આપણા જીવનના તાર આપણા ગ્રહ નક્ષત્રો સાથે જોડાયેલા છે. નાનામાં નાની ચીજ હોય કે કોઇ મોટો નિર્ણય ગ્રહ-નક્ષત્ર તેમાં ખુબ જ મોટો રોલ નિભાવે છે. ક્યારેક ગ્રહ-નક્ષત્રો અનુકુળ હોય છે, તો નિર્ણય યોગ્ય નીકળી જાય છે અને જ્યારે ગ્રહ-નક્ષત્રો આપણી વિરુદ્ધ હોય ત્યારે સાચો નિર્ણય પણ ઊલટો પડી જાય છે. તેનું કનેક્શન આપણી ફેશન સાથે પણ હોય છે. ફેશન મતલબ રંગોને લઈને શરૂ થતા નવા નવા ટ્રેન્ડ. આજે અમે તમને ખાસ કરીને બુટ-ચંપલ વિશે વાત કરવાના છીએ કે કેવી રીતે અલગ અલગ રંગના શુઝ આપણા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
આજ કાલ નો ટ્રેન્ડ રંગબેરંગી શુઝ પહેરવાનો છે. પરંતુ શુઝ નો રંગ તમારું નસીબ બગાડી શકે છે. ચાલો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાણીએ કે કયા રંગના બુટ-ચપ્પલ કોણે પહેરવા જોઈએ નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુટ ચંપલ નો સબંધ ગ્રહો સાથે હોય છે. પગ નો સંબંધ શનિ સાથે છે. સાથોસાથ બુટ ચપ્પલ થી શનિ અને રાહુનો સંબંધ છે.
એટલા માટે જેની કુંડળીમાં શનિ અને રાહુની સ્થિતિ સારી હોય છે આવા લોકો બુટ ચપ્પલ નાં બિઝનેસમાં ખુબ જ પ્રગતિ કરે છે. એ જ કારણ છે કે પગમાં કાળા, ગ્રે અને વાદળી રંગના શુઝ પહેરવા શુભ માનવામાં આવે છે. જો કુંડળીમાં મંગળ ખરાબ છે તો લાલ રંગના શુઝ પહેરવા જોઈએ નહીં. કારણ કે જો મંગળ ખરાબ હોય તો જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે છે.
ત્યારે પીળા રંગના બુટ ચંપલ પહેરવા નહીં
કુંડળીમાં ચંદ્ર ખરાબ હોવા પર સફેદ રંગના બુટ ચંપલ પહેરવા જોઈએ નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીળો રંગ બૃહસ્પતિ નો હોય છે, એટલા માટે પીળા રંગના બુટ ચપ્પલ પહેરવાની સખત મનાઈ છે. તે સિવાય પીળા રંગને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. પીળા રંગનાં બુટ ચપ્પલ અને સોનાની પાયલ પહેરવાથી જીવનમાં અપયશ, દરિદ્રતા અને અનેક પ્રકારની અડચણ આવે છે.