, જ્યાં સાફ-સફાઈ થાય છે. જો તમે પણ નવા વર્ષમાં માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો ઘરમાંથી આજે જ બહાર કાઢી નાખો આ વસ્તુઓ.
ખરાબ ઘડિયાળ-
લોકો વારંવાર ઘરમાં ખરાબ વસ્તુઓને સંભાળીને રાખે છે કે થોડા સમય પછી તેને રિપેર કરાવીને ફરીથી ઉપયોગમાં લઇશુ. પરંતુ વાસ્તુ મુજબ ઘરમાં ખરાબ ઘડિયાળને રાખવી અશુભ મનાય છે. કહેવાય છે કે ખરાબ ઘડિયાળ ઘરમાં નકારાત્મકતા લાવે છે. તેથી નવા વર્ષની શરૂઆત પહેલા બંધ ઘડિયાળને ઘરની બહાર કાઢી નાખો.
તૂટલુ-ફૂટલુ ફર્નિચર-
વાસ્તુ મુજબ ઘરમાં તુટેલુ ફર્નિચર જેમ કે ટેબલ, સોફા અને ખુરશી વગેરેને લાંબા સમય સુધી રાખવા ના જોઈએ. નવા વર્ષમાં ઘરની સફાઈ કરતી સમયે આ વસ્તુઓને ઘરની બહાર કાઢી નાખો.
ખંડિત મૂર્તિઓ-
લોકો વારંવાર ઘરમાં ખંડિત મૂર્તિઓ પણ રાખે છે. આ ઘરના બીજા ખૂણામાં પણ મળી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ખંડિત મૂર્તિઓને રાખવી અશુભ માનવામાં આવે છે. નવા વર્ષમાં ઘરમાંથી ખંડિત મૂર્તિઓને બહાર કાઢી નાખો.