રવિવારનો દિવસ સૂર્ય દેવને સમર્પિત છે. એવામાં રવિવારના દિવસે કેટલાંક ઉપાય સૂર્ય દેવની ખાસ કૃપા અપાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવના અમુક ઉપાય એવા જણાવવામાં આવ્યાં છે, જેને સવારના સમયે નહીં પરંતુ સાંજના સમયે કરવામાં આવે છે. જેનાથી ઘરમાં ધન, વૈભવ અને સમૃદ્ધીનુ આગમન થશે.
રવિવારના દિવસે કરો સૂર્ય દેવની પૂજા
રવિવારનો દિવસ સૂર્ય દેવને સમર્પિત છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી વ્યક્તિને તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. આ દિવસે વિધિપૂર્વક વંદન કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં રવિવારના દિવસે અમુક એવા ઉપાયો અંગે જણાવવામાં આવ્યું છે, જેને સવારના સમયે નહીં, પરંતુ સાંજના સમયે કરવામાં આવે છે. આમ કરવાથી જાતકને વિશેષ લાભ થાય છે. જો તમે પણ આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યાં છો તો રવિવારની સાંજે આ ઉપાય અવશ્ય કરો.
રવિવારે કરો આ ઉપાય
પીપળાના ઝાડની નીચે પ્રગટાવો દીવો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિવારે સાંજે પીપડાના ઝાડ નીચે દીવો પ્રગટાવવામાં આવે છે. જેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. પરંતુ રવિવારની સાંજે પણ જો પીપળાના ઝાડની નીચે તેલનો દીવો કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ અવશ્ય રહે છે. આ સાથે વ્યક્તિની પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને ઘણા લાભ મળે છે.
રવિવારે પ્રગટાવો ગોળ દીવો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રવિવારે સાંજે જો પીપળાની નીચે દીવો પ્રગટાવવામાં આવે તો વ્યક્તિને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. આ સાથે વ્યક્તિને ઑફિસમાં પ્રગતિના નવા રસ્તા ખુલી જાય છે.
કરો કાળી સામગ્રીનુ દાન
ખરાબ કર્મોના પ્રભાવને ઘટાડવા અથવા મુક્તિ મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કાળી સામગ્રીનુ દાન કરવાનો ઉપાય જણાવવામાં આવ્યો છે. જેના માટે રવિવારે સાંજે કાળા તલ, કાળા કપડા, કાળી અડદ અથવા કાળા મરચાનુ દાન કરવાથી વ્યક્તિના ખરાબ ફળ સમાપ્ત થાય છે.