મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજી ને સમર્પિત કરવામાં આવેલ છે અને મંગળવારને હનુમાનજીનો દિવસ પણ કહેવામાં આવે છે. તમે જોયું હશે કે મંગળવારનાં દિવસે મોટાભાગનાં ભક્તો હનુમાનજીને દુધ માંથી બનેલી મીઠાઈ ને બદલે બુંદીનો ભોગ લગાવે છે અને પ્રસાદના રૂપમાં પણ બુંદી વહેંચે છે. તમે હંમેશા એવું જોયું હશે પરંતુ તો ત્યારે પણ તમારા મનમાં એવું પ્રશ્ન ઉભો થયો છે કે તેની પાછળનું કારણ શું છે? કારણ જાણતા પહેલાં તે બાબતની જાણકારી મેળવી લો કે બુંદીનો પ્રસાદ ચઢાવવાથી હનુમાનજી સૌથી વધારે પ્રસન્ન થાય છે અને સાથોસાથ તમારી બધી મનોકામના પુરી કરે છે.
આ કારણથી ચઢાવવામાં આવે છે બુંદી
હકીકતમાં માન્યતા છે કે દુધ ચંદ્ર નું કારક હોય છે. મંગળવારનો દિવસ હનુમાનજી નો માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ચંદ્ર અને મંગળ એકબીજાના વિરોધી હોય છે. જેના કારણે હનુમાનજીને દુધ અથવા દુધમાંથી બનેલી મીઠાઈનો ભોગ લગાવવામાં આવતો નથી.
દુધમાંથી બનેલી મીઠાઈ ને છોડી દેવામાં આવે તો બુંદી સિવાય બેસન નાં લડ્ડુ, માલપુઆ વગેરે પણ ભોગમાં ચડાવી શકાય છે. કહેવામાં આવે છે કે હનુમાનજી બુંદીના લાડુ થી પ્રસન્ન થાય છે અને તેમને બુંદીના લાડુ અથવા બુંદીનો ચડાવીને તમે મંગળ નહીં, પરંતુ બધા ગ્રહોને પ્રસન્ન કરી શકો છો. પ્રસાદને સૌથી સારો ત્યારે માનવામાં આવે છે જ્યારે તે શુદ્ધ દેશી ઘી માંથી બનેલ હોય.
હનુમાનજી ને ખુશ કરવા માટે એવી માન્યતા છે કે તેમની પુજા હંમેશા શુદ્ધ અને પવિત્ર મનથી કરવી જોઈએ. વ્યક્તિના મનમાં જરા પણ છળકપટ હોય છે તો હનુમાનજી પ્રસન્ન થવાને બદલે ક્રોધિત થઈ શકે છે.