આજકાલનાં ભાગદોડ ભરેલા જીવનમાં પોતાની જરૂરિયાતો પુરી કરવા માટે લોકો સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં પણ કોઈને કોઈ કમી રહી જાય છે. પરંતુ અમુક લોકો એવા હોય છે જે ઓછી મહેનત કરે છે, પરંતુ તેમ છતાં પણ પોતાના જીવનમાં બધી જ સુખ સગવડતાઓ પ્રાપ્ત કરી લેતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે કે ક્યારેક ક્યારેક ગ્રહ સંબંધી અડચણને લીધે ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેવામાં આ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે અમુક ઉપાય બતાવવામાં આવેલ છે. આ ઉપાયને અપનાવીને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો તેના વિશે તમને જણાવીએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચોખા ખુબ જ પુજનીય છે. કારણ કે પુજાના બધા કાર્યમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે અને અક્ષતનો અર્થ થાય છે અખંડિત. તિલક લગાવ્યા બાદ ચોખા લગાવવામાં આવે છે. જણાવવામાં આવે છે કે આવું કરવાથી ઘરની ગરીબી દુર થાય છે. ચોખાનો સંબંધ ચંદ્ર સાથે પણ માનવામાં આવે છે અને જ્યોતિષના આ ઉપાયને અજમાવીને કુંડળીમાં ચંદ્રની સ્થિતિને મજબુત કરી શકો છો, જેના લીધે તે શુભ ફળ આપવા લાગે છે અને જીવનમાં ધીરે ધીરે બધી જ સમસ્યાઓનો અંત થઈ જાય છે.
પૈસાની તંગીથી પરેશાન છો તો સોમવારના દિવસે અડધો કિલો ચોખા શિવલિંગ પાસે બેસીને એક-એક મુઠ્ઠી ચડાવો. બાકી બચેલા ચોખાને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપી દો. આવું સતત પાંચ સોમવાર સુધી કરતા રહો. ધ્યાન રાખો કે શિવલિંગ ઉપર ચઢાવવામાં આવેલા ચોખા ખંડિત હોવા જોઈએ નહીં. ખંડિત ચોખા કોઈપણ દેવી દેવતા ઉપર ચડાવવા જોઈએ નહીં. આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિના યોગ બનવાના શરૂ થઈ જાય છે.
જો તમે ઓફિસમાં કોઈ વાતથી પરેશાન છો અથવા તો તમને કોઈ નવા અવસર મળી રહ્યા નથી તો મીઠા ચોખા બનાવીને કાગડાને ખવડાવો. આવું કરવાથી નોકરી તથા વેપારમાં આવી રહેલી તમામ સમસ્યાઓનો અંત થઈ જાય છે અને ઓફિસમાં પણ પ્રમોશન મળી જશે.
જો તમારા પુર્ણ થવા આવેલા કાર્ય અટકી જાય છે તો ઘણી વખત આવી સમસ્યાઓ પિતૃદોષને લીધે પણ થતી હોય છે. તેવામાં તમારે ચોખાની ખીર બનાવી જોઈએ અને તેને રોટલીની સાથે અમાસના દિવસે કાગડાને ખવડાવી જોઈએ. પિતૃઓને ખીર ખુબ જ પસંદ હોય છે. આવું કરવાથી તમને પોતાના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા અટવાયેલા કાર્ય સરળતાથી પુર્ણ થઈ જશે. તેની સાથોસાથે તમારા યશ તથા સન્માનમાં વધારો થશે અને જીવન માંથી અસ્થિરતા દુર થશે.
દરેક લોકોના રસોડામાં ચોખા અવશ્ય રાખવામાં આવેલા હોય છે. મોટાભાગે ચોખાને રસોડામાં ડબ્બામાં રાખવામાં આવે છે. જો તમારા ઘરમાં ચાંદીનો સિક્કો હોય જેને મોટાભાગે લોકો દિવાળીના સમયમાં ખરીદતા હોય છે, તેને ચોખા રાખવાના ડબ્બામાં રાખી દેવો જોઈએ. પરંતુ જો તમારા ઘરમાં ચાંદીનો સિક્કો ન હોય તો ૧ રૂપિયાનો સિક્કો ચોખાના ડબ્બામાં રાખી દો.
આ કામ તમારે કોઈ સારા દિવસે કરવું જોઈએ એટલે કે એકાદશી અથવા તો બુધવારના દિવસે ચોખાના ડબ્બામાં એક રૂપિયાનો સિક્કો રાખી દેવો જોઈએ. જે ડબ્બામાંથી તમે દરરોજ ચોખાનો ઉપયોગ કરો છો, એજ ડબ્બામાં ૧ રૂપિયાનો સિક્કો રાખવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી ઊભી થશે નહીં અને માતા લક્ષ્મી બંને હાથથી તમારા ઘર ઉપર ધન સંપત્તિનો વરસાદ કરશે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે કોઈ શુભ મુહુર્ત અથવા પુનમના દિવસે લાલ રંગના રેશમી કપડામાં ૨૧ અખંડિત ચોખા બાંધી લેવા. ધ્યાન રાખો કે તે ચોખાને હળદરથી પીળા કરી લેવા. ત્યારબાદ માતા લક્ષ્મીની વિધિપુર્વક ચોકી બનાવો અને માં લક્ષ્મી ની તસ્વીરની સાથે લાલ કપડામાં બાંધેલા ચોખા રાખી દો. ત્યારબાદ તેમની પુજા કરો અને કનકધારા સ્ત્રોતના પાઠ કરો. ત્યારબાદ અમુક ચોખા પોતાના પર્સમાં રાખેલો અને અમુક ચોખા તિજોરી અથવા તો પૈસા રાખવાની જગ્યાએ રાખી લો. આવું કરવાથી ધન સંબંધિત મામલામાં આવી રહેલી તમામ પરેશાની દુર થશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ મનોકામના પુરી કરવા માટે શુક્રવારના દિવસે રાતના સમયે ઘરની ઉત્તર દિશામાં એક ચોકી રાખી લો અને ત્યારબાદ તેની ઉપર એક કળશ રાખો. કળશ ઉપર કેસરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવીને તેમાં પાણી ભરી દો. ત્યારબાદ તેમાં દુર્વા, ચોખા અને ૧ રૂપિયાનો સિક્કો રાખી દો. ત્યારબાદ એક નાની પ્લેટ લો અને તેમાં ચોખા ભરીને કળશની ઉપર રાખી દો. ત્યારબાદ શ્રી યંત્રની સ્થાપના કરો અને ચૌમુખી દીવો પ્રગટાવીને કંકુ અને ચોખા થી પુજન કરો અને લક્ષ્મી સ્ત્રોતના પાઠ કરો. આવું કરવાથી આર્થિક સમસ્યા ખતમ થશે અને દરેક મનોકામના પણ પુરી થશે.