હિન્દુ ધર્મમાં જ્યાં લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે. વળી કુબેરને ધનનાં રક્ષક માનવામાં આવે છે. આવી જ રીતે વિભિન્ન દેવી-દેવતાઓને ઘણી ચીજો સાથે જોડવામાં આવેલ છે. તેવામાં તમે ઘણી વખત જોયું હશે કે પુજામાં સોપારીને વિશેષ દરજ્જો આપીને તેને વિશિષ્ઠ પ્રદાન કરવામાં આવે છે. એ જ કારણ છે કે અખંડિત સોપારીને દેવી-દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે. તેવામાં સોપારી સાથે જોડાયેલ અનેક ઉપાય છે, જે સામાન્ય વ્યક્તિ માટે ચમત્કાર સમાન હોય છે.
જાણકારી અનુસાર જ્યારે સોપારીનો મોટા ભાગે ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે અને સાથોસાથ પુજામાં પણ તેનો ઉપયોગ થાય છે. વળી તેના ઘણા ચમત્કારિક લાભ પણ છે. અખંડિત સોપારી થી ઘણા પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. માનવામાં આવે છે કે જો તમને કોઈ પણ ધનદોલત સાથે જોડાયેલી સમસ્યા હોય તો સોપારી નો ઉપાય કરીને તમે માલામાલ બની શકો છો.
આ ઉપાય તમારું જીવન બદલી નાખશે
જ્યારે અખંડિત સોપારીની વિધિવત્ પુજા કરવામાં આવે છે, તો તે ચમત્કારિક બની જાય છે. કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ સોપારીને હંમેશા પોતાની સાથે રાખે છે તો તેના જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી રહેતી નથી.
પુજામાં ઉપયોગ કરવામાં આવેલી સોપારીને તિજોરીમાં રાખવી લાભદાયી રહેશે. સોપારીને દોરાથી વીંટાળી દો અને ચોખા કંકુ લગાવીને પુજા જરૂર કરવી જોઈએ. પુજા કરીને તિજોરીમાં રાખવામાં આવેલી સોપારી ખુબ જ લાભદાયક માનવામાં આવે છે.
કહેવામાં આવે છે કે વેપારમાં પ્રગતિ કરવા માટે સોપારી ખુબ જ સહાયક હોય છે. માન્યતા અનુસાર શનિવારની રાતે પીપળાના વૃક્ષની પુજા કરીને સોપારી અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો રાખી દો. બીજા દિવસે તે વૃક્ષનું એક પાન તોડીને લાવો અને તે સોપારી ઉપર રાખો અને તેને પોતાની તિજોરીમાં રાખી દો. કહેવામાં આવે છે કે આવું કરવાથી વેપારમાં વધારો થાય છે.
આવી રીતે કરો ઉપાય
અખંડિત સોપારી સામાન્ય રીતે પુજાના કામમાં ઉપયોગ લેવામાં આવે છે. ગણેશજી થી લઈને લક્ષ્મી માતા સુધી બધાની પુજામાં સોપારીનો ઉપયોગ થાય છે. આ ઉપાય અંતર્ગત પુનમનાં દિવસે માતા લક્ષ્મીને સોપારી ચડાવવી જોઈએ.
ધનની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સવારે સ્નાન કર્યા બાદ ઘર અથવા મંદિરમાં ભગવાન ગણેશની સામે નાગરવેલનાં પાન ઉપર ચોખા, સિંદુર અને ઘી ઉમેરીને સ્વસ્તિક બનાવો. હવે તેના ઉપર સોપારી રાખીને નાડાછડી વીંટાળી દો. ત્યારબાદ તેને ગણેશજીને અર્પિત કર્યા બાદ તે સોપારીને ધન વાળા સ્થાન ઉપર રાખી દો. માનવામાં આવે છે કે આવું કરવાથી પૈસાની તંગી ક્યારે રહેતી નથી.
ધનલાભ માટે અન્ય એક ઉપાય અંતર્ગત એક રૂમાલમાં સોપારી, એક હળદરની ગાંઠ અને શ્રીફળ બાંધી લો. ત્યારબાદ તેને ધુપ આપો. માનવામાં આવે છે કે આવું કરવાથી ધન લાભના યોગ બને છે.
વળી જો તમારા કામમાં અડચણ આવી રહી છે અને તમે કામ પુર્ણ કરવા માંગો છો તો તમારે ગણેશ ચોથનાં દિવસે ગણેશજીને સોપારી અને લવિંગ અર્પિત કરવા જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી ખુબ જ જલદી સફળતા મળે છે.