મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર સંતોષી માતાની કૃપા રહેવાથી લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ થશે. સમયનો ભરપૂર ઉપયોગ કરી લેવો. કોઈ જૂની સમસ્યાનું સમાધાન મળવાથી શાંતિનો અનુભવ થશે. પરિવારના વડીલોનું માર્ગદર્શન જરૂરથી લેવું. આ માર્ગદર્શન તમને મોટા લાભ અપાવી શકે છે. કાર્યક્ષેત્ર પર તમારી હિંમત અને આત્મવિશ્વાસ દ્વારા રોકાયેલા કાર્યો પૂરા કરવામાં સક્ષમ રહેશો. આવનારા સમયમાં તમારું બધું ધ્યાન માર્કેટિંગ પર રહેશે અને તેનો ફાયદો પણ થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને કોઈ શુભ સૂચનાની પ્રાપ્તિ થઇ શકે છે, જેના કારણે તમે ખુશ રહેશો. મીડિયા તથા સંપર્ક સૂત્ર સંબંધિત ગતિવિધિઓ ફાયદો આપનારી સિદ્ધ થશે. આર્થિક સ્થિતિ ખૂબ જ લાભદાયક રહેશે. શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ રહેશો. નજીકના સંબંધી અથવા મિત્ર સાથે કોઈ નવો બિઝનેસ શરૂ થઈ શકે છે. ભવિષ્યની યોજનાઓ માટે મહત્વનો નિર્ણય લઈ શકો છો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો પર મા સંતોષીની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે. સંતાનોના કાર્ય સાથે જોડાયેલી પ્રગતિઓ તમને ખુશ કરી દેશે. શરીરમાં લાંબા સમયથી રહેલી સુસ્તી અને થાક દૂર થશે. પારિવારિક અને આર્થીક એમ બને દ્રષ્ટિકોણથી શુભ ફળ આપનારો સમય આવી રહ્યો છે. આત્મ ચિંતન માટે સમય મળી રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. પરિસ્થિતિઓને સરળતાથી પાર કરી શકશો. સ્વયં પર રાખવામાં આવેલો ભરોસો ઉત્તમ સાબિત થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને કાર્યક્ષેત્ર પર અચાનક કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થવાથી અત્યંત ઉત્સાહનો અનુભવ થશે. કૌટુંબિક ક્ષેત્રે કેટલાક એવા નિર્ણય લઈ શકો છો, જે પ્રસંશનીય રહેશે. મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. નવા અનુબંધ મળી શકે છે, જે આર્થિક દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારા લોકોને સંતોષી માતાના આશીર્વાદ મળશે અને તેમની ઇચ્છા પુરી થશે. ઘરના સભ્યો વચ્ચે તાલમેળ વધશે. કોઈ જૂના મિત્ર સાથે યાદગાર સમય પસાર કરી શકો છો. પિતાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થશે.
તુલા રાશી
કૌટુંબિક અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન રહેશે. પ્રેમ સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યવસાયમાં કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હોય તો ખૂબ જ સારો સમય છે. સંતોષી માતાની કૃપાથી ખૂબ જ મોટા લાભ પ્રાપ્ત થશે. નફાના પ્રમાણમાં વધારો થશે. નોકરીની પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરી કરતા જાતકો માટે કાર્ય પ્રત્યેનું સમર્પણ ખૂબ જ મોટી સફળતા લાવશે. તમારા બોસ તમારાથી ખુશ થશે. માતાજીની કૃપાથી પ્રમોશનના યોગ બની રહ્યા છે.