નવા વર્ષ માં આ એક ઉપાય કરવા થી માં લક્ષ્મી થશે ખુશ તમારા ઘરમાં થશે ધન નો વરસાદ

Posted by

ધન પ્રાપ્તિ, પ્રગતિ અને સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયનો ઉલ્લેખકરવામાં આવ્યો છે. આ ઉપાયોની મદદથી કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં ધનપ્રગતિ અને ખુશી મેળવી શકે છે. આ ઉપાય ખૂબ જ અસરકારક છે અને એક વખત આઉપાયોને જરૂરથી અજમાવો. નવા વર્ષમાં અચૂક આ ઉપાય કરવાથી તમારું ભાગ્યખુલશે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

નવા વર્ષમાં અચૂક કરવા આ ૧૦ ઉપાય

પૈસા મેળવવા માટે અને બિનજરૂરી ખર્ચને રોકવા માટે આ ઉપાયો કરવા. આઉપાયમાં તમારે દર શુક્રવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તે ઝાડનીપૂજા કરતા સમયે તેની ઉપર દૂધ અર્પિત કરવું. ત્યારબાદ તેમાં એક ઘીનો દીવોપ્રગટાવવો, પછી આ ઝાડની ૭ પરિક્રમા કરવી. આ ઉપાય સદંતર પાંચ શુક્રવાર સુધીકરવા આવું કરવાથી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પરિવારમાં શાંતિ અને ખુશી જાળવી રાખવા માટે તમારેઘરમાં નળનાં પાણીનો પ્રવાહ હંમેશા ઉત્તર પૂર્વ દિશાની બાજુ રાખવો. તેઉપરાંત ફુલ છોડને દરરોજ પાણી આપવું. શાસ્ત્રો અનુસાર ફૂલછોડને દરરોજ પાણીઆપવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે.

સુતા સમયે પોતાની દિશાનું પણ ધ્યાન રાખવું. શાસ્ત્રો અનુસાર વ્યક્તિનેસુતા સમયે પોતાનું માથું દક્ષિણ અને પગ ઉત્તર દિશામાં રાખવા. કહેવામાં આવેછે કે આ દિશામાં સુવા થી ધન, ખુશી અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તે રીતેઘરમાં ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં બેસી ભોજન કરવું જોઈએ. પુર્વ દિશાબાજુ માથું રાખી અને ભોજન કરવાથી સંપન્નતા આવે છે. દક્ષિણ દિશા બાજુ મોઢુંરાખી ભોજન કરવું જોઇએ નહીં.

ઘરમાં પૂજાનું સ્થાન હંમેશા ઇશાન ખૂણામાં જ રાખવું જોઈએ. આ ખૂણો સૌથીશુભ માનવામાં આવે છે અને આ ખૂણાનાં મંદિરમાં પૂજા હંમેશા સફળ રહે છે અનેઘરમાં ખુશીઓ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારેયમંદિર રાખવું જોઈએ નહીં. જો ઘરમાં ખોટી દિશામાં મંદિર હોય છે તો ત્યાં બરકતનથી થતી.

પૂજા ઘરમાં હંમેશા શંખ જરૂરથી રાખવો જોઈએ. માન્યતા અનુસાર પૂજા ઘરમાંશંખ રાખવાથી અને દરરોજ તેની પૂજા કરવાથી પરિવારમાં શાંતિ અને ખુશી જળવાઈરહે છે.

દરરોજ પૂજા કર્યા પછી પૂરા ઘરમાં ગંગાજળ જરૂરથી છાંટવું જોઇએ. આવુંકરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહેછે.

હંમેશા સાવરણી લગાવતા પહેલા ઘરમાં તાજુ જળ જરૂરથી છાંટવું જોઇએ અનેત્યારબાદ ઘરમાં સાવરણી લગાવવી જોઈએ. આવું કરવાથી ધનમાં બરકત થાય છે અનેબિનજરૂરી ખર્ચ દૂર થાય છે.

ઘરમાં હંમેશા સાફ સફાઈ રાખવી કારણ કે જે ઘરમાં ગંદકી હોય છે ત્યાંલક્ષ્મીનો વાસ નથી થતો અને ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે. તેથીઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું અને દરરોજ ઘરની સફાઈ કરવી.

રાતે સુતા પહેલા રસોડાને સારી રીતે સાફ કરવું અને વાસણને સાફ કરીનેરાખવા. ઘણા લોકો રાત્રે જમ્યા પછી વાસણ સાફ નથી કરતા અને સીધા સૂઈ જાય છે, જે ખૂબ જ ખોટું છે. રસોઈ ઘરને ગંદુ રાખવાથી અને વાસણને સાફ ન કરવાથી માંલક્ષ્મી રિસાઈ જાય છે અને ઘરેથી જતાં રહે છે.

સાંજના સમયે ક્યારેય પણ ઘરમાં અંધારું રાખવું જોઈએ નહીં. તે ઉપરાંત જોતમારા ઘરમાં તુલસીનો ફુલછોડ છે, તો તેની દરરોજ પૂજા કરવી અને તેની સામેદીવો પ્રગટાવવો. આવું કરવાથી ઘરમાં બરકત જળવાઈ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *