કુંભ સહીત આ રાશિ માટે આગલા ૭ દિવસ બનશે વરદાન, સફળતાનો શરુ થશે નવો યુગ

Posted by

મેષ રાશિ

આજે જૂના મિત્રો સાથે વાતચીત અને મુલાકાત થઇ શકે છે. તમે તમારા વધારે પડતા ખર્ચાને લીધે ચિંતિત રહેશો. બધી બાબતોમાં તમારે ખૂબ જ વધારે મહેનત કરવી પડશે. તમારો સ્વભાવ ચીડિયો બની જાય છે, અને તમારી વિચારધારા નકારાત્મક બની જાય છે. કેટલાક લોકોના જીવનમાં કોઇ નવું વ્યક્તિ આવી શકે છે. તમારે વધારે પડતા ભાવુક બનવું નહીં. તમે તમારા કામથી સંતુષ્ટ નહીં રહો. અધિકારીઓ સાથે વાદ વિવાદ થઇ શકે છે. ધાર્મિક કામમાં ભાગ લઈ શકશો. મકાનના સમારકામમાં પૈસા ખર્ચ થઈ શકે છે.

વૃષભ રાશિ

જો સંભવ હોય તો આજે યાત્રા કરવી નહીં, નહીંતર તમને નુકસાન થઈ શકે છે. ઘરમાં તમે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકશો. આજે કોઈ સારી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે તમને ફોન આવી શકે છે. તમે તમારી મહેનતથી સફળતા જરૂર મળશે. ધ્યાન રાખો કે આરોગ્ય સાથે જોડાયેલી બાબતોમાં બેદરકારી રાખવી નહીં. માટે જરૂરી છે કે તમે આરોગ્યને પ્રાથમિકતા આપો. તમારે તમારા શબ્દો અને લહેકા ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

મિથુન રાશિ

આજે તમારે ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડશે, નહીં તો તમે બીમાર પડી શકો છો. માતા-પિતા સાથે ઘણા સમય પછી સમય પસાર કરવાનો ચાન્સ મળશે. આ ક્ષણ તમારા માટે ખૂબ જ સુખદ રહેશે. ભાગ્યનો સાથ ન મળવાથી કામમાં અડચણો આવશે. કામમાં તમારું મન લાગશે નહીં. તમે કોઈ પ્રોપર્ટી ડીલને ફાઈનલ ટચ આપી શકો છો. વિદ્યાર્થીઓને તેની મહેનત મુજબ પરિણામ મળશે. કોઈને સલાહ આપવી નહીં. તમારૂ આરોગ્ય નબળું રહેશે.

કર્ક રાશિ

આજે તમે તમારા ભૌતિક સુખ અને આરામમાં વૃદ્ધિ થઈ રહી છે એવું અનુભવશો. ગુસ્સામાં કોઈ સાથે વધારે પડતી બોલાચાલી ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. તમારા કામના ક્ષેત્ર અનુકૂળ સ્થિતિ રહેશે. તમે સામાન્ય કામ કરવામાં આળસ કરી શકો છો. તમારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતામાં વધારો થશે. તમારા આરોગ્યને લગતી કોઈ ભોજન અથવા તો જીમના સાધનો ખરીદી શકો છો. તમારે બિનજરૂરી તણાવમાંથી બચવા માટે તમારી લાગણીને કાબૂમાં રાખવાની જરૂર છે.

સિંહ રાશિ

આજે તમારે તમારા નિર્ણયમાં આગળ વધવું પડશે. જીવનસાથીની અપેક્ષાઓ પૂરી થઈ શકે છે. આજે કોઈની સાથે વાદ-વિવાદમાં થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આજે તમારી આવકમાં અટકાવ આવશે તેને લીધે તમારા કામ અટકી શકે છે. ઘરના નાના બાળકો ઉપર તમારી નજર રાખવી પડશે, કારણ કે બાળકોને ઊંચા સ્થળ પરથી પડવાની શક્યતા રહેલી છે. પરિવારમાં સામાન્ય સ્થિતિ બની રહેશે. સરકારી કામમાં લાપરવાહી કરવી નહીં. નવી યોજનાઓ શરૂ કરવા માટે આજે અનુકૂળ દિવસ છે.

