આટલી રાશીને હવે આવશે જાહોજલાલીના દિવસો, દરેક દુઃખનો આવી જશે અંત

Posted by

મેષ રાશિ

આજે તમને તમારા કામના લીધે ઓફિસમાં કેટલાક નવા અધિકારો મળી શકે છે, જેનું તમારે ધ્યાન રાખવું પડશે અને બીજા લોકોને પણ તેનું ધ્યાન રાખવા માટે મનાવવા પડશે. સંતાનો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવશે, જેમાં તમારો રસ વધતો દેખાઈ રહ્યો છે. આજે તમારા જીવનસાથી તમારી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે, પરંતુ તમારે તેને મનાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. વિદ્યાર્થીઓને આજે તેની કારકિર્દી માટે થોડી ચિંતા રહી શકે છે.

વૃષભ રાશી

આજનો દિવસ તમારા માટે મધ્યમ રૂપે ફળદાયક રહેશે. તમારા પરિવારમાં કોઈ જરૂરી વિષય ઉપર ચર્ચા થઇ શકે છે, અને તેમાં તમારા વડીલો સાથે બોલાચાલી થઈ શકે છે, પરંતુ તમારે વડીલોની વાત માનવી પડશે જે આગળ જતાં તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. તમારા શત્રુઓ બળવાન રહેશે. કાનૂની બાબતોમા આજે તમને સફળતા મળશે. આજે તમારા પારિવારિક વેપાર-ધંધામાં તમારે તમારા જીવનસાથીની વાત માનવી પડશે. ધર્મ કર્મના કામમાં આજે તમારું મન લાગશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. આજે તમને કોઇ જગ્યાએથી તમારા અટકેલા પૈસા પાછા મળી શકશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, અને તમારું મન પ્રસન્ન રહેશે, તમે જેની પાસેથી ઉધાર લીધેલો હોય તેને ચુકાવી દેવો તમારા માટે સારું રહેશે, જેનાથી વધારેમાં વધારે લોકોનો કર્જ ચૂકવી શકો. તમારા પારિવારિક વેપાર-ધંધામાં તમારા સંતાનો તરફથી તમને સહયોગ મળી રહેશે. તમારા વેપાર-ધંધામાં ભાગીદારોના તરફથી તેમજ ઘરે તમારી પત્ની તરફથી પૂરો સહયોગ મળી રહેશે. વિદ્યાર્થી કોઈ સ્પર્ધા માટેની તૈયારીમાં લાગેલા હોય તો તેમાં તેમને સફળતા મળશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ લાભદાયક રહેશે. ઘણા સમયથી તમને જે પૈસા મળવાની આશા હતી તે આજે તમને મળી શકશે. સાંજના સમયે તમે તમારા પરિવાર સાથે કોઇ માંગલિક કાર્યક્રમમાં હર્ષોલ્લાસથી હાજરી આપી શકશો. કોઈ જૂના મિત્રો સાથેની મુલાકાતથી ભવિષ્યમાં તમને આર્થિક લાભ મળી રહેશે. તમને રાજ નૈતિક અને સામાજિક ક્ષેત્રમાં સારી સફળતા મળતી દેખાઈ રહી છે. જે લોકો વિદેશ સાથે વેપાર કરતા હોય એ લોકોને નવા નવા આઈડિયા આવી શકે છે, જેનાથી તમારો વેપાર-ધંધો સારી રીતે આગળ ચાલી શકશે.

સિંહ રાશી

આજે તમે તમારી નોકરીમાં અથવા તો વેપારમાં તમારા પિતાજીની સલાહથી ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ રહેશો. ભાઈ-બહેનના સંબંધોમાં આજે સ્નેહ વધશે. આજે તમારે તમારા પાડોશીઓ તેમજ બીજા લોકોની ભાવનાઓને ઓળખવી પડશે, અને એ મુજબ તમારે ચાલવાના પ્રયત્નો કરવા પડશે, ત્યારે જ તમને આત્મસંતોષ મળશે. તમારે ધ્યાન રાખવું કે ક્યારેય કોઈની કોઈ પણ વાત સાંભળવામાં મનાય કરવી નહિ, પરંતુ એ વાત સાચી હોવી જોઈએ. લગ્ન યોગ્ય લોકો માટે સારા સારા પ્રસ્તાવ આવી શકે છે. રોજગારની દિશામાં પ્રયત્નો કરતા લોકોને સફળતા મળશે.

