આજનાં સમયમાં પૈસા બધાના જીવન માટે ખુબ જ મહત્વપુર્ણ છે. વળી એટલું જ જરૂરી આપનું સ્વાસ્થ્ય પણ છે. કહેવામાં આવે છે કે ફક્ત પૈસા હોવાથી જ તમને સંસારના બધા સુખ પ્રાપ્ત થઈ શકતા નથી, તેના માટે જરૂરી છે કે તમે શારીરિક રૂપથી સ્વસ્થ હોવા જોઈએ. ત્યારે જ તમે પૈસાનું સુખ ભોગવી શકો છો વળી જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય તો તમારે સમજી લેવું જોઇએ કે કોઇ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરી ગઈ છે. તેને દુર કરવા માટે આજે અમે તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જેને કરી લીધા બાદ તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે અને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થશે.
તેના માટે તમારે વધારે કંઈ કરવાનું નથી, બસ એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને આ એક રૂપિયાના સિક્કા ની સાથે જ અમે ચોખા ની વાત પણ કરીશું. જી હા, હિન્દુ ધર્મમાં ચોખા અને ખુબ જ મહત્વ આપવામાં આવે છે અને તેને દેવી-દેવતાઓના પ્રિય પ્રસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો સૌથી પહેલા આ ઉપાય વિશે વાત કરવામાં આવે તો શુક્રવારના દિવસે રાત્રે ૧૦ વાગ્યે એક વાટકામાં ચોખા લેવા. ત્યારબાદ બાજોઠ પર કળશ રાખો અને કળશ પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો.
તેની સાથે જ તે વાતનું ધ્યાન રાખો કે સ્વસ્તિકનું ચિન્હ કપાયેલું ન બનાવવું અને જે કળશ લીધેલ છે તેમાં શુદ્ધ પાણી ભરવું. તે સિવાય કળશમાં ચોખા, દુર્વા અને એક રૂપિયાનો સિક્કો નાખી દો. ત્યારબાદ એક વાટકામાં ચોખા લીધા હતા તે નાખીને તેની ઉપર કળશ ની સ્થાપના કરો અને સાથોસાથ તેની ઉપર શ્રીયંત્રની પણ સ્થાપના કરો. જો તમારી પાસે શ્રીયંત્ર નથી, તો સ્વસ્તિક બનાવીને તેને શ્રીયંત્ર માની લો. કારણ કે સ્વસ્તિકને પણ શ્રીયંત્રનું બીજું રૂપ માનવામાં આવે છે.
ત્યારબાદ તેની પાસે બાજોઠ પર દીવો પ્રગટાવીને કંકુ અને ચોખા થી તેનું પુજન કરો. ત્યારબાદ લક્ષ્મી ચાલીસાનાં પાઠ કરો અને ૧૦ મિનિટ સુધી માં લક્ષ્મીનું ધ્યાન કર્યા બાદ જે મનોકામના દિલમાં હોય તે માતા લક્ષ્મીની સામે કહો. તેનાથી તમારા ઉપર માતા લક્ષ્મીજીની કૃપા જરૂરથી થશે. તે સિવાય જણાવી દઈએ કે જે દીવો તમે પ્રગટાવ્યો હતો તે ગાયના ઘીનો હોવો જોઈએ. તેની સાથે જ એક વાટકામાં થોડો પ્રસાદ પણ રાખો.
મહત્વપુર્ણ છે કે આ ઉપાય અનુસાર ૧ રૂપિયા અથવા પ રૂપિયાનો સિક્કો લેવો અને તેને ૪૩ દિવસ સુધી પોતાના તકિયા નીચે રાખીને આરામથી સુઈ જવું છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે તમારે આ ૪૩ દિવસોમાં એક જ પ્રકારનાં સિક્કાનો ઉપયોગ કરવાનો છે. એટલે કે જો તમે પહેલા દિવસે પ રૂપિયાનો સિક્કો લીધો છે તો બાકીના દિવસોમાં પણ પ રૂપિયાનાં સિક્કા લેવા પડશે અને જો તમે ૧ રૂપિયાનો સિક્કો લીધેલ છે તો બાકીના દિવસોમાં પણ ૧ રૂપિયાનો સિક્કો જ લેવો. ત્યારબાદ સવારે ઊઠીને પોતાના ઘરની આસપાસ જો કોઈ ગરીબ દેખાય તો તેને આ સિક્કો આપી દેવો.
જણાવી દઈએ કે જો ૪૩ દિવસ સુધી આ સતત ઉપાય અજમાવશો તો તમારા ઘરમાં ધનનું આગમન થવાનું શરૂ થઇ જશે અને તમારા નસીબનાં દરવાજા પણ સરળતાથી ખુલી જશે. તેની સાથે જ તે વાતનું ધ્યાન રાખો કે ૪૩ દિવસ સુધી આ ઉપાય વિશે તમારે કોઈ ને જણાવવાનું નથી, એટલે કે કોઈની સામે તેની ચર્ચા કરવાની નથી.