જે મહિલા સવારમાં વેહલા ઉઠી ને આ એક કામ કરીલે છે તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી, અને એટલો પૈસો આવે છે જીવે ત્યારસુધી પૈસાની કમી નથી થતી

Posted by

દરેક લોકો મહેનત કરીને પોતાના ઘર પરિવાર માટે પૈસા કમાવા ઈચ્છે છે. જેથી કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય. પરંતુ અમુક લોકોના ઘરમાં અઢળક મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી. એટલું જ નહીં પરંતુ પરિવારમાં પણ વાદ વિવાદ થતા રહે છે અને હંમેશા તણાવ ભરેલું વાતાવરણ રહે છે. તેની પાછળનું એક કારણ ખરાબ વસ્તુ હોઈ શકે છે, જેથી જો તમે પણ પોતાના ઘર પરિવારમાં આ સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યા છો તો ચાલો અમે તમને જણાવીએ કે આ સમસ્યામાંથી છુટકારો કેવી રીતે મેળવી શકાય છે.

 

આ ઉપાયથી દુર થશે વાસ્તુદોષ

ઘરની મહિલાઓ દરરોજ સવારે સુર્યોદય પહેલા ઊઠીને ઘરના મુખ્યદ્વાર ને ખોલે અને ત્યાં એક લોટો પાણી નાખી દે. તેનાથી વાસ્તુ દોષ દુર થશે અને ધનની દેવી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે. એટલે કે ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે.

જો ઘરમાં વાસ્તુદોષ રહે છે તો પરિવારના સદસ્યોની વચ્ચે ઝઘડા થતા રહે છે. જો તમે પણ આ પરેશાની માંથી પસાર થઇ રહ્યા છો તો અમાસનાં દિવસે ઘરની યોગ્ય રીતે સાફ સફાઈ કરી લો. ત્યારબાદ પોતાના ઘરના પુજા વાળા સ્થાન ઉપર પાંચ અગરબત્તી પ્રગટાવો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જા ખતમ થઇ જાય છે. તે સિવાય ઘરના સદસ્યો ની વચ્ચે મીઠાસ વધે છે અને સુખ શાંતિનું વાતાવરણ રહે છે.

 

ખરાબ નજરથી બચવા માટે કરો આ ઉપાય

ઘરના નાના બાળકોને સૌથી વધારે ખરાબ નજર લાગે છે. જો તમારા ઘરના બાળકોને પણ નજર લાગવાની સમસ્યા રહેતી હોય તો ગાયનાં કાચા દુધને જમણા હાથેથી બાળકનાં માથા ઉપરથી સાત વખત ઉતારી લો. ત્યારબાદ આ દુધ કોઈ કુતરાને પીવડાવી દો. આવું કરવાથી ખરાબ નજર માંથી મુક્તિ મળી જશે. પરંતુ ધ્યાન રાખો કે આ ઉપાય ફક્ત સાંજના સમયે કરવો.

 

આ ઉપાયથી નહીં થાય આર્થિક તંગી

ઘણા બધા લોકોના ઘરમાં મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી. તેનો એક કારણ ખોટી દિશામાં તિજોરીનું હોવું પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ની તિજોરીનું મુખ હંમેશા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. તેનાથી ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીનો વાસ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *