આમાંથી કોઈ એક તમારું મનપસંદ જાનવર પસંદ કરો, અમે તમારી પસંદગી ઉપરથી બતાવીશું તમારી સૌથી મોટી તાકાત અને સૌથી મોટી કમજોરી વિશે.

Posted by

કહેવામાં આવે છે કે મનુષ્યની પ્રકૃતિનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. કારણ કે મનુષ્યની અંદર ઘણા બધા રહસ્ય અને ગુણ છુપાયેલા હોય છે, જે ખુબ જ ઓછા ઉજાગર થતા હોય છે. તેવામાં અવારનવાર મનુષ્યનું બહાર થી કંઈક અલગ રૂપ જોવા મળે છે. જ્યારે અંદરથી તેનું વ્યક્તિત્વ કંઈક અલગ હોય છે. પરંતુ જો વ્યક્તિના છુપાયેલા વ્યક્તિત્વને જાણવું હોય તો તેની પસંદ અને નાપસંદ જાણવી જોઈએ. કારણ કે કોઈ પણ વ્યક્તિની પસંદ ઉપરથી તેનું વાસ્તવિક ચરિત્ર જાણી શકાય છે.

 

પછી તે મનપસંદ રંગની વાત હોય કે પછી મનપસંદ ઋતુ ની અથવા તો વ્યક્તિના મનપસંદ જાનવર ની વાત કરવામાં આવે. ખાસ કરીને મનપસંદ જાનવર પરથી વ્યક્તિની અંદર છુપાયેલા ગુણ અને દોષ વિશે વધારે સારી રીતે જાણી શકાય છે. તો ચાલો તમે પણ પોતાનો મનપસંદ જાનવર ની પસંદગી કરો અને અમે તમને તેના અનુસાર તમારી તાકાત અને ખામીઓ વિશે જણાવીશું.

 

પાળતુ જાનવરનાં રૂપમાં કુતરા તો ખુબ જ ઘણા લોકોને પસંદ હોય છે. પરંતુ તેમાંથી પણ જો તમે બ્લેક જેગુઆરની પસંદગી કરી છે, તો જણાવી દઈએ કે તમે ખુબ જ રહસ્યમય વ્યક્તિ છો અને તમારા વ્યક્તિત્વનું રહસ્ય બીજા લોકોને તમારી તરફ આકર્ષિત કરે છે. તમે ખુબ જ શક્તિશાળી છો, જેનો પ્રભાવ બીજા લોકો ઉપર જોવા મળે છે અને તેઓ તમારાથી ડરે છે. પરંતુ તમે બીજા લોકો સાથે વધારે હળવા-મળવાનું પસંદ કરતાં નથી અને પોતાનું કામ મોટાભાગે એટલા કરવાનું પસંદ કરો છો.

 

વળી જો તમને કાળી બિલાડી પસંદ છે તો તમે એકાંતમાં રહેનાર વ્યક્તિ છો. કારણ કે મોટા ભાગે કાળી બિલાડી એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. તેમાં તમે એકાંતમાં જ રહીને કામ કરવાનું પસંદ કરો છો તે સિવાય તમારી પાસે કામ કરવા માટે શ્રેષ્ઠ પ્લાન હોય છે જેની ઉપર તમે મન લગાવીને કામ કરો છો.

 

વળી જો તમને હાથી પસંદ છે, તો તમે ખુબ જ આદર્શ વિચારસરણીવાળા અને દયાળુ હ્રદયનાં મનુષ્ય છો. સાથોસાથ તમે બીજા લોકોના સહયોગ માટે હંમેશા તત્પર રહો છો. કારણ કે હાથી હંમેશા ઝુંડ માં રહેવાનું પસંદ કરે છે અને ક્યારે પણ પરસ્પર લડાઈ ઝઘડા કરતા નથી. જો કોઈ વ્યક્તિને ઈજા થાય છે તો હાથી તેની મદદ જરૂર કરે છે. સાથોસાથ હાથી ને પસંદ કરનાર લોકોનું વ્યક્તિત્વ ખુબ જ ગંભીર હોય છે, પરંતુ તેની સાથે જ આવા લોકો કામ કરવાની બાબતમાં ખુબ જ સુસ્ત હોય છે.

 

વળી અમુક લોકોને સસલું પાળવાનો શોખ હોય છે. આવા લોકો સ્વભાવથી ખુબ જ કેરિંગ અને સહયોગી હોય છે. સાથોસાથ તેમના સ્વભાવમાં પણ ચંચળતા જોવા મળે છે, પરંતુ તેઓ ડરપોક પણ હોય છે.

 

અમુક લોકો પોતાના ઘરમાં અથવા તો ઘરની આસપાસ ખિસકોલી પાળવાનું પસંદ કરે છે. જો તમને પણ આવો શોખ છે તો જણાવી દઈએ કે તમે જીવનના દરેક પળનો આનંદ લેનાર વ્યક્તિ છો. સમય ગમે તેવી પરિસ્થિતિ બતાવે તમે હિંમત હારતા નથી. પરંતુ તેની સાથે તમારી ખામી એ છે કે તમે કોઈ એક ચીજ અથવા વ્યક્તિ વિશેષ પ્રત્યે સ્થિર લાગણી ધરાવતા નથી. પરંતુ તમારી પસંદગી અવારનવાર બદલતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *