કેટલાક લોકોનું માનવું છે કે બાંધેલા લોટને રાત્રે ઘરમાં ન રાખવો જોઈએ, શું છે તેની પાછળ નું કારણ

Posted by

જ્યારે રોટલી બનતી હોય છે ત્યારે તેને લોટને તાજો ગુંથીને બનાવવામાં આવે છે. ક્યારેય પણ વાસી ગુંથેલા લોટની રોટલી બનાવી જોઈએ નહીં. આવું તમને ઘરના હંમેશા વડીલો કહેતા આવ્યા હશે. પરંતુ તમે કામકાજના ભાગદોડ સમય બચાવવા માટે, સવારે થોડું મોડું ઉઠવા માટે, લોટ એક દિવસ પહેલાં જ ગુંથી ને ફ્રિજમાં રાખી દેતા હોવ છો. પરેશાન થવાની જરૂર નથી, આવું ફક્ત એકાદ બે લોકો નથી કરતા પરંતુ મોટાભાગના લોકો પોતાની આ આદતથી મજબુર હોય છે. લોટને પહેલાથી જ ગોઠવી ને ફ્રિજમાં રાખવો દરેક એંગલથી અયોગ્ય છે અને શાસ્ત્રો અનુસાર પણ તેને યોગ્ય જણાવવામાં આવેલ છે.

 

શાસ્ત્રોમાં કરવામાં આવેલ છે મનાઈ

લોટ પહેલાથી ગુંથીને રાખી દેવાથી સમય પણ બચે છે અને વારંવાર લોટ ગુંથવાની મહેનત પણ કરવી પડતી નથી. આપણને પણ લાગે છે કે લોટ વાસી છે તો શું થયું, રોટલી તો તાજી જ બનશે. પરંતુ તમારી આ વિચારસરણી બિલકુલ યોગ્ય નથી. શાસ્ત્રો અનુસાર આવો લોટ બિલકુલ ખાવો જોઈએ નહીં. રોટલી બનાવવાની વાત તો દુર છે, પરંતુ લોટને ગુંથી ને ફ્રિજમાં રાખવો પણ અશુભ માનવામાં આવેલ છે.

ગુંથેલો લોટ પિંડ નું પ્રતિક છે

તે વાત તો તમે બધા જાણો છો કે હિન્દુઓમાં પિંડદાન ની એક પરંપરા છે, જે વ્યક્તિના મૃત્યુ થવા પર કરવામાં આવે છે. પિંડદાન માં લોટના ગોળા બનાવીને પાણીમાં પ્રવાહિત કરવામાં આવે છે. ફ્રિઝમાં રાખેલો ગુંથેલો લોટ પણ આવા પિંડ જેવો જ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુંથેલા લોટને પિંડ સમાન માનવામાં આવેલ છે, જે ભુખી આત્માઓની તૃપ્તિ માટે બનાવવામાં આવે છે.

ભુત-પ્રેત ને નિમંત્રણ

શાસ્ત્રો અનુસાર લોટના આ પિંડ ભુત-પ્રેતને નિમંત્રણ આપે છે. આ તે અતૃપ્ત આત્માઓને બોલાવે છે, જેમનું પિંડદાન થયેલ હોતું નથી. આ લોટ પિંડને ખાવા માટે આત્માઓ આવે છે. આ લોટ ઉપર તેની નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. આ લોટની રોટલી ખાવાથી સમગ્ર પરિવાર પર તેની અસર પડે છે.

ભુતો નું ભોજન

ફ્રીઝમાં રાખેલ ગુંથેલો લોટ વાસી માનવામાં આવે છે. એવું વિચારવું કે તેનાથી બનેલી રોટલી ફ્રેશ હશે, પરંતુ તે બિલકુલ અયોગ્ય છે. લોટને જો પહેલાથી જ ગોઠવીને રાખેલો છે તો તેમાંથી બનેલી રોટલી પણ વાસી થઈ જાય છે. શાસ્ત્રોમાં તો એવું પણ કહેવામાં આવે છે કે વાસી ભોજન ખાવાથી વ્યક્તિ બીમાર અને પરેશાનીઓથી ઘેરાયેલો રહે છે. આવા ભોજનને ભુતોનું ભોજન પણ કહેવામાં આવે છે.

આવા લોટમાંથી બનેલી રોટલી ખાવાથી થાય છે ખરાબ અસર

શાસ્ત્રો અનુસાર આવા લોટની રોટલી ખાનાર વ્યક્તિ હંમેશા આળસથી ઘેરાયેલું રહે છે. તેનામાં હંમેશા નકારાત્મક ઉર્જા રહેતી હોય છે, જેના કારણે માનસિક તણાવ અને શારીરિક પરેશાનીઓથી પરેશાન રહે છે. આવા લોટમાંથી બનેલી રોટલી અથવા અન્ય વસ્તુઓ ખાનારા લોકો બીમાર રહે છે અને સાથોસાથ પોતાના કામમાં સંપુર્ણ ધ્યાન આપી શકતા નથી.

સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક

ફ્રિઝમાં રાખેલો ગુંથેલો લોટ ખાવો જોઈએ નહીં, તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. લોટમાં સોફ્ટનેસ લાવનાર નેચરલ બેક્ટેરિયા અને તત્વ હોય છે, એટલા માટે જ્યારે આપણે તેને ગુંથીને રાખીએ છીએ તો તેમાં અલગ-અલગ પ્રકારની ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આવો લોટ બાદમાં ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. ફ્રીજની ઠંડક પણ તેને સ્વાસ્થ્યવર્ધક રાખી શકતી નથી.

ધ્યાન રાખો આ વાત

હવે તમે તેને અંધવિશ્વાસ માનો કે કે પછી પ્રાચીન સમયમાં વાસી ભોજન ખાવાથી બચવાની એક રીત, ગુંથાયેલો લોટ રાખવાનું બંધ કરી દો. તે તમારા માટે કોઈપણ પ્રકારથી સ્વાસ્થ્યવર્ધક નથી, પરંતુ ઊલટાનું તેનાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. તમારા ઘરમાં પણ જે રસોઈ કરે છે તેને જણાવો અને સમજાવો કે લોટ એટલો જ ગુંથીને રાખવો જોઈએ, જેટલી રોટલી બનાવવાની હોય. બાકી બચેલો લોટ ગાયને આપી દેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *