ગ્રહોની બદલાતી દિશા આ રાશીને કરશે અસર, રહેવું પડશે થોડું ચેતીને

Posted by

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોની સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક પારિવારિક કલેશ અને માનસિક અશાંતિનો સામનો પણ કરવો પડશે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. એક વખત જે નક્કી કરી લો એ પૂરું કરીને જ રહેશો. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને કરવામાં આવેલા કામની પ્રશંસા થશે.

કન્યા રાશી

વિદેશી કંપનીમાં નોકરી માટે અથવા તો વિદેશી નાગરિકત્વ માટે કરવામાં આવેલ અરજી સફળ થશે. તમારી જીદ અને આવેશોને કાબૂમાં રાખીને કામ કરશો તો, સફળતા મળવાની સંભાવના વધારે રહેશે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે. આરોગ્યની બાબતમાં ચિંતા રહેશે. અગ્નિ, ઝેર તેમજ દવાઓના રિએક્શનથી બચવું. જો ખાસ જરૂર ન હોય તો તમારા પૂર્વજોની સંપત્તિનો સોદો ન કરવો.

કર્ક રાશિ

આરોગ્ય ઉપર પ્રતિકૂળ પ્રભાવ પડશે. કામના ક્ષેત્રમાં પણ ક્યાંક ને ક્યાંક વિવાદોને લીધે માનસિક તણાવ વધશે. એટલા માટે તમારે કામ પૂરા થયા પછી તરત જ ઘરે આવી જવું એ તમારા માટે વધારે સારું રહેશે. વધારે પડતાં કર્જ ની લેવડ દેવડ થી બચવું નહીતો વધારે નુકસાન થઈ શકે છે.

તુલા રાશિ

વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરિક્ષામાં બેસતા લોકોને નવી ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે, એટલા માટે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ વધારે મહેનત કરવી પડશે. રોમાન્સ અથવા તો હરવા ફરવામાં વધારે સમય બગાડવો નહીં.

મીન રાશી

ખરાબ સંગતથી બચવું અને કોઈપણ પ્રકારની નશાખોરીથી દૂર રહેવું. તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ તમને મળી શકશે. સંતાનોની ચિંતા તમને પરેશાન કરી શકે છે. નવદંપતી માટે સંતાન પ્રાપ્તિના યોગ છે.

વૃષીક રાશિ

પારિવારિક મુશ્કેલીઓ તેમજ માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. મિત્રો અને સગા-સંબંધીઓ તરફથી પણ ખરાબ સમાચાર મળવાના યોગ છે. માતા-પિતાના આરોગ્ય પ્રત્યે ચિંતા રહેશે. સાવધાનીપૂર્વક યાત્રા કરવી, તમારા સામાનનું ધ્યાન રાખવું કારણ કે સામાન ચોરી થવાની શક્યતા રહે છે.

કુંભ રાશી

કોર્ટ-કચેરીની બાબતોમાં કોર્ટની બહાર જ ઉકેલ આવવો સારો રહેશે. જમીન મિલકત સંબંધિત બાબતોમાં ઉકેલ લાવવામાં થોડો વધારે સમય લાગી શકે છે. સરકારી નોકરી માટેની અરજી અને વિદેશમાં નોકરી માટેની અરજી બંનેમાં તમને ફાયદો મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *