જે સ્ત્રી લોટમાં આ 3 વસ્તુઓ નાખીને રોટલી બનાવે છે તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે.

Posted by

દરેક ઘરમાં રોટલી બનાવવા માટે દરરોજ લોટ ગુંથવામાં આવે છે. મહિલાઓ રોટલી, પરોઠા, પુરી બનાવાના થોડા સમય પહેલાં જ લોટ ગુંથીને રાખી દેતી હોય છે, જેથી લોટ યોગ્ય રીતે સેટ થઈ જાય. ભલે પોતાની રેસિપી અનુસાર મહિલાઓ લોટમાં અલગ-અલગ સામગ્રીઓ ઉંમરથી હોય, પરંતુ લોટ ગુંથતા સમયે એક વાત બધામાં એક સરખી જોવા મળે છે અને તે છે કે લોટ ગુંથી દીધા બાદ તેની ઉપર આંગળીઓથી નિશાન બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહિલાઓ આવું શા માટે કરે છે? સાથોસાથ તમને જણાવી દઈએ કે જો લોટ ગુંજતા સમયે સ્ત્રીઓ તેમાં અમુક ચીજો ઉમેરે છે, તો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે.

 

લોટનો છે પિંડદાન સાથે સંબંધ

વેદસ્પતિ આચાર્ય આલોક અવસ્થી નાં જણાવ્યા અનુસાર તેની પાછળ એક ખાસ કારણ રહેલું છે, જે પિંડદાન સાથે જોડાયેલ છે. હિન્દુ ધર્મમાં પુર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવે છે. પિંડદાન કરવાથી પુર્વજોને સ્વર્ગ મળે છે. ઘઉં અથવા ચોખાથી બનેલ પિંડ નો સંબંધ ચંદ્ર સાથે માનવામાં આવે છે અને માન્યતા છે કે ચંદ્ર દ્વારા પિતૃઓ સુધી પહોંચે છે. એટલા માટે પિંડદાન કરતા સમયે ઘઉં અથવા ચોખાનાં ગોળા બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે જ્યારે આ રીતે પિંડદાન કરવામાં આવે છે તો પુર્વજો કોઈને કોઈ રૂપમાં આવીને તેને ગ્રહણ કરે છે.

 

આ કારણથી બનાવવામાં આવે છે આંગળીઓના નિશાન

ઘઉંના ગોળાને પુર્વજોનું ભોજન માનવામાં આવે છે. એટલા માટે તો આપણે તેને ગ્રહણ કરીએ છીએ, તો આપણે પાપનાં ભાગીદાર બનીએ છીએ. એટલા માટે પાપથી બચવા માટે મહિલાઓ લોટ બાંધી દીધા બાદ તેને ગોળા બનાવતા સમયે તેની ઉપર પોતાની આંગળીઓથી નિશાન જરૂર બનાવે છે. જેથી તે ભોજન આપણા ખાવા માટે યોગ્ય રહે. એટલું જ નહીં ઘઉંના અન્ય પકવાન જેમકે બાટી બનાવતા સમયે પણ મહિલાઓ તેમાં આંગળીથી એક નાનો ખાડો બનાવે છે, જેથી તે પિંડદાન ના ગોળા જેવું રહે નહીં.

 

વળી મનોવૈજ્ઞાનિક નજરથી જોવામાં આવે તો દરેક વ્યક્તિને કામ કર્યા બાદ તેની ઉપર પોતાની છાપ છોડવાની આદત હોય છે, પછી તે કામ કર્યા બાદ તેની ઉપર પોતાના હસ્તાક્ષર કરવા ના હોય કે અન્ય કોઈ રીતે પોતાની હાજરી દર્શાવવાની હોય. લોટના પિંડ ઉપર આંગળીઓનાં નિશાન બનાવવાને પણ તેની એક રીત માનવામાં આવે છે.

 

લોટ ગુંથતા સમયે દરેક ગૃહિણી તેમાં મીઠું જરૂરથી ઉમેરે છે, પરંતુ જો તેની સાથોસાથ થોડું ઘી અને ચપટી ભરીને ખાંડ ઉમેરવામાં આવે તો તે ખુબ જ વધારે શુભ માનવામાં આવે છે. ખાંડ, મીઠું અને ઘી આ બધી ચીજો સફેદ રંગની હોય છે. જેનો સંબંધ શુક્ર ગ્રહ અને ચંદ્ર સાથે હોય છે. એટલા માટે આ ચારેય વસ્તુઓ એકસાથે ઉમેરીને શુક્ર અને ચંદ્ર ગ્રહને મજબુત બનાવે છે. આ બંનેના શુભ ફળ સમગ્ર પરિવારને પ્રાપ્ત થાય છે. લોટમાં આ ત્રણ વસ્તુ ઉમેરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં નિવાસ કરે છે. જેથી પરિવારમાં ક્યારેય પણ પૈસાની તંગી થતી નથી અને તમારું ઘર પૈસાથી ભરેલું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *