આપણે ઘરેથી બહાર નીકળીએ છીએ તો ઘણી વખત એવું થાય છે કે રસ્તામાં આપણને પૈસા મળતા હોય છે. જોકે ઘણા લોકો આ પૈસા ને ઉઠાવી લેતા હોય છે, તો ઘણા લોકો તેને નજરઅંદાજ કરી દેતા હોય છે. જ્યારે અમુક લોકો આ પૈસા ને કોઈ મંદિરની દાનપેટી માં નાખી દેતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર મળી રહેલા પૈસો સંકેત આપે છે? તો ચાલો તેના વિશે આજે અમે તમને અમારા આ લેખમાં ધર્મગ્રંથો અનુસાર કહેવામાં આવેલ વિગત વિશે જણાવીશું.
હિન્દુ ધર્મમાં પૈસાને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેવામાં રસ્તા પર પૈસાને પડેલા જોઈને નજરઅંદાજ કરીને આગળ ચાલ્યા જવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે જો રસ્તા પર પડી ગયેલા પૈસા મળે તો તેને નજરઅંદાજ બિલકુલ કરવા જોઇએ નહીં.
ઘરેથી નીકળતા સમયે પૈસા મળવા અથવા તો ઘરે પરત ફરતા સમયે પૈસા મળવા બધાનું અલગ અલગ મહત્વ છે. જો તમે ઘરેથી બહાર જતા હોય તે સમયે પૈસા મળે છે, તો તેને ઓફિસ અથવા કાર્યસ્થળ પર રાખી દેવા જોઈએ, તેને ખર્ચ કરવા જોઈએ નહીં. વળી જો રસ્તા પર સિક્કો અથવા નોટ મળે છે તો પણ તેનો ઉપાય કરવો જોઈએ નહીં.
વળી જો ઓફિસ અથવા કાર્યસ્થળે અથવા કોઈ મહત્વપુર્ણ કાર્ય સંપન્ન કરીને ઘરે પરત ફરતા સમયે પૈસા રસ્તા પરથી મળે છે, તો શાસ્ત્રો અનુસાર તેને બચાવીને રાખવા જોઈએ. જો કે ધ્યાન રાખવા વાળી વાત એ છે કે તેને પોતાની આવક નાં પૈસા સાથે રાખવા જોઇએ નહીં. હકીકતમાં તેની પાછળ એવું કારણ છે કે બહારથી મળેલા પૈસા જો આપણે કમાયેલા ધનમાં મળી જાય છે તો અનાવશ્યક ખર્ચાઓ વધવા લાગે છે. તમે ઈચ્છો તો તેને કોઈ ડાયરી અથવા કવરમાં વીંટાળીને રાખી શકો છો.