કન્યા રાશિ

આજે તમારે તમારા કામના ક્ષેત્રે દુશ્મનોથી સાવધાન રહેવું પડશે, નહીંતર તમારે નુકસાન ઉઠાવવું પડશે, કારણ કે એ લોકો તમને પરેશાન કરવાના બનતા પ્રયત્નો કરશે, માટે તમારે સાવધાન રહેવું પડશે. તમારા ઘર પરિવારના કોઈપણ માણસનું આરોગ્ય બગડી શકે છે, જેને લીધે તમારે ભાગદોડ કરવી પડશે, તેમજ ધન ખર્ચ પણ થશે, પરંતુ સાંજ સુધીમાં તેના આરોગ્યમાં સુધારો થઇ શકે છે. મહિલા સહકર્મચારી તેમજ તમારા ઉપરી અધિકારીઓ આજે તમને સહકાર આપી શકે છે, જેને લીધે તમારા મનમાં એ લોકો પ્રત્યે સન્માન વધશે. વિદ્યાર્થીઓને ટેક્નિકલ ક્ષેત્રે સફળતા મળશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિથી રહેવા માટેનો રહેશે. ઘરના જુના અટકેલા કામ પૂરા કરવાનો પણ તમને ચાન્સ મળશે. આજે તમને કેટલાક મહાપુરુષોને મળી શકશો.  જો તમે કોઇ મિલકત ખરીદવા ઈચ્છતા હોય તો, તો પહેલા સારી રીતે તેની પરખ કરી લેવી જોઇએ. આજે કોઈ સાથે લડાઈ ઝગડો ન કરવો અને તમારી વાણીને કાબૂમાં રાખવી. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી દેખાઈ રહી છે જેને લીધે તમને ભવિષ્યની ચિંતા ઓછી રહેશે.

વૃષીક રાશિ

આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. તમારે તમારા વેપાર ધંધા માટે કોઈની સલાહ લેવી પડશે. પરંતુ તમારે એ ધ્યાન રાખવું પડશે કે તમે કોઈ અનુભવી માણસની સલાહ લો, અને તેની ઉપર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો. આજના દિવસે તમે તમારા ઉત્તરદાયિત્વને સફળતાપૂર્વક નિભાવી શકશો. આજનો દિવસ બધી જગ્યાએ તમારી પ્રશંસા થશે તેમજ પ્રેમ જીવન સુખમય રહેશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. આજે તમે કેટલાક ઘરેલું સામાનની ખરીદી કરી શકો છો, જેમાં વધારે ખર્ચ થશે, પરંતુ તમારે તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો. દાંપત્યજીવન સુખમય રહેશે. જીવનસાથી તરફથી ભરપૂર પ્રેમ મળશે. આજનો દિવસ તમને જુના દેવાદારોથી મુક્તિ અપાવશે, જેને લીધે તમે પોતાની જાતને આઝાદ અનુભવશો. તમારે કોઈ આગળથી પૈસા ઉધાર લઇ લેવા પડશે, પરંતુ તમારે બનતા પ્રયત્નો કરવા કે તમે ઉધાર ન લો કારણ કે પાછળથી તે ચૂકવવો તમારા માટે મુશ્કેલ બની રહેશે. વેપારમાં નવા નવા ઉપકરણોનો ઉપયોગ કરશો.

મકર રાશિ

આજે તમારે તમારા પૈસા સારી રીતે સમજી વિચારીને ખર્ચ કરવા. આજે જો કોઈ માણસ તમારી પાસે પૈસા ઉધાર માગે તો સમજી-વિચારીને આપવા કારણ કે તે પૈસા ભવિષ્યમાં પાછા આવવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. સંતાનો તરફથી આજે કોઈ સુખદ સમાચાર સાંભળવા મળશે, જેનાથી તમને તમારા સંતાનો ઉપર ગર્વ રહેશે. આજે તમે તમારા પરિવાર સાથે કોઇ માંગલિક કાર્યક્રમમાં ભાગ લઇ શકશો. કોઈ જુના મિત્ર અથવા તો મહેમાનો તમારા ઘરે આવી શકે છે.

કુંભ રાશિ

રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સફળતા આપનારો રહેશે. જો તમે કોઇ રોકાણ કરવા ઇચ્છતા હોય તો આજે તેમાં તમને ભરપૂર લાભ મળશે. તમારા વિરોધીઓ તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરવાના પ્રયત્નો કરશે, પરંતુ તેમના પ્રયાસો અસફળ રહેશે. ઘરેથી નીકળતા સમયે તમારે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. આજે તમે ધર્મ કર્મની બાબતમાં સારા ખર્ચાઓ કરશો. વિદ્યાર્થીઓને તેના ગુરુજનો અને સહયોગી સાથે નવા અનુભવો થશે.

મીન રાશિ

જો તમે મિલકત ખરીદવા માગતા હોય તો આજનો દિવસ તેના માટે ખૂબ જ શુભ રહેશે. તમને મોસાળ પક્ષમાંથી માનસન્માન મળવાની આશા છે. એવું બની શકે છે કે આજે તમને કેટલીક વધારે જવાબદારીઓ મળી શકે. આજે તમારે વેપાર-ધંધા બાબતે શહેરની બહાર જવું પડશે, તમારી યાત્રા સફળ રહેશે. નોકરીમાં તમારા ગુપ્ત શત્રુઓ તમને નુકસાન પહોંચાડવા માટેના પ્રયત્નો કરશે. જેનાથી તમને સાંજના સમયે મુશ્કેલી થઈ શકે છે. આજે તમારા જીવનસાથી તરફથી ભરપૂર સહયોગ મળી રહેશે. આજે તમને માતા-પિતાનો સ્નેહ પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *