કર્ક રાશિ
કર્ક રાશિના લોકો ઉપર હનુમાનજીની વિશેષ કૃપા રહેશે. કામના ક્ષેત્રે તમને ઉત્તમ ફળ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. દૂરસંચાર માધ્યમથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. તમને તમારી મહેનત પ્રમાણે ફળ મળશે. અટકેલા કામ આગળ વધશે. કોઈ જૂના રોકાણથી વધારે આવક મળી શકે છે. ખાસ લોકો સાથે સંપર્ક વધશે. કોઈ પ્રિય મિત્ર સાથે ફોન ઉપર વાતચીત થઈ શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે.
સિંહ રાશિ
હનુમાનજીની કૃપાથી સિંહ રાશિના લોકોને માન-સન્માન મળશે. તમારા સારા સ્વભાવની પ્રશંસા થશે. તમને તમારી ભાગદોડનું સારું પરિણામ મળશે. આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓથી છુટકારો મળી શકે છે. તમે તમારા શત્રુઓને હરાવવા શકશો. જીવનસાથી તરફથી પ્રેમ મળશે. પ્રેમ જીવન પસાર કરતા લોકોનો સમય સુખદ રહેશે. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકોનો સમય શુભ રહેશે. હનુમાનજીના આશીર્વાદથી તમારી મોટી ચિંતા દૂર થઇ શકે છે. પારિવારીક તેમજ આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વેપારના ક્ષેત્રે સતત પ્રગતિ મળશે. સંતાનો તરફથી ખુશખબરી મળવાની સંભાવના છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમના આયોજનની ચર્ચા થઇ શકે છે. માતા-પિતાના આરોગ્યમાં સુધારો થશે. નાના મોટા વેપારીઓના લાભમાં વધારો થશે.
તુલા રાશિ
તુલા રાશિવાળા લોકોને આજુબાજુનું વાતાવરણ સારું રહેશે. તમારું ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપશે અને મનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. મિત્રો સાથે મળીને તમે નવો વેપાર ધંધો શરૂ કરી શકશો, જેમાં તમને ફાયદો મળશે. તમારા અટકેલા કામ આગળ વધી શકે છે. વેપારમાં સતત સફળતા મેળવશો. અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. કારકિર્દીમાં આગળ વધવા માટેના નવા ચાન્સ મળશે, એનો તમારે ફાયદો ઉઠાવવો. વિદ્યાર્થીઓને મુશ્કેલી વિષયોમાં શિક્ષકોનો સહયોગ મળશે.
ધન રાશિ
ધન રાશિવાળા લોકોને હનુમાનજીના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય શકે છે. તમારું મન ખુશ રહેશે. વેપાર-ધંધો સારો ચાલશે. તમને મોટો લાભ થવાની સંભાવના રહેલી છે. જુના નુકસાનની ભરપાઈ થઇ શકે છે. ગુપ્ત શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે પણ તેમાં તેઓને સફળતા મળશે નહીં. કારકિર્દીમાં આગળ વધવા માટેના ઘણા બધા ચાન્સ મળી શકે છે. લગ્નજીવન સારું રહેશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા લોકોને વિદેશથી કોઈ સૂચના મળી શકે છે. જેનાથી ઘર પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. તમે તમારી મધુર વાણીથી લોકોને પ્રભાવિત કરશો. જીવનસાથીના આરોગ્યમાં સુધારો થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમે વિચારેલા બધા કામ પૂરા કરશો. હનુમાનજીના આશીર્વાદથી સામાજિક ક્ષેત્ર માન અને પ્રતિષ્ઠા મળશે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. કોઈ લાભદાયી યાત્રા પર જવાના યોગ દેખાઈ રહ્યા છે. મકાન તેમજ વાહન ખરીદવાનો વિચાર બનાવી શકો છો.