કન્યા રાશિ

વધારે મહેનત કરશો તો સફળતા અને ખુશી મળી રહેશે. જો પૈસા કમાવાની યાદ આવે તો તમે સંઘર્ષ કરી શકો છો. તમારે તમારી પર્સનલ વાતો બીજા લોકોને ન જણાવવી, નહીતર કોઈ તમને દગો આપી શકે છે. અસમંજસમાં તમારો સમય પસાર થઇ જશે. તમારી ધન-સંપત્તિમાં અચાનક વધારો થઇ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ રહેશે. કોઈ સાથે ગુસ્સાવાળા શબ્દોમાં વાત ન કરવી જોઈએ.

તુલા રાશિ

બાળકો સાથે જોડાયેલી સમસ્યાઓ તમારામાંથી કોઈ માટે તણાવનું કારણ બની શકે છે.  કારોબાર અને નોકરીમાં પ્રગતિ થશે. વધારે તણાવ લેવાથી બચવું, જે લોકો પર ભરોસો કરશો એ લોકોને કારણે જ તમને  દગો મળી શકે છે. કોઈ જગ્યા એ થી તમને ભેટ મળી શકે છે. તમારા  વિરોધી લોકો તમારા તરફ ષડયંત્ર કરી શકે છે. આર્થિક નુકશાન પણ સહન કરવું પડી શકે છે.

વૃષિક રાશિ

વ્યવસાયિક જરૂરિયાતો ને લીધે તમને તમારી અંગત જરૂરિયાતો માટે સમયનો અભાવ રહેશે. આજ તમારા કામના ક્ષત્રે સક્રિયતા બની રહેશે અને તમે તમારા કરિયરમાં આગળ વધવા માટે પ્રયત્નશીલ રહેશો. તમારી સંપત્તિને લઈને કોઈ વિવાદ ચાલતો હોય તો એ દિશામાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. સારી ભાવનાઓ તમારા મકસદને સફળ કરશે. તમારું આરોગ્ય સારૂ રહેશે.

ધન રાશિ

જીવનને લગતી વાતોને મહત્વ આપવું, પ્રેમ અને સુમેળ વધશે. મિત્રો તરફથી સહયોગ મળશે. જો તમે તમારી સ્થાવર સંપતિના દસ્તાવેજોને પૂરા કરવા માટે તમારે આજનો દિવસ પસંદ ન કરવો. જીવનસાથીના આરોગ્યને લઈને તમે ચિંતિત રહેશો. થોડા સતર્ક રહીને કામ કરવું. દૂર રહેતા સંબંધીઓ સાથે સંપર્ક થઈ શકે છે. આરોગ્યની બાબતે ધ્યાન રાખવું પડશે. આર્થિક રીતે તમારી સ્થિતિ સુધારી શકે છે.

મકર રાશિ

તમારા બાળકોને લઈને કોઈ ચિંતા હશે તો તે ચિંતા દૂર થશે. તમારે સાવધાની પૂર્વક પૈસાની લેવડદેવડ કરવી પડશે. પારિવારિક અને સામાજિક લોકો સાથે ટકરાવ થઈ શકે છે. અભ્યાસમાં તમારો રસ વધશે. આર્થિક બાબતમાં તમારી પ્રગતિ થશે. કોઈ જગ્યાએ તમારા પૈસા અટકેલા હશે તો તે પાછા મળી શકશે. બધા પ્રકારની ચુનોતી માટે તૈયાર રહેવું. નવી વાતો જાણવા માટે તમે ઉત્સાહિત રહેશો.

કુંભ રાશી

પૈસાની લેવડદેવડમાં તમારી સમજદારીથી તમને લાભ મળશે. કામની બાબતમાં તમારે વધારે પડતું ધ્યાન આપીને કામ કરવાની જરૂર છે, તો જ સારા પરિણામો મળી શકશે. જીવનસાથી સાથે તમારા સંબંધોમાં મીઠાશ આવશે. વેપાર-ધંધા માટે વિદેશ યાત્રા થઈ શકે છે. કોઈ અનુભવી માણસ સાથેની મુલાકાતથી તમને ફાયદો મળશે. પ્રેમ જીવન માટે દિવસ સામાન્ય રહેશે. પરિવારના સદસ્યો સાથે યાદગાર સમય પસાર કરી શકશો. તમારુ ભાવતું ભોજન મળી શકે છે.

મીન રાશિ

આજે તમારે તમારા પ્રિય વ્યક્તિની નારાજગી સહન કરવી પડશે. તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારું પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે. તમારા મોટાભાઈ ને લીધે તમને ફાયદો મળી શકે છે. વેપારની બાબતમાં આજે તમને સારા પરિણામો મળશે. ઘરની આજુબાજુ કોઈ સામાજિક આયોજનમાં તમે ભાગ લઈ શકશો. પારિવારિક સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ સારો સમય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *